બિરબલની ખીચડી જેવું ઓનલાઈન એજયુકેશન
વિદ્યાર્થીઓ માટે ખતરનાક શું? ઓનલાઈન શિક્ષણ કે કોરોના?
શિક્ષણની હાલની પરિસ્થિતિ ખૂબ ખરાબ: ભવિષ્યની કોઈને ખબર નથી
વૈશ્વિક ફલક ઉપર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેનાથી અનેકવિધ ક્ષેત્રને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શિક્ષણ ક્ષેત્રમાં પણ આજ પ્રશ્ન સામે આવ્યો છે. એક તરફ શિક્ષણ કાર્ય બંધ છે, તો બીજી તરફ વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોવાની વાત તો એ છે કે, હાલ વિઘાર્થીઓને જે ઓનલાઇન એજયુકેશન આપવામાં આવે છે તે બીરબલની ખીચડી સમાન છે. જોવાનું એ રહ્યું કે વિઘાર્થીઓ માટે આ સમય ખતરનાક છે કે કેમ? હાલની શિક્ષણ પ્રણાલીને જોઇ એ વાત સ્પષ્ટ થાઇ છે કે, વિઘાર્થીઓને ભવિષ્યનું શું? જે રીતે વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હું બાળકોમાં અભ્યાસના પ્રત્યે રૂચી રહે છે કે કેમ? તેનું નિરિક્ષણ કોણ કરે છે?
ઓનલાઈન એજયુકેશન કલાસરૂમનો પર્યાય ન બની શકે: ડી.વી. મહેતા
અબતક સાથેની વાતચિત દરમિયાન જીનીયસ સ્કુલના ડી.બી. મહેતાએ જણાવ્યું હતુ કે કોવીડ ૧૯ના કારણે સમાજના તમામ વર્ગને અસર થઈ છે. જેમાં શિક્ષણ પણ બાકાત નથી. છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દુનિયામાં પરિવર્તનએ સતત ચાલતી પ્રક્રિયા છે. કોવિડ ૧૯ના કારણે દરેક ક્ષેત્રમાં ફેરફારો થયા છે. ઓનલાઈન શિક્ષણએ કલાસરૂમનો અત્યારે પર્યાય ઉભો થવા જઈ રહ્યો છે. એક શિક્ષક તરીકે મેનેજમેન્યના ભાગરૂપે સ્પષ્ટ માનુ છુ કે ઓનલાઈન શિક્ષણ એ કયારેય કલાસરૂમનો પર્યાય ન બની શકે. કારણ કે ઓનલાઈન શિક્ષણમા પર્સનલ ટચ જોઈએ તો ઓછો થાય છે.
દરેક બાળકની પિરીયડ બાદ હાજરી પૂરવામાં આવે અમે બીજા ત્રણ નવા આયામો શરૂ કરેલ જેમાં પ્રથમ જીનીયસ લક્ષ્ય જેમાં જે બાળકો કોમ્પીટીટીવ એકક્ષમ આપવી છે. તેમના માટે બે કલાકનું સેશન હોય રોજ સાંજે મ્યુઝીકલ જીનીયસ ફીટનેસ પ્રોગ્રામ હોય દર રવિવારે નવા નવા વિષય પર ચર્ચા કરવામાં આવે જેને જીનીયસ સંવાદ કહીએ.
ઓનલાઈન એજયુકેશનને લોકો સ્વીકારતા થયા: યોગીરાજસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના મેનેજર યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે કોવિડ ૧૯ને કારણે વિશ્ર્વભરના લોકોના જનજીવન પર મહદ અંશે અસર થઈ છે. લોકડાઉન બાદ જો કોઈ ક્ષેત્રને અસર થઈ હોયતો શિક્ષણ ક્ષેત્રને થઈ છે. બાળકોની સુખાકારીને ધ્યાને રાખી તેમને શાળાએ આવવા દેવામાં આવતા નથી સરકાર અને શાળા દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. કે બાળકોનાં ભણતર પર વિક્ષેપ ન પડે.
