એનએસયુઆઇનું જિલ્લા શિક્ષણાધિકારીને અલ્ટીમેટમ
આરટીઇ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવા, ખાનગી શાળા કોલેજોની ફ્રી માફ કરવા સહિતના વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોનો બે દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલન છેડવાની અનેએસયુઆઇએ ચીમકી આપી છે.
એનએસયુઆઇના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ દાનાભાઇ માડમે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ગુજરાત અને સમગ્ર વિશ્ર્વમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં બધા જ પ્રકારનાં માણસોના ધંધા રોજગાર ઠપ થયેલા છે ત્યારે ગરીબ વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે ચિંતિત છે ત્યારે ગત ૨૦૧૯-૨૦ શૈક્ષણિક વર્ષની આરટીઆઇ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માટે જાહેરાત બહાર પણ પડી ગઇ હતી. પરંતુ આ વર્ષ માટે હજી સુધી કોઇ પણ માર્ગદર્શિકા સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી. એક બાજુ ખાનગી શાળઓએ બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે. આરટીઇ ખાનગી શાળાઓએ બાળકોને મફત શિક્ષણ આપવાનું હોય છે. જેમાં ગરીબ વાલીઓના બાળકોને પ્રવેશ મળતો હોય છે. પરંતુ ૨૫ ટકા હાલ આરટીઇ બાબતે કોઇ પણ સ્પષ્ટીકરણ સરકાર કરવામાં આવ્યું નથી ત્યારે વાલીઓ પણ આ બાબતે ચિંતિત છે.
વહેલી તકે આરટીઇ ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા હાથ ધરાય તો ગરીબ બાળકોને તેનો લાભ મળે.
આરટીઇના ફોર્મની તારીખ જાહેર કરી પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી હાથ ધરવા માગણી છે. સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ આગમી સમયમાં થવાનો છે. લોકડાઉનના ૩ મહિનાથી વાલીઓનાં ધંધો રોજગાર બંધ છે. ત્યારે એમનાં બાળકોની સ્કૂલ કોલેજોની પ્રથમ સત્રની ફી આવા કપરા સમયે ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે શકય નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર વિદ્યાર્થીઓની ફી વસુલવા બાબતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન હોય, કામધંધા રોજગાર બંધ અને આર્થિક રીતે પછાત હોય તેવા વાલીઓ ફી ભરી શકે તેમ ના હોય, જે સમયે બાળકો સ્કૂલે ગયેલના હોય, સ્કૂલો બંધ હોય તેમ છતાં આ સમયગાળાની ફી વસુલવા સ્કૂલ સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવા માગણી છે. આ અંગે ૪૮ કલાકમાં નિર્ણય નહીં લેવાવ્યો તો આંદોલન કરવાની એનએસયુઆઇએ ચીમકી આપી છે.