૧૦૯ રૂ ટો માટે સરકારે ૧૫૧ અતી આધૂનીક ટ્રેનો દોડાવશે: આર.કે. કેટરીંગ, અદાણી પોર્ટ, મેકમાય ટ્રીપ, ઇન્ડિગો એરલાઇન્સ, વિસ્ટારા અને સ્પાઇસ જેટે ટ્રેનો દોડાવવા રસ દાખવ્યો : આધુનિક ટ્રેનમાં ૧૬ કોચ રાખવાનો રેલ મંત્રાલયે લીધો નિર્ણય
વર્ષો પહેલા છૂક-છૂક ગાડી ભારતીય રેલવે નહિ પરંતુ તે સમયનાં રાજા મહારાજાઓ દોડાવતા હતા ભારત દેશમાં વસતા રાજાઓ પાસે પોતાની ટ્રેનો જોવા મળતી હતી, જે હવે ભારતીય રેલવે હસ્તગત કરાઈ છે. પરંતુ આજનાં સમયમાં પણ ગોંડલ સ્ટેટ પાસે પોતાની માલિકાનાં પાટા અને ટ્રેનો જોવા મળી રહી છે. વચગાળામાં રેલવેની હાલત કફોડી બની હતી. અને નાણાકીય ખેંચતાણનો પણ સામનો કરવો પડયો હતો. દિન-પ્રતીદીન રેલવેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલની સામપ્રત સમયની પરિસ્થિતિમાં રેલવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે.
હાલનાં સમયમાં રેલવેએ આજના મહારાજાઓને રેલવે ટ્રેનોની બાગદોડ સોંપવા માટે વિચાર કરી રહી છે. પહેલાનાં મહારાજાઓ અને અત્યારનાં મહારાજા વચ્ચે ઘણો અંતર છે. આજના મહારાજાઓ વિશે જો વાત કરવામાં આવે, તો દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે જે ઉદ્યોગપતીઓ કાર્યો કરે છે. તેનાથી દેશની અર્થ વ્યવસ્થાને ઘણો ફાયદો પહોચ્યો છે. ત્યારે આજના જમાનામાં મહારાજા હવે ટ્રેનોને પૂર ઝડપે દોડાવશે અને દેશને આર્થિક રીતે મદદગારપણ સાબીત થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી રોકાણકારોને આમંત્રીત કરવા માટેનાં દ્વાર ખોલીનાખ્યા છે. સરકારને આશા છે કે, ખાનગી રોકાણકારો પાસેથી સરકારને ૩૦ હજાર કરોડ રૂ પીયાનું રોકાણ જોવા મળશે જે દેશની અર્થવ્યવસ્થાને વેગવંતૂ બનાવશે. ગત વર્ષે રેલ મંત્રાલયે આઈઆરસીટીસીને કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન માટે પરવાનગી આપી હતી. હાલના સમયમાં આઈઆરસીટીસી લખનૌ, દિલ્હી, તેજસ એકસ્પ્રેસ, કાશી મહાકાલ એકસ્પ્રેસ વારાનશી ઈન્દોર અને અમદાવાદ-મુંબઈ રૂ ટ પરની તેજસ ટ્રેનને દોડાવે છે. રેલ મંત્રાલય ખાનગી રોકાણકારોને ટ્રેન દોડાવવા માટેની બાગદોડ એટલા માટે સોપી રહી છે. કારણ, હાલનાં સમયમાં ટ્રેનોનું મેઈનટેન્સ ટ્રાનઝીટ સમય, રોજગારીની તકો, સુરક્ષા પૂણત: આપી શકાઈ તે હેતુસર ખાનગી રોકાણકારોને આમંત્રીત કરવામાં આવ્યા છે.
રેલ મંત્રાલય દ્વારા ૧૦૯ રૂ ટોને ૧૨ કલ્સ્ટરમાં રૂ પાંતરીત કરવામાં આવ્યા છે. જેમાં દરેકક ટ્રેનમાં ૧૬ કોચ જોવા મળશે, ત્યારે વધુમાં એક વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે. કે હવે ભારત જે ટ્રેન બનાવશે તે અત્યંત આધુનીક રહેશે. જેથી મેકઈન ઈન્ડીયાને પ્રોત્સાહીત કરી શકાઈ સરકાર દ્વારા નવી અત્યંત આધુનીક ટ્રેનની ઝડપ ૧૬૦ કિલોમીટર પ્રતી કલાકની જોવા મળશે. જે ગત સમયની સરખામણીમાં વધુ જોવા મળશે. ખાનગી રોકાણકારો જે ટ્રેનો દોડાવશે તેમાં ખાનગી કંપનીએ રેલવેને હોલેજ ચાર્જ, ઉર્જા ચાર્જ, દેવો પડશે જે અત્યાધુનીક ટ્રેનો આવશે તે રેલવેનાં ડ્રાઈવરો અને ગાર્ડ દ્વારા નિયંત્રીત કરાશે હાલના સમયમાં રેલવે તરફથી જે આક થવી જોઈએ તે ન થતા અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાનગી રોકાણકારોને સ્થાન આપવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા લેવામાં આવેલુ પગલુ અત્યંત સરાહનીય છે. જેથી દેશ અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે, બીજી તરફ લોકોની મુસાફરીમાં જે સમય પસાર થતો હોઈ છે તેમા પણ ઘટાડો જોવા મળશે. ખાનગી રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા બાદેલ મંત્રાલય દ્વારા અનેકવિધ સુધારાઓ જોવા મળશે.
આધુનિક ટ્રેનો દોડાવવા માટે ખાનગી કંપનીઓ જેવી કે આરકે કેટરીંગ, અદાણી પોર્ટ, મેકમાય ટ્રીપ, ઇન્ડિગો, વિસ્ટારા એરલાઇન્સ, સ્પાઇસ જેટ સહિત અનેક કંપનીઓએ ટ્રેનો દોડાવવા ઇચ્છા વ્યક્ત કરી હતી.