પાટીદાર અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સમાજને બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટવાનું આહવાન કર્યું

રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા શિવ ઉત્સવમાં આવતીકાલે સાંજે ૭ કલાકે પાટીદાર સમાજ દ્વારા ભગવાન શિવની મહાઆરતી કરવામાં આવશે જે અંગે વધુ વિગત આપવા પાટીદાર અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટ ખાતે પહેલીવાર ઐતિહાસીક, અલૌકિક અને અદ્વિતીય શિવ ઉત્સવ ૩૧ જુલાઈ સુધી યોજાનાર છે. જેમાં વિધિ-વિધાનથી સ્થાપિત ‚દ્રાક્ષના શિવનું સ્થાપન કરી દરરોજ મહાપૂજા મહાયજ્ઞ, મહા આરતી કરવામાં આવી રહી છે. તથા સાથે સાથે મહાપ્રસાદ (ફરાળ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પાટીદાર સમાજ પણ ઉત્સાહથી શિવ આરાધનામાં ભાગ લેવાનો છે પાટીદાર સમાજ મહા આરતી પૂજા તથા પ્રસાદનો મોટા પ્રમાણમાં ભાગ લે અને શિવની કૃપા મેળવે તેવું આમંત્રણ અપાયું છે. સાથે દરરોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનું પણ આમંત્રણ અપાયું છે.

પાટીદાર અગ્રણી જયંતીભાઈ કાલરીયા, નાથાભાઈ કીયાળા, મિતુલભાઈ દોંગા, લલીતભાઈ કગથરા, તુષારભાઈ નંદાણી, વલ્લભભાઈ પરસાણા, યુ.જી. સાણજા, અમિતભાઈ ભાણવાડીયા, જયંતીભાઈ બુટાણી, સંજયભાઈ અજુડીયા, ઠાકરશીભાઈ ગજેરા, સંજયભાઈ પટેલ, મનસુખભાઈ કલરીયા, પરેશભાઈ હરસોડા, નીતીનભા રામાણી, દીપકભાઈ ધવા, ધીરજભાઈ મુંગરા, શૈલેષભાઈ ‚પાપરા, પરસોતમભાઈ સગપરીયા, વલ્લભભાઈ પટોળીયા, હસુભાઈ બાંભણીયા, હર્ષદભાઈ ખૂંટ જગદીશભાઈ, અંકુરભાઈ માવાણી, નીલદીપભાઈતળાવીયા, કલ્પેશભાઈ પીપળીયા, વિમલભાઈ મુંગરા, ભીખાભાઈ ગજેરા, પાયાભાઈ હાપાણી, પરસોતમભાઈ લીંબાસીયા, નિલેશભાઈ વિરાણી, દિપકભાઈ કેરાળીયા, મુકેશભાઈ મુંગરા અને પાંચાભાઈ હાપાણીએ પાટીદાર સમાજને ઉત્સવમાં ઉમટી પડવા માટે આહવાન કર્યું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.