સુરેન્દ્રનગર જિલ્લામાં એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો આજે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ખાસ કરી ચોટીલાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ એક પ્રકારની આનંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે અને પ્રકારે આગોતરું વાવેતર સફળ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.
ત્યારે અચાનક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં એક સપ્તાહ બાદ ફરી એક વખત ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે ત્યારે ખાસ કરી આજુબાજુના ઠાંગા વિસ્તાર માં પણ વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ખાસ ચોટીલા ના અનેક તાલુકાઓ માં પણ ધીમી ધારે વરસાદ નો પ્રારંભ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે..
ત્યારે ચોટીલા ઉપરાંત જિલ્લા માં અનેક તાલુકાઓ માં આજે વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે.અને સુરેન્દ્રનગર જિલ્લા માં પણ કાળા ડિબાંગ વાદળો અને બફારો યથાવત રહેતા વરસાદ પાડવા ની સંભાવના સ્પષ્ટ વર્તાય રહી છે..