૭૦ વર્ષમાં પ્રથમ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ સરખા !!

પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત ૨૧માં દિવસે વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૦.૩૮ અને ડિઝલનો ભાવ રૂ.૮૦.૪૦ પ્રતિ લીટર થયો છે. ડિઝલ બાદ હવે પેટ્રોલનો ભાવ પણ રૂ. ૮૦ને પાર કરી ગયો છે. શનિવારે પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું છે તો ડિઝલ ૨૧ પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની અસર શાકભાજી અને ફળોનાં વેચાણ ભાવને પણ અસર થશે.

છેલ્લા ત્રણ માસમાં લોકડાઉનમાં ફસાયેલી જનતા પાસે કમાણી રહી નથી ત્યારે જ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ૭૦ વષૅમાં પહેલી વખત પેટ્રોલ અને ડિઝલના ભાવ એક સરખા થઈ ગયા છે. તેમ લખનૌમાં ઈંધણ ભરાવવા આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતુ.

પેટ્રોલ-ડિઝલ સરકારની આવકનો મહત્વનો સ્ત્રોત છે. મે માસમાં કેન્દ્ર સરકારે પેટ્રોલની એકસાઈઝમાં ૧૦ રૂ‚પીયા તથા ડિઝલની એકસાઈઝમાં ૧૩ રૂપીયાનો વધારો કર્યો હતો.

લોકડાઉનમાં આવકમાં મોટો ઘટાડો થતા રાજય સરકારોએ પેટ્રોલ ડિઝલ પર વેટ વધારવાનું શરૂ કર્યુ હતુ મે માસના પહેલા અઠવાડીયામાં જ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જેવા કેટલાય રાજયોએ ડિઝલ પરનો વેટમાં વધારો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.