ચોટીલા વિસ્તાર માં સરકારી ખરાબાની જમીન માં લોકો દ્વારા કરાયેલ દબાણ ની ફરિયાદો ઉઠી હતી તે સમયે ચોટીલા હાઇવે પર આવેલ મામલતદાર ઓફિસ ની બાજુમાં જ સરકાર શ્રી દ્વારા પ્રાંત કચેરી બનાવવા જમીન ફાળવવામાં આવી છે. જ્યાં કોઈ ઈસમ દ્વારા ઝૂંપડું બાંધી લાકડા નો ડેલો બનાવેલ તે જગ્યા ખાલી કરવા ચોટીલા મામલતદાર દ્વારા નોટીસ આપવા છતાં ખાલી કરવામાં નહિ આવતા.
અંતે ચોટીલા મામલતદાર પી.એલ. ગોથી દ્વારા પોલીસ ની હાજરી માં જે.સી.બી. ની મદદ થી દબાણ દૂર કરાયું હતું. જ્યારે ચોટીલા રાજકોટ રોડ પર ચાણપા ના બોર્ડ પાસે આવેલ જમીન માં હોટેલ બનાવવા ના હેતુ થી કરેલ બાંધકામ પણ તોડી પડાયું હતું.