રાજકોટ શહેરમાં વોર્ડ નંબર. ૧૨ ના વાવડી વિસ્તારમાં આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૨૫-૦૬-૨૦૨૦ ના રોજ પાડવામાં આવ્યો હતો. આ ESR પાણીનો ટાંકો અતિશય ભયગ્રસ્ત હાલતમાં હોવાથી મનપા દ્વારા જે.સી.બી. ની મદદથી પાડવામાં આવ્યો હતો.
આ ટાંકો જે તે સમયે તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો અને હાલ આ ટાંકો પાણી પુરવઠા બોર્ડ હસ્તક આવે છે. આ ટાંકો ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આસપાસના રહેવાસીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને જાણ કર્યા બાદ મનપાની ટીમ સાઈટ વિઝીટ માટે ગયેલ ત્યારબાદ ખરેખર ટાંકાની હાલત ભયગ્રસ્ત હોવાનું જણાયું હતું.
ભવિષ્યમાં કોઇ અકસ્માત ન થાય તે બાબતની અગમચેતી રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ આ ટાંકાને દુર કરવામાં આવ્યો હતો.