લોકડાઉનથી અદાલતોમાં રેગ્યુલર કાર્યવાહી બંધ
બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશ જોષીએ હાઈકોર્ટના ચીફ જસ્ટીઝને કરી લેખિત રજૂઆત
સમગ્ર દેશમાં માર્ચ ૨૦,૨૦૨૦થી કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલી છે જેના કારણે સમગ્ર દેશની તમામ કોર્ટો બંધ છે. આથી વકીલાતનો વ્યવસાય બંધ હોય વકીલોની આવક બંધ હોય તેમજ એડવોકેટ એકટની કલમ ૩૫ મુજબ વકીલો બીજો વ્યવસાય કરી શકતા નથી જે મુજબ પ્રવર્તમાન કોરોના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી જોતા આગામી ડિસેમ્બર માસ સુધી કોર્ટો રાબેતા મુજબ શરૂ થવાની હાલ કોઈ શકયતા જણાતી નથી.
રાજયમાં ૮૦,૦૦૦થી વધુ ધારાશાસ્ત્રીઓની આ પરિસ્થિતિ ધ્યાને લઈને તમામ વકીલઓને જયા સુધી કોર્ટ ચાલુ ન થાય ત્યાં સુધી રાજય સરકાર દ્વારા માસીક રૂા.૧૫,૦૦૦ થીલઈને રૂા.૨૫,૦૦૦ સુધીની આર્થિક સહાય ચૂકવણી કરવામાં આવે, પ્રધાનમંત્રી આત્મનીર્ભર યોજનામાં વકીલો સમાવેશ કરી અથવાતો સરકાર દ્વારા વકીલો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે કે જેથી વકીલાતના વ્યવસાય માટે સંકળાયેલા તમામ ધારાશાસ્ત્રીઓને રૂા.૨,૫૦ લાખથી રૂા.૫ લાખ સુધીનીલોન રાહત દરનાં વ્યાજે બેંક ગેરંટી વિના આપવાની સૂચના આપવામાં આવે.ભવિષ્યમાં સારા વકીલો વકીલાતના વ્યવસાયમાં ટકી રહી પોતાનું અસ્તીત્વ જાળવી રાખી શકે તે માટે સરકાર દ્વારા તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવે.
આ અરજીને સ્વય સજ્ઞાન (સુઓ મોટો) અરજી ગણી યોગ્ય કાર્યવાહી આપના સ્તરેથી કરવા અમારીલાગણીઓને માંગણી સમજી તાત્કાલીક યોગ્ય કરવા બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશ જોષીએ માગ કરી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથને રજૂઆત કરી છે.