પીએમ સ્વનિધિ યોજનાની અમલવારી માટે બેન્ક અધિકારીઓ સાથે બેઠક યોજતુ કોર્પોરેશન
પીએમ સ્વનીધિ યોજના મારફત કોરોના વાયરસી અસરગ્રસ્ત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુી .૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન બેંકો મારફત મળવા પાત્ર થશે. આ યોજનાનો રાજકોટ શહેરનાં મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની અગ્રગણ્ય બેંકોનાં પ્રતિનિધિઓની ઉપસ્િિતમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશી નાયબ કમિશનર સી. કે. નંદાણીના અધ્યક્ષ સને મીટીંગ યોજવામાં આવેલ હતી.
આ મીટીંગમાં શહેરનાં સમગ્ર શેરી ફેરિયાઓનાં અંદાજે ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેલ હતા. આ બેઠકનાં પ્રારંભે PM SVANIDHI યોજનાની સરળ માહિતી ફેરિયાઓને મળી રહે તે માટે વિડીયો ક્લીપ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા. જ્યારે નાયબ કમિશનર સી. કે. નંદાણી દ્વારા ઉપસ્તિ SIDBI, ચીફ મેનેજર લીડ બેંક તા ઉપસ્તિ અન્ય બેંકનાં કંટ્રોલરો સો યોજનાની અમલવારી સંદર્ભેસ વિસ્તાર ચર્ચા કરી ફેરિયાઓના પ્રશ્નોની જાણકારી મેળવી આ યોજનાનો લાભ તમામ ફેરિયાઓને સરળતાથી મળી રહે તે માટે માર્ગર્શન પૂરું પાડવામાં આવેલ હતું. ત્યારબાદ સહાયક કમિશનર એચ.આર. પટેલ દ્વારા આયોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.
આ યોજના અંતર્ગત તમામ શેરી ફેરીયાઓને મહત્તમ વર્કિંગ કેપિટલ લોન .૧૦૦૦૦/- સુધી વાર્ષિક ૭ % વ્યાજ સહાયી ઉપલબ્ધ બનશે. સમયસર કે વહેલા લોનની ભરપાઈ પર DBT મારફત બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનામાં રાજકોટ શહેરમાં શહેર બહારી અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં ફેરી કરવા આવનાર અને ૨૪ માર્ચ ૨૦૨૦ પહેલા ફેરીની પ્રવુતી કરતા તમામ શેરી ફેરિયાઓને આવરી લેવામાં આવશે. વિશેષમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓ દ્વારા BHIM UPI, PayTm, PhonePe, GooglePay, BharatPay, AmazonPay દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો મહત્તમ .૧૦૦નું કેશ બેક આપવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના આસીસ્ટન્ટ મેનેજર ભૂમિબેન એચ. પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શાખાના સીનીયર સમાજ સંગઠકઓ, ગઞકખ મેનેજરઓ તથા NULM સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવી હતી.