દેશમાં ૪૦થી વધુ એવા સેકટર છે જેમાં ચીન ઉપરની નિર્ભરતા ઓછી થઈ શકે તેવો નિષ્ણાંતોનો મત
ઉધોગપતિ અને આર્થિક નિષ્ણાંત એ.એમ.નાયકનું એવું માનવું છે કે, સરકારે સ્થાનિક ઉધોગને ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને સંપૂર્ણપણે દુર કરવા માટે મદદરૂપ થવું જોઈએ. ભારતીય ઉધોગોનો ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે જો ટુંકાગાળાના સહયોગી પેકેજ ઉપલબ્ધ થાય તો ભારતનાં ઉધોગ જગત માટે ક્રાંતિકારી પરિવર્તન આવી શકે. લાર્સન એન્ડ ટર્બોના ચેરમેનએ રચિતા પ્રસાદ અને સતિષ જોનને કહ્યું હતું કે, વર્તમાન આરોગ્ય કટોકટીના પગલે અને વૈશ્ર્વિક મહામારીથી ઉભી થયેલી ઉધોગિક જગતની આર્થિક સ્થિતિએ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. આવી પરિસ્થિતિમાં સઘન આયોજન આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટર્બો જેવી કંપનીઓ આ નવા પડકારોને પહોંચી વળવા માટે સજજ બની છે.
કંપનીએ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આદરેલી કવાયતને પગલે અગાઉ ૧૮.૧નો વૃદ્ધિ દર હતો આજે કંપની ૨૩.૭એ પહોંચી વળવા માટે સાથ સહકારનું વલણ દાખવી રહ્યા છીએ. અમે અમારા વિક્રેતાઓને વિલંબથી ચુકવણીની સવલત અને માલ ઉપર ધિરાણની મર્યાદાઓ વિસ્તૃત કરી આપતા આ પગલાથી કાર્યકારી મુડીમાં સરેરાશ ૨૫ ટકા જેટલો વધારો કંપનીની ધિરાણ મુદતમાં વધારો થવા જાય છે જો અમે આ ઉદાર વલણ સામે હાથ રોકી લઈએ તો પડકારોને પહોંચી વળવા કંઈ ન કરી શકીએ. ગ્રાહકોને બેંક ગેરંટીની જરીયાત ઉભી થઈ છે. લાર્સન અને ટર્બો અત્યારે તેની નાણાકિય મર્યાદાઓથી ઉપરવટ જઈને કંપનીના વિક્રેતાઓને પેમેન્ટ માટેની સવલતો આપે છે જે કંપનીના વિક્રેતાઓ માટે બેંક ગેરન્ટીની ગરજ સારે છે. અત્યારની પરિસ્થિતિમાં દેશનો ઉધોગ જગતને જો સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે અને ઝડપથી ટુંકાગાળાની મદદ મળે તો દેશનો ઉધોગ જગત ઉત્પાદન વૃદ્ધિ અને વિકાસ ક્ષેત્રને વધુ મજબુત બનાવી શકે.
એલ એન્ડ ટીના નાયકે આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કોઈપણ કંપની ઉધોગ કે ઔધોગિક પ્રવૃતિઓનો વિકાસ ટુંકાગાળામાં થઈ શકતો નથી. એલ એન્ડ ટી કંપની પોતાનું કાર્ય ક્ષેત્રમાં સતત અપડેગ્રેશન કરી રહી છે. કંપનીને સંરક્ષણ ક્ષેત્રે પોતાનો હિસ્સો વધારવો છે પરંતુ આ માટે કંપનીએ ૨૦૨૬નું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. કંપનીનું એક પાવર પ્લાન્ટ ઉર્જા સ્ત્રોત આગામી થોડા જ વર્ષોનાં પુરુ થવાનું છે. બીજા પ્લાન્ટ તૈયાર છે પરંતુ તે ચાલુ થવામાં વાર લાગશે. એ.એમ.નાયકે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિમાં ભારતના ઉધોગ જગત માટે ચાઈનાનો વિકલ્પ બનવાની એક મોટી તક રહેલી છે. દેશના ઘણા એવા ક્ષેત્રો છે કે જે ચીનનો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે.
ચીનની વસ્તુઓ સામે અણગમો અને તિરસ્કાર જો ઉભો થયેલો માહોલ ભારતના સ્થાનિક જગત અને ઘરેલું વપરાશમાં ચીનની વસ્તુઓ ન વાપરવાના પરિબળને વધુ વિસ્તૃત કરી શકે છે. ભારતના ઉધોગ જગતમાં ૪૦થી વધુ એવા ક્ષેત્રો છે કે જે સારી રીતે વિકાસ પામે તો ચીનમાંથી કરવી પડતી આયાતમાં ઘટાડો કરી શકાય. કેમિકલ, ટેક્ષટાઈલ, ઓટો મોબાઈલ, હાથશાળ, દવાઓનો કાચો માલ, પ્લાસ્ટિક હોજિયરી, પેકિંગ ફુડ, હળવા હથિયારો, વાહનના પાર્ટસ, ઈલેકટ્રોનિક આઈટમોનું ઘરેલું ઉત્પાદન વધારવામાં આવે તો ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાય. ચીનની વસ્તુઓ ન વાપરવાનો જુવાળ ભારતના ઉધોગ જગત માટે બાજી પલટાવનારા બની શકે.