બાળકો માત્ર ભણતર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરે એ જવાબદારી વાલીની રહેશે: રણજીતસિંહ ડોડિયા
ક્રિસ્ટલ સ્કૂલ ના સંચાલક રણજીતસિંહ ડોડીયા એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે કોરોના જેવી પરિસ્થિતિ પહેલી વાર સર્જાઈ છે અમે પહેલા વાલીઓ ને સુચવતા કે બાળકો મોબાઈલ નો ઉપયોગ બને તેટલો ઓછો કરે અને પોતાના ભણતર પર ધ્યાન આપે પણ અત્યાર ની પરિસ્થિતિ મુજબ બાળક સ્કૂલ માં ભણવા આવી શકતો નથી અને કોઈ બીજો વિકલ્પ ન મળતા ઓનલાઇન એડજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું ખાસ તો બાળક નું સાતત્ય તૂટે નહીં તેના માટે જ શરૂ કરવામાં આવ્યું કારણ કે કોઈ પણ કામ જો મૂકી દેવા માં આવે તો ફરી શરૂ કરવામાં તકલીફ થતી હોય છે તેવી જ રીતે જો બાળકો નું શિક્ષણ છૂટે તો પાછું ધ્યાન આપવું અઘરું પડે છે સાથે સાથે જોઈએ તો ઘણા પ્રશ્નો પણ ઉદ્ભભવે છે જેમ કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી.ઘણા વિચાર કર્યા પછી નાના બાળકો ને ખોટી આદત ના પડે તે માટે પીડીએફ દ્વારા શિક્ષણ આપવા માં આવે છે જ્યારે ૧૦ વર્ષ થી નાના વાય ના બાળકો માટે લાઈવ લેક્ચર નો આગ્રહ નથી રાખતા અને ૬ ધોરણ થી મોટા ધોરણો ના વિદ્યાર્થીઓ જેના માતા-પિતા શિક્ષક સાથે વાતચીત કરી ને શિક્ષણ આપી શકે તેવી સુવિધા આપવા માં આવે છે.મધ્યમ વર્ગ ના લોકો જેની પાસે પોતાના બાળક ને ભણાવા વધારે મોબાઈલ નથી કે પછી જેના ઘર માં ૨ થી વધુ બાળકો હોય તેના માટે શિક્ષક દ્વારા લેક્ચર ને રેકોર્ડિંગ કરી મોકલવા માં આવે છે જેથી ગમે ત્યારે બાળક ને શિક્ષણ મેળવે.આમ તો ચાલુ શાળા દરમિયાન શિક્ષક બાળકો ની સામે બેસી ને ભણાવે છે જ્યારે અત્યારે એક ટી.વી. સામે બેસી ને ભણાવું ખૂબ મુશ્કેલ છે છતાં અમારી સ્કૂલ ના શિક્ષક ખૂબ પ્રયત્નો કરી બાળકો ને ભણાવે છે.ચાલુ શાળા દરમિયાન પણ જે બાળક ના માતા-પિતા પૂરતું ધ્યાન આપે છે તે સરખું ભણે છે અને અત્યારે પણ જે માતા પિતા ઘર માં રહી ને બાળકો પર ધ્યાન આપે છે તેના બાળકો ખૂબ સરસ રીતે શિક્ષણ મેળવે છે તેમ છતાં અમારી શાળા દર અઠવાડિયે અમારા શિક્ષક બાળકો ના શિક્ષણ ની ખબર પૂછે છે અને વિદ્યાર્થી ને કોઈ પ્રશ્ન હોય તો તેને ફોન પર જ શિક્ષણ આપી ને તેનો જવાબ આપે છે.
કોરોના વાઇરસ છે છતા શિક્ષણ આપવું જરૂરી: જતીન પુરનવૈરાગી
સરસ્વતી ગ્રુપ ઓફ એજફુકેશનના પ્રીન્સીપાલ જતીન પુરનવૈરાગીએ જણાવ્યું કે ઓનલાઇન એજયુકેશન સક્ષમ બને એની માટે માતા-િ૫તાએ ઘણો ભોગ દીધો છે. અને એમના મતે આ સ્થિતીના કારણે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ભણતરમાં થોડા વર્ષો પછી આવાની હતી તે અત્યારથી જ આવી ગઇ છે.
મહામારી સામે જીતીને રહીશું, ભણતર આપીશું જ: કેવલ કારીયા (શિક્ષક)
શૈક્ષણિક વિભાગમાં લોકડાઉન કોરોના વાયરસની અસર પરની વાત ચીતમાં વેદાંત કલાસીસના કેવલભાઇએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણે છે. પણ તેમની શાળાથી દૂર રહીને તેમની શાળાનું મહત્વ ખબર પડી છે અને આ મહામરીમાં પતશે ત્યારે બાદ ફરીથી શાળાઓમાં હસતા-ખેલતા બાળકો ભણતા જોવા મળશે એવું એમનું કહેવું છે.
