લેબનો કર્મચારી ઘરે કે હોસ્પિટલે જઈને ટેસ્ટ કરશે તો રૂ. ૩૦૦૦ચાર્જ : ભાવ ઘટાડાની આજથી જ અમલવારી
છેલ્લા ઘણા સમયથી ટેસ્ટના વધુ ભાવ મામલે થઈ રહેલા વિરોધને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત : નિયત કરાયેલા ભાવથી વધુ ભાવ લેનાર લેબનું લાયસન્સ રદ કરી દેવાશે
કોરોના સંકટ વચ્ચે કોરોના ટેસ્ટિંગના ચાર્જને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં ઘટાડો કર્યો છે. કોરોના ટેસ્ટિંગનો ચાર્જ હવે ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં હવે ૨૫૦૦ રૂપિયામાં ટેસ્ટ થશે. દર્દી જો ઘરે આવીને કોરોના ટેસ્ટ કરાવે અથવા હોસ્પિટલમાં કરાવે તો ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવાશે. જો ખાનગી લેબોરેટરીની વધુ ચાર્જ કરશે તો માન્યતાઓ રદ કરી દેવામાં આવશે. નાગરીકો પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લઈ શકાશે નહી.
ગુજરાતમાં કોરોના ટેસ્ટની ઊંચી ફી મામલે અનેક વિવાદો વચ્ચે હવે આજે સરકારે ટેસ્ટની ફીમાં મોટો ઘટાડો કર્યો છે. આ બાબતે સરકારને પણ અનેકવાર રજૂઆતો થઈ હતી. સરકારે ચીમકી આપી છે કે વધુ ચાર્જ લેતી લેબની માન્યતાઓ રદ થઈ જશે. હવે ખાનગી લેબમાં રૂપિયા ૨૫૦૦માં ટેસ્ટ થશે. રાજ્ય સરકારની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજોમાં અને મેડિકલ લેબોરેટરીમાં ૪થી ૪,૫૦૦ ટેસ્ટ રાજ્ય સરકાર વિનામૂલ્ય કોઈપણ ચાર્જ લિધા સીવાય કરે છે.
એટલે નાગરિકો પર કોઈ ચાર્જ નહીં થાય. ખાનગી લેબોરેટરીમાં ૨,૫૦૦ રૂપિયા અને ૩,૦૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ઘરે અથવા લેબના માણસો ટેસ્ટ કરાવવા માટે આવે તો દર્દીએ ૩ હજાર રૂપિયા ચૂકવવા પડશે. આમ સરકારે એકાએક વિવાદો વધતાં પાછીપાની કરી છે. અત્યાર સુધી સૌથી ઊંચો દર ગુજરાતનો હતો. જેમાં હવે ઘટાડો થશે.
ખાનગી લેબમાં રૂપિયા ૨૫૦૦માં ટેસ્ટ થશે.
ગુજરાતભરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે, ત્યારે ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતો રૂ. ૪૫૦૦નો ટેસ્ટ ચાર્જ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઉંચો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ દરમાં ઘટાડો કરવામાં આવે તો વધુ લોકો તેનો લાભ લઇ શકે તેમ છે. આ બાબતે અમદાવાદ મેડિકલ એસો. દ્વારા મુખ્યમંત્રી, ડે. મુખ્યમંત્રી અને હેલ્થ વિભાગના અગ્ર સચીવ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.