જૂનાગઢ પોલીસ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. જેની પ્રતીતિ કરા વતા અનેક કિસ્સાઓ અને પ્રસંગોની સાથે ગણતરીના કલાકોમાં એક મહિલાનો ગુમ થયેલ સામાન પરત અપાવી, પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.
તા. ૨૫ ના રોજ માંગરોળના જાહિદાબેન ઇબ્રાહિમભાઈ ઘાંચી જૂનાગઢ ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલ હતા. સારવાર કરાવ્યા બાદ સર્કલ ચોક ખાતે રિક્ષામાં બેસીને ગયેલ હતા. ત્યારે રિક્ષામાંથી ઉતરતા પોતાનો સામાન રીક્ષામાંથી લેવાનું રહી ગયેલ હતુ.
સામાનમા તેઓનું એક પર્સ જેમાં રોકડ રૂપીયા ૫ હજાર, દવાખાનાની ફાઇલ અને અન્ય વસ્તુઓ હતી. તેમણે આ બાબતની એ ડીવીઝન પોલીસ સ્ટેશન જાણ કરતા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, પો.સ.ઇ. વી.આર.ચાવડા, હે.કો. શબ્બીરભાઈ, તેમજ જિલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. અજીત નંદાણીયા, પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કો. વીમલભાઇ ભાયાણી, ચેતન સોલંકી, રવીરાજસીંહ વાઘેલા સહિતની ટીમ દ્વારા બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે ઝીણવટ ભરી તપાસ કરતા, રિક્ષા માલિક સલીમભાઈ ઇશાકભાઈ પવારનું નામ, સરનામું શોધી કાઢવામાં આવેલ હતું.
બીજી બાજુ રીક્ષાના માલિકને પોતાની રીક્ષામાં કોઇકનું પર્સ હોવાનુ માલુમ પડ્યુ. જે પણ ફરીથી સર્કલ ચોક બાજુ થેલો લઈને પરત આપવા માટે આવ્યો પણ કોઈ મળી આવેલ ના હતું. દરમિયાન રીક્ષા માલિકને પોલીસે શોધી, જાહિદાબેન ઇબ્રાહિમભાઈને પર્સ અને થેલો પરત કર્યો હતો. આમ, પોલીસ દ્વારા જાહિદાબેન ઇબ્રાહિમભાઈનો સંપર્ક કરી, થેલો સહી સલામત પહોચાડયો હતો.