કોવિડ-૧૯ના સંક્રમિત કેસોમાં ગઈકાલે એક દિવસનો સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. ભારતમાં ૧૭૦૦૦ નવા કેસનો ઉમેરો થયો હતો. અગાઉનાં સૌથી વધુ નોંધાયેલા કેસમાં ૧૫૦૦ કેસો વઘ્યા છે. અગાઉ એક દિવસમાં ૧૫,૬૮૯ કેસ નોંધાયા હતા. બુધવારે મૃત્યુનો આંકડો ૪૦૦ થયો હતો જે અગાઉના એક દિવસના ૪૨૨ મૃત્યુથી બીજા નંબરે રહેવા પામ્યો હતો. કોવિડ-૧૯ના કેસમાં મહારાષ્ટ્રમાં ૩૮૯૦ નવા સંક્રમિત કેસો, તામિલનાડુમાં ૨૮૬૫, તેલંગણામાં ૮૯૧, યુપીમાં ૭૦૦, ગુજરાતમાં ૫૭૨, આંધ્રપ્રદેશમાં ૪૯૭, હરિયાણામાં ૪૯૦, બંગાળમાં ૪૪૫ અને આસામમાં ૪૨૯ કેસો નોંધાયા છે. અન્ય રાજયો સહિત નવા કેસોની કુલ સંખ્યા ૧૭,૧૫૬એ પહોંચી છે. આ સંક્રમિત કેસો સાથે દેશના કુલ કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો ૪.૭૩ લાખે પહોંચ્યો છે. ૪ દિવસમાં જ વિક્રમજનક સંખ્યા નોંધાઈ છે.
મહારાષ્ટ્ર કે જયાં એક દિવસમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે ત્યાં પણ અત્યાર સુધીમાં એક દિવસના મૃત્યુ આંકમાં બીજા ક્રમે ૨૦૮ મોત નિપજયા છે. દેશના અડધા ભાગના કોરોના સંબંધિત મૃત્યુ નોંધાયા છે. દિવસ દરમિયાન દિલ્હીમાં ૬૪ મૃત્ય, તામિલનાડુમાં ૩૩ અને ગુજરાતમાં ૨૫ મૃત્યુ, કર્ણાટકમાં ૧૪ સાથે ભારતમાં ૧,૪૮,૯૬ની નોંધણી સાથે કોરોનાનાં દર્દીઓની સંખ્યા પાંચ લાખ તરફ આગળ વધી રહ્યો છે. એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ દિલ્હીમાં ત્યારપછી મુંબઈમાં થયા છે. મુંબઈમાં ૧૦૦૦ + પોઝીટીવ દર્દીઓ મંગળવારે થયેલા ઘટાડા બાદ નોંધાયા હતા. સીટીમાં બુધવારે ૧૧૧૮ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જયારે મંગળવારે આ આંક ૮૨૪ રહ્યો હતો. ૩૮૯૦ કેસો સાથે મહારાષ્ટ્રનાં પોઝીટીવ દર્દીઓનો સંખ્યા આંક ૧,૪૨,૯૦૦એ પહોંચ્યો છે. સાથે-સાથે મુંબઈમાં ૧૨૦ મોત સાથે મૃત્યુની સંખ્યા ૩૯૬૪ સાથે આ દિવસો દરમિયાન સરેરાશ ૮૨ મૃત્યુ થયા છે. તેલંગણામાં દરરોજનાં ૧૦,૦૦૦ કોવિડ-૧૯ પરીક્ષણની કામગીરી ઝડપથી ફેલાતા આ વાયરસ સામે ચાલી રહી છે.
તેલંગણામાં આરોગ્યમંત્રી ઈટાલા રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, રાજયમાં ૮૯૧ કેસમાં ૫ મૃત્યુ નોંધાયા છે. રાજયમાં એક દિવસમાં નવા દર્દીઓની સંખ્યાનો આંક છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ થવા પામ્યો છે. તેલંગાણામાં કુલ દર્દીઓની સંખ્યા ૧૦,૪૪૪ અને અત્યાર સુધી ૨૨૫ના મોત નિપજયા છે. તેલંગણાના જોડિયા રાજય, આંધ્રપ્રદેશમાં એક દિવસમાં ૧૦ મોત અને ૪૫૭ નવા કેસ નોંધાતા તંત્રએ કોરોના સામેની કાર્યવાહીમાં વધુ રફતાર લાવી છે. આંધ્રપ્રદેશમાં કુલ કેસ એકસો દિવસમાં ૧૦,૩૩૧ થયા છે. રાજયમાં ૧૨મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો છે. તામિલનાડુમાં એક દિવસના નવા કેસની સંખ્યા વિસ્ફોટ ૨૮૬૫ પહોંચી છે. કુલ કેસ ૬૭૪૬૮માં સતાવાર મૃત્યુ આંકમાં ૩૩ના વધારા સાથે ૮૬૬એ પહોંચ્યો છે. સારવારમાં રહેલા લોકોની સંખ્યાનો આંક રાજયમાં ૧૬૫૪ નવા કેસો સાથે ૨૮,૮૩૬એ પહોંચ્યો છે. ચેન્નઈ હજુ હોટસ્પોટ જ રહેવા પામ્યું છે. ગુજરાતમાં કોવિડ-૧૯નાં દર્દીઓની સંખ્યા સતતપણે વધી રહી છે. અલબત, અમદાવાદમાં આ સંક્રમણની ગતિ ઓછી થઈ હોય તેવું દેખાય છે. જે દેશ માટે આ મહામારીને લઈને મહત્વની ગતિવિધિ ગણી શકાય. બુધવારે અમદાવાદ જીલ્લામાં દરરોજના ઉમેરાતા કેસોમાં ૫૭ દિવસમાં સૌપ્રથમવાર સૌથી નીચા દરે ૨૧૫ દર્દીઓનો જ ઉમેરો થયો હોવાનો રાજયનાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં બતાવાયું છે.