પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તેલ કંપનીઓ દ્વારા સતત 20માં દિવસે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીઝલનો ભાવ 80.19 અને પેટ્રોલનો ભાવ 80.13 થયો છે. બે વર્ષ બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ પણ રૂ. 80 પ્રતિ લિટર થયા છે. ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલમાં 21 પૈસાનો વધારો કરતા પેટ્રોલનો ભાવ 80.13 થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ કરતા ડીઝલના ભાવ હાલ વધુ જણાય છે.

દેશમાં દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, અને રાજ્યના વેટ અને ટેક્સના દર મુજબ દરેક રાજ્યમાં રિટેલ ભાવ નક્કી કરાય છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.86.91 પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. 78.51 થયો છે. પેટ્રોલના ભાવ બે વર્ષમાં સૌપ્રથમ વખત રૂ. 80 પ્રતિ લિટરની સપાટીને પાર કરી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ ઓલટાઈમ હાઈ થયા છે. છેલ્લે સપ્ટેમ્બર 2018માં પેટ્રોલના ભાવ રૂ.80 થયો હતો. ઓઈલ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં સતત 20માં દિવસે વધારો કરવામાં આવ્યો છે.

7 જૂનથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરદીઠ રૂ.8.87 તેમજ ડીઝલમાં રૂ. 10.8નો વધારો કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલ વધુ મોંઘું થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.