કોંગ્રેસે આપ્યો વોર્ડ વાઈઝ નવતર કાર્યક્રમ: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત ૨૩ આગેવાનોની અટકાયત

ભાજપનાં રાજમાં છેલ્લા એક પખવાડિયાથી પણ વધુ સમયથી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉન બાદ હાલ આર્થિક સંકળામણ વેઠી રહેલી જનતા પર ઈંધણનાં ભાવમાં વધારાનાં કારણે બોજ પડયો છે. આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં તમામ ૧૮ વોર્ડમાં નવતર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસનાં નેતાઓ, આગેવાનો અને કાર્યકરો બળદગાડા સાથે રાજમાર્ગો પર નિકળ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત ૨૩ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં થઈ રહેલા વધારાનાં વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચનાથી આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરનાં તમામ ૧ થી ૧૮ વોર્ડમાં બળદગાડું લઈને નિકળી પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારાનાં વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તમામ વોર્ડમાં એકી સાથે ઈંધણનાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારનાં રાજમાં સતત પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસ સહિતની ચીજવસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. લોકડાઉન બાદ લોકો હાલ આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ત્યારે આવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે.

IMG 20200624 WA0059

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં બળદગાડા સાથે નિકળેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદિપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ચોવટીયા, ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, દિનેશભાઈ મકવાણા, વલ્લભભાઈ પરસાણા, નિલેશભાઈ મારું, વિજયભાઈ વાંક, દિલીપભાઈ આસવાની, સંજયભાઈ અજુડિયા, મકબુલભાઈ ડાઉદાણી, મુકેશભાઈ ચાવડા, રસિલાબેન ગરૈયા, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરીયા, રામભાઈ હેરભા, વાસુદેવભાઈ ભમભાણી અને તુષાર નંદાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.