હાઈકોર્ટે પ્રથમ તબક્કે જ અરજી રદ્દ કરતા પ્રોફેસરને ફટકાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ શાસ્ત્ર ભવનમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિનીની પજવણીના કિસ્સામાં લંપન રાકેશ જોશીએ બે દિવસ પૂર્વે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે પ્રોફેસરની પ્રથમ અરજી રદ્દ કરતા પ્રોફેસરને ફટકાર આપી છે.
સ્થાનિક તપાસ સમીતી સમક્ષ સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લી સુનાવણી હાથ દરવામાં આવશે. જો કે ત્યારે પણ રાકેશ જોશી હાજર નહીં રહે તો તેની સામે યુનિવર્સિટી દ્વારા ડિશમીસ કરવા સુધીના પગલા લેવામાં આવશે. અગાઉ પણ રાકેશ જોશીને અનેકવાર બોલાવા છતાં તેઓ નિવૃત જજ સમક્ષ હાજર રહ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે, અર્થશાસ્ત્ર ભવનની પીએચ.ડી.ની વિદ્યાર્થિની જાતિય સતામણી કરવાના ગુનામાં લંપટ પ્રો.રાકેશ જોશી હાલ સસ્પેન્ડ છે. પ્રો.જોશીએ છાત્રાની પજવણી કરી હોવાના વોટ્સએપ ચેટ, ઓડિયો ક્લીન અને ઈ-મેઈલ સહિતના પુરાવા તપાસ કરતા નિવૃત જજ એ.પી.ત્રિવેદીને જબરદસ્તી ચુંબન કર્યું હોવાનો પણ ઉલ્લેખ છે. આ ઘટનામાં ભવન અધ્યક્ષ મારવાણીયા ઉપરાંત ભવનના બે પ્રોફેસર, કલાર્ક, ત્રણ વિદ્યાર્થી સહિત ૮ વ્યક્તિઓએ જોશી વિરુધ્ધ નિવેદન આપ્યા છે. જો કે, પ્રો.જોશી અને પીડિત આ ઘટનાને નકારી રહ્યાં છે. જો કે હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રો.રાકેશ જોશી સામે તપાસનો દૌર ચાલું છે.
અનેકવાર નિવૃત જજ એ.પી.ત્રિવેદી દ્વારા કરાષા જોશીને બોલાવવામાં આવ્યા છે પરંતુ એક પણ વખત તેઓ હાજર રહ્યાં નથી. બે દિવસ પૂર્વે પણ નિવૃત જજ દ્વારા રાકેશ જોશીને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે ત્યારે પણ તેઓ હાજર રહ્યાં ન હતા. તે દિવસ તેઓએ સવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે આજે હાઈકોર્ટે તેની અરજી રદ્દ કરી ફટકાર આપી છે. આગામી ૨૯મી જૂન એટલે કે સોમવારના રોજ નિવૃત જજ એ.પી.ત્રિવેદીએ છેલ્લી વખત તેઓને હિયરીંગમાં બોલાવ્યા છે. જો કે, ત્યારે પણ તેઓ હાજર નહીં રહે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
યુનિવર્સિટીના અર્થ શાસ્ત્ર ભવનની પીએચ.ડી.ની વિદ્યાર્થિની સાથે જાતિય સતામણી પ્રકરણમાં સસ્પેન્ડેડ પ્રોફેસર રાકેશ જોશીએ બે ચેમ્બર પર કબજો જમાવી રાખ્યો છે. તાજેતરમાં યુનિવર્સિટીનો આદેશ છતાં ચેમ્બર ખાલી ન કરતા મંગળવારે કુલસચિવ પરમારે પ્રોફેસરને બે દિવસમાં ચેમ્બર ખાલી કરવા આદેશ આપ્યો છે. જો પ્રોફેસર તેનું પણ પાલન નહીં કરે તો બે દિવસ બાદ ભવનના અન્ય ત્રણ અધ્યાપકોની હાજરીમાં ચેમ્બર ખોલી ત્યાં રહેલો તમામ સમાન અને વસ્તુઓ નવા અર્થ શાસ્ત્ર ભવનની ચેમ્બરમાં ટ્રાન્સફર કરી દેવાશે અને અધ્યાપક સામે શિસ્તભંગના પગલા લેવાશે.