ભારતે આખરે ૧૦ વર્ષ મોડો થયેલો મધર ઓફ ઓલ અંડર વોટર ડીલ્સ પર કામ શરૂ કરી દીધુ છે. જે પ્રોજેક્ટ-૧૫ (ઇન્ડિયા) નામની પરિયોજના અંતર્ગત ભારત આગળની પીઢીની સ્વેદેશી સબમરીનનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ નવેમ્બર ૨૦૦૭માં જ મંજુરી અપાઇ ગઇ હતી. પરંતુ ત્યારથી આ પ્રોજેક્ટ ફાઇલો અને કમિટિઓમાં જ અટવાયેલો રહ્યો હતો. એક ભારતીય શિપયાર્ડની પાર્ટનરશિપમાં છ સ્ટેલ્થ સબમરીનના નિર્માણ માટે ફાન્સ, રશિયા, સ્વીડન, સ્પેન અને જાપાન જેવા દિગ્ગજ સબમરીન નિર્માતા દેશોની કંપનીઓની નજર આ પ્રોજેક્ટ પર છે જેની કિંમત આશરે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવે છે.
આ વર્ષે મે મહિનામાં રક્ષા મંત્રાલયની તરફથી નક્કી કરાયેલ રણનીતી અંતગર્ત આ પહેલો મેગા પ્રોજક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ દેશની ૬ કંપનીઓનેRFP જાહેર કરતા પહેલા નેવી ની તરફથી NSQRs બતાવવામાં આવશે. એક તરફ આ પ્રક્રિયા ચાલશે તેને સમાંતર ભારતીય શિપયાર્ડના સિલેક્શનનું પણ કામ ચાલશે. રક્ષામંત્રાલયના એક અધિકારીએ જણાવ્યા મુજબ આ પ્રક્રિયામાં લગભગ ૨ વર્ષ લાગી શકે છે અને કોન્ટ્રાક્ટર થયા બાદ નવી સબમરીન નિર્માણમાં ૭ થી ૮ વર્ષનો સમય લાગશે. પરંતુ અમારા પ્રયાસો મુજબ આ કામમાં તેજી લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતનો (પ્રોજેક્ટ-૭૫) ચાર વર્ષ મોડો શરૂ કર્યો છે. હાલ આ અંતર્ગત મુંબઇના મઝગાંવમાં છ સ્કો ર્પિયન ક્લાસની સબમરીનનું નિર્માણ કરાઇ રહ્યું છે આ સબમરીનને ફ્રાન્સની નૈસેના દ્વારા ઉર્જા કં૫ની ડી સી એન એસની તરફથી ડિઝાઇન કરવામાં આવી છે. ૨૩,૬૫૨ કરોડ રૂપિયાની આ પરિયોજના ૨૦૨૧માં પૂરી થાય તેવી શક્યતા છે. જ્યાં સુધી આ નવી સબમરીન બનીને તૈયાર થશે ત્યાર સુધી નેવીની પાસે હાલની ૧૩ સબમરીન રિટાયર્ડ થવાની તૈયારીમાં છે.