શરીરને તંદુસ્તી રાખતા જીમને ખોલવાની પરવાનગી આપવા બોડી બિલ્ડીંગ એસો.નું અનોખી રીતે કલેકટરને આવેદન
કોરોનાની મહામારી વચ્ચે અનલોક-૧માં પાન ફાકીની દુકાનો, રેસ્ટોરન્ટ વગેરેને છુટ આપવામાં આવી છે. પરંતુ શરીરને તંદુસ્ત બનાવતા એવા જીમને હજુ છુટ આપવામાં આવી નથી આ અંગે રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસોએ જીલ્લા કલેકટરને અનોખી રીતે આવેદન પાઠવ્યુ છે. આવેદનમાં જણાવ્યું હતુ કે હાલ કોરોનાની મહામારીનાં સંદર્ભમાં સમગ્ર દેશમાં જીમ્નેશીયમની પ્રવૃતિ બંધ રાખવામાં આવી છે. પણ જીમ ચાલુ કરવાની સરકારની ગાઇડ લાઇન મુજબ લોકોની ઇમ્યુનીટી સાથો સાથ શરીર અને મનને પ્રફુલ્લીત રાખી શકાય છે. હાલ પાન-ફાકી, ચા, રેસ્ટોન્ટ, જંકફુડ જેવી વસ્તુઓની દુકાન ચાલુ કરવામાં આવી છે તો જીમ્નેશીયમ બંધ શું કામ છે? બોડી બીલ્ડીંગના ખેલાડીઓને તેમના શરીરને ફીટ રાખવા નિયમીત સવારે બે કલાક અને સાંજે બે કલાક વ્યાયામ કરવો પડે અને માસીક ૧૫થી ૨૦ હજારનો ડાયટ લેવો પડતો હોય છે. માટે સારા બોડી બીલ્ડરો જીમ્નેશીયમાં કોચ તરીકે સેવા આપે છે. અને તેના પગારથી પોતાને જોઇતા પોષક તત્વો મેળવે છે અને જરૂરી કસર તો કરતા હોય છે.
બોડી બીલ્ડીંગએ સ્પોર્ટસ (રમત) છે જેના સ્ટેટ અને નેશનલ લેવલના સર્ટીફીકેટના વિવિધ સરકારી ભર્તી પ્રક્રિયામાં માર્કસ ઉમેરવામાં આવતા હોય છે. માટે જીમ્નેશીયલ સરકારી ગાઇડ લાઇન મુજબ બને તેટલા જલ્દી ચાલુ કરવા જોઇએ જેથી માત્ર ખેલાડીને જ નહી પણ આમ જનતાને પણ તેનો લાભ મળી શકે અને આ મહામારી સાથે શારીરિક અને માનસીક સુદ્રઢતા કેળવી શકે તો યોગ્ય નિર્ણય લેવાની માંગણી છે.