વાલીઓની વિનંતિ બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું: નિકુંજ પટેલ
કલ્યાણ સ્કૂલ ના પ્રિન્સિપાલ નિકુંજભાઈ પટેલે અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે જૂન મહિના થી વાલીઓ ના ફોન આવતા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને ગવર્મેન્ટ ના હોદા હેઠળ ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું. દરોજ ૯,૧૦ અને ૧૧ ધોરણ નું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું.તે પછી વાલીઓ તથા વિદ્યાર્થી ઓ ની ફરિયાદો આવી કે શિક્ષણ દરમિયાન અવાજ નથી આવતો ,નેટવર્ક નથી મળતું,જે બોલે છે તે સમજાતું નથી તથા પ્રશ્નો ના જવાબ કેવી રીતે મેળવવા તે સમજાતું નથી જેવા કારણો ના લીધે શિક્ષકો તથા વાલીઓ કોઈ ને પણ સંતોષ મળ્યો નથી.બધી સ્કૂલ માં અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે જો અમે પણ શિક્ષણ ના આપી તો પણ વાલીઓ ની ફરિયાદ આવે.વિદ્યાર્થીઓ માટે શિક્ષકો બોર્ડ પર લખી ને સમજાવે છે પછી રેકોર્ડિંગ કરી વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપવામાં આવે છે છતાં પણ જ્યારે વાલી ફરિયાદ લઇ ને આવે ત્યારે પણ અમેં તેમને સમજાવીએ છીએ અને બને ત્યાં સુધી તેમની સમસ્યાઓ નો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરીએ છીએ.
પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત બન્યું: અજય પટેલ
ન્યૂ એરા સ્કૂલ ના સંચાલક અજય પટેલે અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે હાલ માં વિદ્યાર્થીઓ ની ફી તથા ઓનલાઇન શિક્ષણ જેવા પ્રશ્નનો ઉપસ્થિત થયા છે.વિદ્યાર્થી ઓ ને અત્યારે ઓન્લાઈન શિક્ષણ આપવું ફરજીયાત બન્યું છે અને તેમાં પણ વાલીઓ ની ઘણી ફરિયાદો જોવા મળી છે. ઘર માં એક જ મોબાઈલ હોય છે અને ઘર માં ૨ થી ૩ બાળકો હોય છે જેથી લઈ વાલીઓ માં ફરિયાદો આવતી હોય છે જેથી અમે વિડિઓ લેકચર ની શરૂવાત કરી જેથી વારાફરતી બાળકો શિક્ષણ મેળવી શકે.આમ છતાં બાળકો ની આંખ ને નુકશાન થતું હોય અને બાળક ની સાથે ૫-૬ કલાક બેસવું પડે છે અને ચાલુ શાળા દરમિયાન બાળકો કોઈ પ્રશ્ન શિક્ષક ને કહી શકતા હોય છે પણ અત્યારે આવી પરિસ્થિ માં તેવા પ્રશ્નો નો ઉકેલ આવતો નથી તથા હોમવર્ક કેવી રીતે ચેક કારવુ જેવી ફરિયાદો આવતી રહે છે તેમજ નાના ગામડાઓ માં અને દૂર ના વિસ્તારો માં રહેતા વિધાર્થી ઓ ને પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટી ના કારણે પૂરતું શિક્ષણ મળતું નથી.જો બધી શાળાઓ વિડિઓ લેક્ચર થી શિક્ષણ આપે તો બાળકો માટે વધુ સારું રહેશે.ઓનલાઇન શિક્ષણ હોય કે વિડિઓ લેક્ચર ના માધ્યમ થી બાળકો તથા શિક્ષકો ને ખૂબ જ તકલીફ થાય છે છતાં આજ ની પરિસ્થિ મુજબ બાળકો ના શિક્ષણ માટે આવું કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.બાળકો નું શિક્ષણ ના બગડે તે માટે જ્યારે શાળા ઓ ફરીથી શરૂ થશે ત્યારે બધું પહેલે થી શીખડાવવા માં આવશે.
