રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા ૨૫ જુન કટોકટીના કાળા દિવસને યાદ કરીને ડિ.કે.સખીયાના અધ્યક્ષસને વર્ચ્યુઅલ સંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી પ્રકાશભાઈ સોની, જિલ્લા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા ભાજપાના હોદેદારસહીતના જિલ્લા તા મંડલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પ્રભારી પ્રકાશભાઈ સોનીએ કટોકટી દરમ્યાન કોંગ્રેસના સમયમાં જે પ્રકારના અત્યાચારો થયા જેવા કે, માનવ અધિકારોનું હનન, લોકતંત્રની હત્યા, મિડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી એટલે આ કાળા દિવસને યાદ કરીને આપણે લોકતંત્રની રક્ષા માટે દર વર્ષે ૨૫ જુનના રોજ પ્રતિબધ્ધતાનો સંકલ્પ લઇ લોકનાયક જયપપ્રકાશજીના વિચારો તેમજ સંઘર્ષમય જીવનને યાદ કરીને આપણે લોકતંત્રની રક્ષાની પ્રેરણા લઈએ છીએ.
તા.૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને આખા દેશને કારાગૃહમાં ફેરવી દીધેલ કટોકટી કાળમાં છજજ અને જનસંઘના હજારો કાર્યકર્તાઓની ધરપકડો કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પ્રજા ઉપર અમાનુષી અત્યાચારો, આપખુદશાહી રાજ ચલાવીને પ્રજાને પરેશાન કરવામાં આવી હતી. આ કટોકટી કાળમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છુપાવેશમાં ભૂગર્ભમાં રહીને કટોકટીનો સામનો કરવા પ્રજાનો સહકાર લઈને અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા રહ્યા હતા.
આ તકે ડિ.કે.સખીયાએ જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીનું ખૂન કરવાનું પાપ કર્યું છે. ૨૫ જુન કટોકટીના કાળા દિવસોમાં કોંગ્રેસે પ્રજા ઉપર કાળો કેર વર્તાવ્યો હતો જેને આજ સુધી પ્રજા ભૂલી શકી નથી. કટોકટી કાળના આ કપરા ઈતિહાસને લોકો હંમેશા યાદ રાખશે.