શ્રાવણ માસનું મહત્વ શિવભક્તો માટે સૌથી વધારે હોય છે. તેમજ શ્રાવણ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણમાસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર શરૂ થઇ જાય છે.
અને જો શ્રાવણમાસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન તથા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા- અર્ચના કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરે છે.
બીજી એક વાતએ પણ છે. કે આ મહિનો વરસાદનો મહિનો છે વરસાદ ફક્ત પોતે વરસતો નથી પણ પોતાના સંગમાં આવનાર પ્રત્યેક જીવોને રંગે પણ છે કારણકે વરસાદ પોતે ભીનાશની અભિવ્યક્તિ લઇને ધરતી પર આવે છે. ત્યારે તે પોતાની સાથે ધરતી અને ધરતીવાસીઓના હદ્યમાં પણ ભીનાશ ભરતો જાય છ આ ભીનાશ તે ભક્તિભાવમાં ડુબવાની ભીનાશ છે.તેમજ ધરતી પર ઝરમર વરસતો વરસાદએ ભક્તિનું પ્રતિક છે. જે પ્રત્યેક જીવોને ભક્તિમાં રંગી દે છે
તેમજ શિવપુરાણમાં કહે છે. કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો. આથી તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોને ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું. જેથી ભગવાન શિવને શિતળતાની પ્રપ્તિ થાય. પુરાણીક માન્યતાઓ અનુસાર શ્રાવણ માસમાં ચાર સોમવાર હોય છે. શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે ત્વરીત શુભ ફળ પ્રાપ્તિ માટે માનવામાં આવે છે.