ગીર સોમનાથમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મોત અને વધુ ૮ પોઝિટિવ કેસ
પોરબંદર, જૂનાગઢ, ગીર ગઢડા સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટમાં સહિત સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતું રહ્યું છે. ગઈ કાલે રાજકોટમાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજ રોજ વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૨૦૦ને પાર પહોંચી છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે અને વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીર ગઢડા સહિત પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના ૮ કેસ નોંધાયા હતા. જ્યારે આજ રોજ સવારે વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાતા રાજકોટ જિલ્લામાં કોરોનાગ્રસ્ત નો આકડો ૨૦૦ને પાર પહોંચ્યો છે. આજ રોજ રાજકોટમાં એરપોર્ટ રોડ, નિર્મલા રોડ, રામકૃષ્ણ નગર, સાધુવાસવાણી રોડ અને ૧૫૦ફૂટ રિંગ રોડ પર આવેલી આષ્થા રેસિડેન્સી વિસ્તારમાંથી પાંચ પુરુષના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગઈ કાલે રાજકોટમાં અમદાવાદથી આવેલા મવડી વિસ્તારના ભાવનાબેન વિજયભાઈ તંતી નામની ૪૧વર્ષની મહિલા અને તેમના પતિ વિજયભાઈ ગોબરભાઈ તંતી નામના ૪૫વર્ષના પુરુષ બન્ને પતિ પત્નિ અમદાવાદ થી કોરોનાનો ચેપ લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોટેચા ચોક પાસે શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા રાધિકાબેન અર્જુનભાઇ કાલરીયા ૨૩વર્ષની યુવતી, ગાર્ડનસીટી સાધુવાસવાણી રોડ પર શ્રીલ જયેશભાઇ કાલાવડિયા નામનો ૧૬વર્ષનો તરૂણ અને ત્યાંજ રહેતા નીલમબેન ડેનિષભાઈ કાલાવડીયા નામના ૩૫વર્ષના મહિલા પોઝિટિવ આવ્યા છે. રાધિકાબેન , શ્રીલ અને નીલમબેન સુરેન્દ્રનગર કોરોના પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું હિસ્ટ્રીમાં જાણવા મળ્યું છે. અને મોરારીનગરમાં પોઝિટિવ આવેલા રેખાબેનના સંપર્કમાં આવેલા રિમ્પલબેન પ્રકાશભાઈ ખેર નામના ૩૦વર્ષની મહિલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હળવદના ચરાવડા ગામના કનુભાઈ ભાણાભાઈ હળવદીયા (ઉ.૫૪)ને શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા બાદ જ્યાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ચરાડવાના કોરોનાથી સંક્રમિત થયેલા આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તેઓ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. હાલ તો કનુભાઈ રાજકોટ સિવિલમાં દાખક છે. અને તેમની તબિયત સ્ટેબલ છે. મોરબી આરોગ્ય વિભાગ સહિત તંત્રએ હાલ તો ચરાડવા ખાતે તેમના ઘરે પોહચી જરૂરી તકેદારી અને ક્ધટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં આ પોઝિટિવ કેસની સાથેની કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૧૫ થઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૮ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમા અમદાવાદ ગંભીર બિમારી સબબ ૧૫ દિવસથી સારવાર હેઠળ રહેલ દર્દીનું પુરુષ ઉ.વર્ષ-૬૫ સેમ્પલ લેવાતા તા.૨૩-૦૬-૨૦૨૦ના રોજ પોઝીટીવ આવેલ છે. અને રાત્રે ૧૨.૦૦ કલાકે મૃત્યુ પામેલ છે. ધોકડવા- ૧ કેસ પુરુષ ૨૦ વર્ષ, વડવિયાળા-૩ કેસ, પુરુષ-૩૭, મહિલા-૩૬, મહિલા-૮ વર્ષ, હડમડીયા-૧ કેસ, પુરુષ-૩૬ વર્ષ, સનવાવ-૧ કેસ, મહિલા-૬૦ વર્ષ, ભાચા-૧ કેસ, પુરુષ-૫૫ વર્ષ આજે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
પોરબંદરમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. દિલ્હીથી આવેલા એક યુવાનનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ યુવાન દિલ્હીથી આવ્યો હતો અને હાલ તેમને પોરબંદરની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.અન્ય જિલ્લા કરતા પોરબંદર જિલ્લામાં કોરોનાના દદર્ીઓની સંખ્યા નહીંવત છે ત્યારે પોરબંદરમાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. પોરબંદરના મોકર ગામનો અને છેલ્લા ૧૦ વષ્ર્ાથી દિલ્હી ખાતે સ્થાયી થયેલો યુવાન થોડા દિવસો પૂર્વે જ દિલ્હીથી મોકર ગામ આવ્યો હતો. આ યુવાનને કવોરન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો અને તેમનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને આ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે
ગીર ગઢડા તાલુકામાં ૬ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમા. ધોકડવા- ૧ કેસ પુરુષ ૨૦ વર્ષ, વડવિયાળા-૩ કેસ, પુરુષ-૩૭, મહિલા-૩૬, મહિલા-૮ વર્ષ, હડમડીયા-૧ કેસ, પુરુષ-૩૬ વર્ષ, સનવાવ-૧ કેસ, મહિલા-૬૦ વર્ષ, ભાચા-૧ કેસ, પુરુષ-૫૫ વર્ષ આજે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગિરગઢડા તાલુકામાં આજે ૬ કેશ નોંધાયા છે.