૩.૪૫ લાખનો પાવડર મળી ૫ લાખનો મુદામાલ કબ્જે
વડોદરા રલ એસ.ઓ.જી. પોલીસે ભલાપૂર ખાતેથી પાદરા પંથકના એક શખ્સને રૂ ૩.૫ લાખની કિંમતના ૧૭ કિલો સિન્થેટીક ડ્રગ્સ સફેદ પાવડર સાથે પકડી પાડી નારર્કોટીકસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા એસઓજીના પીઆઈ એ.એ.દેસાઈ અને પીએસઆઈ ટી.બી. પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાબંધી જાતીનો કડક અમલ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસ.ઓ.જી. ટીમને ચોકકસ બાતમી મળી કે ડભોઈથી વડોદરા એક શખ્સ સફેદ પાવડર નાર્કાટીકસ કોઈને પહોચાડવા જવાનો છે. આથી અરસી પર વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ભલાપૂર ખાતે વાહનો ચેક કરવામાં આવતા પાદરા તાલુકાના મુજપુરા ફળીયું જાસપૂર ગામનો એક શખ્સ વાહન લઈને નીકળ્યો હતો. આ વાહન ચેક કરતા તેમાંથી ૧૭૨૮૦ કિલોગ્રામ વજનની એક બેગ મળી આવી હતી. આ બેગમાં એન.ડી. પી.એસ. સફેદ પાવડર મળી આવ્યો હતો. આ પાવડર તથશ કાર, મોબાઈલ મળી રૂ. ૫ લાખનો મુદામાલ કબ્જે લઈ જાસપૂરના વિજય રણજીત પઢીયાર સામે ડભોઈ પોલીસ મથકમાં નારકોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેની પૂછપરછમાં તેને આ જથ્થો પાદરા તાલુકાના ઉમરાયા ગામના કલ્પેશ દિલીપસિંહ પઢીયારે આપ્યો હોવાનું જણાવતા તેની સામે પણ ગુનો નોધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.