કોરોના મહામારીમાં વાલીઓને શિક્ષક બનવાની જરૂર: દિલીપ પાઠક
પાઠક સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે પાઠક સ્કૂલ નું સંચાલન પોતે ૩ વર્ષ થી સાંભળે છે તથા ઓસમ ગ્રુપ નામ ની સંસ્થા માં પણ કાર્યરત છે જેમાં બાલ મંદિર થી લઈ ને ૧૨ કોમર્સ,સાયન્સ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ ખાતે કાર્ય ચાલુ છે.હાલ ની કોરોના ની પરિસ્થિતિ જોતા ઘણી બધું મુશ્કેલી ઉત્પન્ન થઇ છે જેની અસર વાલીઓ પણ પડી છે જો કદાચ આવતા સમય માં સ્કૂલ શરૂ કરવામાં આવે તો પણ વાલીઓ બાળકો ને સ્કૂલ મોકલવાના નથી તો તેના લીધે પણ બાળકો ના શિક્ષણ ને અસર પડશે.અત્યાર ની પરિસ્થિ ને જોતા બાળકો ને માનસિક,શારીરિક અને શિક્ષણ ઉપર પણ ખરાબ અસર થઈ રહી છે જેના લીધે બાળકો માં જ્ઞાન ની ખામી અને ગભરાહટ જેવી સ્થિતિ સર્જાઈ છે.ક્યાંક ને ક્યાંક વાલીઓ માં પણ એવો ભય જોવા મળ્યો છે કે તેમનું બાળક ભણેલું ભૂલી જાશે તો અને ઓનલાઇન શિક્ષણ થી બાળકો ને મોબાઇલ અને ઈન્ટરનેટ ની ખરાબ ટેવ પડશે તો શું થશે ઓનલઆઇન શિક્ષણ માં પણ ફરિયાદો આવતી હોય છે જેમ કે શિક્ષણ દરમિયાન બાળકો સુઈ જાય છે.ચાલુ શાળા દરમિયાન જ્યારે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવતી ત્યારે અમે જ એવું કહેતા કે બાળકો ને મોબાઈલ થી ટેબ્લેટ થી દૂર રાખો જેથી બાળકો ને ખોટી આદતો થી દૂર રાખી શકાય પણ અત્યારે અમારે જ એવું કહેવું પડે છે કે શિક્ષણ માટે બાળકો ને મોબાઈલ જેવી સુવિધાઓ આપો જના દ્વારા અમે તમારા બાળકો ને શિક્ષણ મોકલી શકીયે.તો પણ બાળકો નાના ધોરણ ના બાળકો ધ્યાન આપી શકતા નથી જ્યારે મોટા ધોરણ ના બાળકો ને કોઈ મુશ્કેલ પડે તો વોટ્સઅપ ની મદદ થી શિક્ષકો ને પ્રશ્ર્ન પૂછે છે.ઓનલાઇન એડજ્યુકેશન ના લીધે સાદો મોબાઈલ વાપરવા વાતડા વાલીઓ ને પણ સારો મોબાઈલ વાપરવા મજબૂર કર્યા છે છતાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે તેથી હું એટલું જ કઇશ કે હાલ ના સમય ને જોતા અત્યારે દરેક વાલી ને શિક્ષક બનવું પડશે અને તેમના બાળક ની સાથે રહી શિક્ષણ માં તેનો સાથ આપી અને શાળા ના શિક્ષક અત્યારે સાથે નથી તો તમે પોતે એના શિક્ષક બની તેને શિક્ષણ નો અનુભવ કરાવો અત્યારે એક માતા જ શિક્ષક બની પોતાના બાળક ને ભણાવી શકે તેમ છે અને પિતા જ સાચો ગુરુ બની બાળક ના ભવિષ્ય ને ઉજ્વળ બનાવી શકે તેમ છે.સરકાર ના આદેશ મુજબ હાલ ની પરિસ્થિતિ ને લીધે અત્યારે કોઈ પણ સંસ્થા ફી નથી લઇ રહી અને ભવિષ્ય માં જ્યારે કોરોના નો જલ્દી અંત આવે અને વાલીઓ ના મન માં એવો ભય છે કે તેમનું બાળક સંક્રમીત થાય તેવો ભય દૂર થાય એવી આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ.
