ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 421 અંક ઘટી 34,749 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 90 અંક ઘટી 10292 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.61 ટકા ઘટીને 409.70 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.75 ટકા ઘટીને 2824.55 પર કારોબાર કરી રહ્યો છે.
જોકે આઈટીસી, સન ફાર્મા, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આઈટીસી 1.61 ટકા વધી 198.25 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.17 ટકા વધી 485.55 પર કારોબાર કરી રહ્યો છે.