એયર ઇન્ડિયાના રિર્ઝવેશન સિસ્ટમની બાબતે કોલકત્તામાં પેસેજરો માટે ગુસ્સારૂપ કારણ બની ગયુ હતું શનિવારે કોલકત્તાથી ગુવાહાટી જનારી એયર ઇન્ડિયાની ફ્લાઇટ A1 731માં ટોટલ સીટો ૧૪૪ હતી. જેમાં પેસેંજરોનું બુકિંગ ૧૯૪ કરવામાં આવ્યું હતું. જેથી થયેલ ઓવરબુકિંગની લીધે અધિકારીઓ માટે ચિંતારૂપ ઘટના બની ગઇ હતી.
ઓવરબુકિંગની આવી સ્થિતિને દુર કરવા તેમજ પેસેન્જરોને ને પોતાના ડેસ્ટીનેશન સુધી પહોંચવા એયર ઇન્ડિયા અયર બસ A 330એયરક્રાફ્ટ તેમજ બોઇંગ 787 ડ્રીમલાઇનરનો પણ ઉપયોગ કરી શકાતો હતો પરંતુ આટલા ઓછા સમયમાં અધિકારીઓએ આ સેવાનો ઇંતિજામ કરી શક્યા નહી.
ઉપરાંત એયર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે આ સ્થિતિ અમારા માટે ગંભીર છે તેમજ પેસેજરો માટે ઓવરબુકિંગની સમસ્યા તરફ ગુસ્સો અને પ્રદર્શન સાચો છે. તે માટે બુકિંગ રદ્ કરવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને એયરલાયન્સએ પેસેજરોને માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યારબાદ બે અલગ-અલગ ફ્લાઇટ્સ દ્વારા ગુવાહાટી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.