ઓનલાઈન એજ્યુકેશન ટોટલી ફેઈલ, શિક્ષણ આપવા અમે મજબૂર – વિમલ છાંયા
ઉત્કર્ષ સ્કૂલ ના ટ્રસ્ટી વિમલભાઈ છાંયા એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે હાલ ની કોરોના ની પરિસ્થિતિ ના લીધે શિક્ષણ અત્યારે ખોડવાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે વિધાર્થીઓ અત્યારે શારીરિક રીતે અમારી સાથે નથી તો અમે ઓનલાઇન ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.બાળકો નું શિક્ષણ એપ્રિલ મહિના થી શરૂ થઈ જતું હોય છે પણ કોરોના ના લીધે વિદ્યાર્થીઓ ને શાળા એ બોલાવી નથી શકાતા અને તેનો અભ્યાસ બગડે નહીં તેના નિવારણ માટે જે ઓનલાઇન એડજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે તેમાં જોવા જઈએ તો તેમાં ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.ફાયદા જોઈ એ તો વિધાર્થીઓ નો અભ્યાસ આગળ ચાલી રહ્યો છે,અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે અને ખોટી આદતો તરફ નથી જઇ શકતો,અને ભણવા પ્રત્યે રુચિ જળવાઈ રહે છે અને સાથે સાથે શિક્ષકો સાથે સંપર્ક માં રહે છે.ગેરફાયદા ની વાત કરી તો બાળકો ને આમ તો કહેવામા આવે છે કે મોબાઈલ નો ઉપયોગ ન કરવો જોઈએ અને હાલ માં અમારે જ મજબૂર થઈ મોબાઈલ નો ઉપયોગ કરવા કહેવું પડે છે.ચાલુ શાળા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નું ધ્યાન નથી હોતું તો તેમને અમે વારંવાર ભણવા નું કહેતા હોય ત્યારે માંડ તે વિધાર્થી ધ્યાન આપતો હોય છે તો શું અત્યારે ઓનલાઇન શિક્ષણ માં ધ્યાન આપી શકતો હશે અને ચાલુ શાળા દરમિયાન શિક્ષક ને બાળકો પ્રશ્નો પૂછી જવાબ મેળવતા હોય છે જ્યારે ઓનલાઇન દ્વારા તે થઈ શકતું નથી અને પોતાના પ્રશ્નો માં જ ગૂંચવાયેલો રહે છે આજે દરોજ ૩ કલાક શિક્ષણ આપવામાં આવે છે અને સતત એટલો સમય બાળક મોબાઇલ સામે જોતો હોય છે તેના લીધે બાળકો ની આંખ ને અને મગજ ને ખરાબ અસર થાય છે જેના લીધે ભવિષ્ય માં બાળક પોતાની વાત રજુ કરવા ક્રોધિત પણ થઈ જાય.વાલીઓ દ્વારા એવી રજુઆત પણ આવતી હોય છે કે તેમનું બાળક ભણવામાં પાછળ રહી જશે અને એવી ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે કે બાળક ના આગળ ના શિક્ષણ નું શુ થશે તેથી આજે હું અબતક ના માધ્યમ થી હું દરેક વાલીઓ ને કહેવા માગું છું કે આ સમસ્યા અત્યારે આખા જગત માં છે જેને લઇ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો પરિસ્થિતિ હજુ ખરાબ થશે તો અભ્યાસક્રમ ને નાનો કરવામાં આવશે અને જ્યારે શાળા શરૂ થશે ત્યારે નવો અને નાનો અભ્યાસક્રમ સાથે બાળકો ને ભણાવવામાં આવશે.
બાળક ઘરે નવરા બેઠા રહે તેના કરતાં ઓનલાઈન ભણે તો સારૂ: ત્રિવેદી દક્ષા (વાલી)
ત્રિવેદી દક્ષાબેન એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે તેમની બાળકી સાધુવાસવણી અંગ્રેજી માધ્યમ સ્કૂલ માં અભ્યાસ કરે છે.અત્યારે કોરોના ની મહામારી ના લીધે જે ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે તે બાળક માટે બહુ ઉપયોગી તથા અસરકારક પણ નથી પણ જો બાળક ઘર માં બેસી રહી ને શિક્ષણ મેળવી શકે નહીં અને ટી.વી. અને મોબાઈલ માં જ પડ્યા રહે છે ત્યારે ઓનલાઇન શિક્ષણ દ્વારા થોડું શિક્ષણ મેળવી રહ્યું છે.એક માતા તરીકે વાત કરું તો ઓનલાઇન શિક્ષણ થી જરાય સંતોષ મળ્યો નથી બાળક શુ કરી રહ્યું છે તેની ચોક્કસ માહિતી મળી શક્તિ નથી પણ જે શીખે છે તે કદાચ એને ઉપયોગી બને.કોરોના ની પરિસ્થિતિ માં બાળકો ને કઇ ફેર પડ્યો નથી તે પોતાના મનોરંજન માં જ વ્યસ્ત રહ્યા છે પણ હવે કંટાળી ને સ્કૂલ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે અને સરખું શિક્ષણ મળવાની રાહ જોઈ રહ્યા છે.
