લોકડાઉનના સમયગાળામાં ‘ખિલખિલાટ’ વાને ૨૦ હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી: ૧૬૦૦થી વધુ સફળ પ્રસુતિ
કોરોના કાળમાં પણ પ્રસુતા માતા અને નવજાત બાળકોની વિશેષ સંભાળ
રાજયની પ્રત્યેક માતા અને બાળક સ્વસ્થ-સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર આરોગ્યલક્ષી યોજનાઓના નક્કર આયોજન સો આગવું કામ કરી માતા-બાળ મૃત્યુદર ઘટાડવાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે આરોગ્ય ક્ષેત્રે સવિશેષ કરી. કોરોનાના કપરા સમયમાં પણ પોતાના અનોખા કાર્ય કી ગર્ભવતી મહિલાઓની સો ધાત્રી માતાઓ અને તેમના બાળકોની સંભાળ લઇ ઉદાહરણ છે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગે પુરુ પાડ્યું છે.
કોરોનાની મહામારીના સમયમાં સતત કાર્યરત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની કામગીરી અંગે વિગતો આપતા ડો. કમલ ગોસ્વામીએ કહ્યું હતું કે “Precautions are better than cure”ની કહેવત અનુસાર શહેરમાં જ્યારે કોરોનાનો કહેર વધ્યો નહોતો એ પહેલા જ ગાયનેક વિભાગ દરેક પડકારનો સામનો કરવા તમામ જરૂરી સાધનો-દવાઓ સાથે સલામતી અને સુવિધાથી સજ્જ થઇ ચુકયો હતો. તા કોઈ સગર્ભા મહિલા કોરોના પોઝીટીવ આવે તો અગમચેતીના ભાગરૂપે કોવીડ-૧૯ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ અને ડોક્ટર્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
સગર્ભા મહિલાને કોવીડ-૧૯ના સંક્રમણી બચાવવા તેમજ કોરોનાથી સંક્રમિત મહિલાઓને શોધવા ગાયનેક વોર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવસનો સંપૂર્ણ ચિતાર આપતા ડો. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપવા સોશીયલ ડિસ્ટન્સીંગ આવશ્યક છે. જેી સ્ટાફ દ્વારા હાઈ રીસ્ક અને લો રીસ્ક લક્ષણો ધરાવતી મહિલાઓની યાદી બનાવવામાં આવી હતી. આ યાદી અનુસાર મહિલાઓને ટોકન આપીને હોસ્પિટલની મુલાકાત લેવાનું જણાવવામાં આવતું હતું. તેમજ મુલાકાત દરમિયાન જ મહિલાને દવાનો પુરતો જથ્થો આપવામાં આવતો. જેથી સગર્ભા મહિલાને વારંવાર હોસ્પિટલ આવવું ન પડે.
લોકડાઉનના સમયમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાઓની વિશેષ સારસંભાળ લેવામાં આવી હતી. જે અન્વયે જિલ્લામાં ૬ કોરોના પોઝીટીવ સગર્ભાને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાવામાં આવી હતી. જેમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં ૨ કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી. અને બંને બાળકો કોરોના નેગેટીવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નોન – કોવીડ ગાયનેક વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ૧૬૦૦થી વધુ પ્રસુતિ કરવામાં આવી છે.
આ ઉપરાંત લોકડાઉન જેવા કપરા સમયમાં જ્યારે સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ્પ હતો તેવા સમયે ખિલખિલાટની વાને અવિરતપણે માતા અને બાળકની સેવામાં હાજર રહીને ઉમદા કાર્ય કર્યું છે. ત્રણ માસના સમયગાળામાં જિલ્લાની ૨૨ ખિલખિલાટ વાને ૨૦ હજારી વધુ ફેરા કરીને માતા અને બાળકને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં શરૂઆતના ૧૦૦૦ દિવસ મહત્વના હોય છે. ત્યારે સમગ્ર ગુજરાત અને રાજકોટ માટે ગર્વની વાત છે કે રાજકોટની પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ પ્રમ૧૦૦૦ ડેઝ કંપ્લાયન્ટ સંસ્થા બની છે. જે બદલ રાજકોટ સિવિલ હોસ્પિટલને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલી મહેતાએ ૧૦૦૦ ડેઝ કંપ્લાયન્ટ સંસ અંતર્ગત ગાયનેક વિભાગની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, પી.ડી.યુ હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓને સંવેદનશીલતા અને સન્માન સો તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ખાસ તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ પાસે પ્રસુતિ કરાવવામાં આવે છે. માતા પોતાની ગર્ભાવસના સમયને સંપૂર્ણ રીતે માણી શકે તેવા તમામ પ્રયાસો ગાયનેક વિભાગ દ્વારા કરવામાં આવે છે.
કોરોનાના કપરા કાળમાં આરોગ્ય વિભાગ ફરજની સાથોસાથ ઉત્તમ સંભાળ, સર્વોત્તમ બાળની નેમ સાથે તેમના ઉત્કૃષ્ઠ પ્રદાન કી રાજકોટને ગૌરવ અપાવી રહ્યો છે.