હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે કાલે બપોર બાદ ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં ઘોઘાસર્કલ, શિવજી સર્કલ, રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે.
તો ભરૂચના હાંસોટમાં તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે.