દરિયામાં ચોમાસા દરમ્યાન ઘણી ચીજો તણાઈ આવતી હોય છે,ઉમરગામ તાલુકા ના દેહરી ગામે આવેલા દરિયા કિનારે સોનાર ઉપકરણ તણાઈ આવતા લોકો મા કુતૂહલ સર્જાયું હતું
ઉમરગામ પોલીસ ને જાણ થતા બોમ્બ સ્કોડ સહિત જીલ્લા ડી વાઈ એસ પી સહિત નો સ્ટાફ આવી પોહોંચ્યો હતો.આ ઉપકરણ દરિયા નીં ઉંડાઇ માપવા ઉપયોગ થતો હોય સોનાર ઉપકરણ હોવાનું મનાઈ રહ્યું છે.હાલ પોલીસ વિભાગ દ્વારા દરિયા મા તણાઈ આવેલા સોનાર ઉપકરણ ને વ્યવસ્થિત જગ્યા એ લઈ જવાની કામગીરી હાથ ધરી છે.