મોદી સ્કુલ દ્વારા યોગદિનની ઉજવણી નિમિતે યોગ શિક્ષક ઢોલરીયા મનોજસર દ્વારા ઓનલાઈન લાઈવ યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લાઈવ પ્રસારણમાં સમગ્ર મોદી સ્કુલ પરિવારે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમ કે ટ્રસ્ટીઓ, ડાયરેકટર, પ્રિન્સીપાલ, સ્ટાફમિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો પણ સ્કૂલનાં લાઈવ પ્રસારણમાં જોડાયેલ હતા. આ યોગ નિદર્શનમાં અલગ અલગ આસનો કરાવવામાં આવ્યા હતા જેમ કે વૃક્ષાસન, તાડાસન, કિકોનાસન વક્રાસન, સલભાસન, ઓમકાર, કપાલભાતી, પ્રાણાયમ, અનુલોમ, વિલોમ પ્રાણાયમ વગેરે જેવા આસનો શિખવવામાં આવેલ હતા. લાઈવ પ્રસારણમાં સૌ પોત પોતાના ઘરે જ રહીને મોદી સ્કુલની યોગાની લીંક સાથે જોડાયા હતા. ને બધાએ સાથે મળીને યોગ કરીને કરીએ યોગ અને ભગાડીએ રોગ એ સુત્રને સાર્થક કરી બતાવ્યું હતુ. બધાએ વિશ્ર્વ યોગ દિનને ભવ્યતાસભર ઉજવ્યો હતો.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…