બગસરાના ખેડૂતોને અમરેલી કે ગોંડલ યાર્ડમાં ધકકા ના ખાવા પડે તેમજ ઓછા ખર્ચે પુરુ વળતર મળી રહેવા તે માટે બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસીયા દ્વારા બાવકુભાઇ ઉંઘાડ અને આર.સી. ફળદુ ને સાથે રાખી બગસરા માર્કેટીંગ યાર્ડને કોટન કોર્પોરેશન એફ ઇન્ડિયા (સી.સી.આઇ.) ને રજુઆતો કરતા બગસરા તેમજ બગસરા ગ્રામ્ય સહિત બે તાલુકા બગસરા, વડીયા-કુંકાવાવના ખેડુતોને લાભ મળી રહે તે હેતુથી બગસરા માકેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે બગસરા માર્કેટીંગ યાર્ડમાં સી.સી.આઇ. અધિકારી તેમજ બગસરા માકેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસિયા તેમજ વિજેન્દ્ર યાદવ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેમાં ઝવેરભાઇ કાનાણી એવી રીબડીયા રમેશ સતાસીયા કાનજીભાઇ કાનાણી વિકાસભાઇ મોદી રમેશભાઇ સુવાગીયા સહિતના હાજર રહ્યા હતા. તેમ બગસરા એ.પી.એમ. ના ચેરમેન કાંતિભાઇ સતાસીયા દ્વારા જણાવ્યું છે.
બગસરા માર્કેટીંગ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદીનો કરાયો આરંભ
Previous Articleઆધુનિક ઓજારો વચ્ચે ખેતી કામ માટે બળદોનું આજે પણ વર્ચસ્વ
Next Article ભાવનગર તાલુકા પંચાયત દ્વારા માસ્ક-દવાઓનું વિતરણ