શહેરના દક્ષિણ ભાગમાં ઓડિટોરિયમ બનાવવા મુખ્યમંત્રીનો સકારાત્મક પ્રતિભાવ
પેન્ડીંગ, આવશ્યક કામો અંગે ત્રણેય ધારાસભ્યોની મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા
રાજકોટ દક્ષિણમાં ઓડિયોરીયમ બનાવવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સકારાત્મક જવાબ આપી તેને આનુષાંગિક કાર્યવાહી કરવા તંત્રને જણાવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષ સ્થાને રાજકોટ શહેર અને રાજકોટ જીલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં પેન્ડીંગ પ્રશ્ર્નો તેમજ આવશ્યક કરવા યોગ્ય કામોની ચર્ચા થયેલ હતી. તેમ ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ જણાવાયું છે.
પટેલ, રૈયાણી તથા સાગઠીયાના વિસ્તારના પેન્ટીંગ કામ જેમાં સુચિત સોસાયટીઓનું વહીવટી કામ ખોરંભે પડેલ છે તેમજ કેટલાક પ્રશ્ર્નો માટે રાજય સરકારનું માર્ગદર્શન માંગેલ છે તેવા પ્રશ્ર્નો ઘણા સમયથી પેન્ડીંગ છે જેને ગતિશીલ બનાવવા ચર્ચા થઇ હતી. મુખ્યમંત્રીએ તે અંગે વિભાગને સુચનાઓ આપી હતી. તેમજ રાજકોટ દક્ષિણમાં એક ઓડિટોરિયમ બનાવવાની માગણી કરવામાં આવેલ જેનો પણ મુખ્યમંત્રી એ સકારાત્મક જવાબ આપ્યો અને તેને આનુસંગિક કાર્યવાહી કરવા તંત્રને જણાવાયું હતું. આનંદનગરથી શરુ કરીને રીંગ રોડ સુધીના વિસ્તારમાં વારંવાર ઇલેકટ્રીક અને ઓછા વોલ્ટની ફરીયાદો આવે છે તે માટે ૬૬ કે.વી. સબ સ્ટેશન બનાવવા કોર્પોરેશનમાંથી વ્યાજબી ભાવે જમીન આપવા માંગણી કરાઇ છે. તેમજ આજી શુઘ્ધિકરણ યોજનાનું કામ ધીમી ગતિએ ગતિઓ ચાલે છે તેને ઝડપથી આગળ વધારવા અંગેની માંગણી કરવામાં આવી હતી. જે અંગે પણ મુખ્યમંત્રીએ ઝડપ વધારવા અને કાંઇ અટકતું હોય તો અમને કહો જેથી પ્રશ્ર્નોનું તુરંત નિરાકરણ થાય તેમ જણાવાયું હતું. આ ઉપરાંત સરકારી જમીન ઉપર થતાં દબાણ અટકાવવા અને અસરકારક પગલા ભરવા પણ સુચના આપવામાં આવી હતી તેમ જણાવાયું છે.