સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ટેક્નોલોજીનો વિકાસ થઈ ગયો હોવાથી હવે ઘરેથી કામ કરવાનું કલ્ચર વિક્સી રહ્યું છે. ઘરેથી કામ કરનારા લોકોને ટ્રાફિક અને કમ્યુટિંગનું સ્ટ્રેસ ઓછું થાય છે, પરંતુ ઓવરઓલ કામના કલાકો વધી જાય છે.
જેને લીધે સ્ટ્રેસ અને અનિદ્રાની સમસ્યા વધે છે તેવું યુએન દ્વારા ૧૫ દેશોમાં થયેલા સર્વેમાં નોંધાયું છે.
જે કર્મચારીઓ રોજ ઘરે બેસીને કામ કરે છે તેમનો સ્ટ્રેસ લેવલ વધુ હોય છે.તેમની પર્સનલ લાઈફ પણ રહેતી નથી.