રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ, યુવા પ્રકોષ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશભાઈ રામાવતની આગેવાનીમાં અને શહેરના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, નેશનલ ફર્સ્ટ ફાઉન્ડેશનના ચેરમેન કૌશિકભાઈ ટાંક, ભાજપ વોર્ડ ૧૪ના પ્રમુખ અનીષ જોષી, કમલેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત પવનદાસબાપુની ઉપસ્થિતિમાં કોઠારીયા રોડ સ્થિત કમલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ગાલવાન ઘાટીમાં ચીની સૈન્ય સામે જંગ લડતા શહીદ થયેલા વીર જવાનોને કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલી પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે તેઓએ જણાવ્યુંં હતુ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતના વીર જવાનો ચીની સૈન્યની ઘુષણખોરી સામે આત્મવિશ્ર્વાસથી સામનો કરી રહ્યા છે.
આ તકે ગુજરાત પ્રદેશ મહામંત્રી હીરેનભાઈ ગોસ્વામી, ગુજરાત પ્રદેશ મંત્રી રાજેશભાઈ ટાંક, કિશોરભાઈ દેવમુરારી, વીમલભાઈ ખીલજી, અમૃતલાલ દેવમુરારી, રાજકોટ જિલ્લા પ્રમુખ રાજુભાઈ કુબાવત,અમીતભાઈ અગ્રાવત, સંજયભાઈ ખાખી, હીરેનભાઈ સોજીત્રા, ઉતમભાઈ જાની, મહિલાવાહીનીના બહેનો નિર્મળાબેન અગ્રાવત, પ્રતીમાબેન કુબાવત, પ્રતીભાબેન કુબાવત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.