ઝૂમ એપ્લિકેશનથી બાળકોને ભણવું મુશ્કેલ: ધ્રુતી જોશી(વાલી)
ધ્રુતી જોશી એ અબતક સાથે ની વાતચિત માં જણાવ્યું કે તેમનો બાળક સેન્ટ પોલ સ્કૂલ માં ૧૧ સાયન્સ માં અભ્યાસ કરે છે હાલ ની પરિસ્થિતિ માં આય.સી.એસ.સી. બોર્ડ ના લીધે હજુ ૩ પરીક્ષા લેવામાં નથી આવી અને ગુજરાત બોર્ડ નું પરિણામ આવી ગયું છે અને ૧૧ સાયન્સ નું ભણતર શરૂ થઈ ગયું છે જે ઝૂમ એપ્લિકેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે.જેના લીધે ઘણા લાભ અને ગેરલાભ જોવા મળી રહ્યા છે લાભ ની વાત કરી તો ભણતર ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કારણ કે હાલ ની પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે તે કઈ નક્કી નથી.અને ગેરલાભ જોઈ એ તો ઓનલાઇન શિક્ષણ આપ્યા પછી પણ તેને સમજાતું નથીં તો તેની પાછળ ૩-૪ કલાક માતા – પિતા ને પણ ધ્યાન આપવું પડે છે.અને બાળકો મોબાઈલ લઈ ને ગેમ રમતા હોય જેથી શાળાઓ માં રજુઆત કરવામાં આવેલી છે કે થોડા બાળકો ને શિક્ષક દ્વારા ભણાવવા માં આવે કે પછી શિક્ષક થકી બાળકો ને કહેવામા આવે કે મોબાઈલ મૂકી ભણતર માં ધ્યાન આપે.
ઓનલાઈન અભ્યાસ બાદ ખ્યાલ ન આવે તો સરને હું ફોન કરૂ છું: શોભના માંકડીયા(વાલી)
શોભનાબેન માકડીયા એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યુ કે તેમની બાળકી વિશ્વા માકડીયા પાઠક સ્કૂલ માં ૧૨ ધોરણ માં અભ્યાસ કરે છે.અત્યારે કોરોના ની મહામારી ના લીધે સ્કૂલ એ મોકલવું જરૂરી નથી લાગતું.ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ ની મદદ થી ખૂબ સારું શિક્ષણ મળી રહ્યું છે બાળકો ને વિડિઓ લેક્ચર દ્વારા સમજાવા માં આવે છે જો કોઈ પ્રશ્ન ન સમજાય તો શિક્ષક ને ફોન કરી જવાબ મેળવવાં માં આવે છે જ્યારે ઘણી વખત અમારે પણ બાળકો ને સમજાવવું પડતું હોય છે અત્યારે દરેક માતા ને શિક્ષક બનવું જરૂરી છે અને સ્કૂલ ના સંચાલકો દ્વારા પણ અમને બાળકો ના ભણતર વિશે પૂછવામાં આવે છે.
અમે પતિ પત્ની નોકરી કરીયે છીએ તો બાળકને નવો એન્ડ્રોઇડ ફોન લઈ આપવો કેટલો યોગ્ય?: શ્ર્વેતા જોશી(વાલી)
શ્વેતા જોશી એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે તેમની બાળકી મનસ્વી જોશી ઉત્કર્ષ સ્કૂલ માં ૭ માં ધોરણ માં અભ્યાસ કરે છે.અત્યારે કોરોના ના લીધે બાળકો સ્કૂલ એ જઇ શકતા નથી અને ઘર માં રહી ને મનોરંજન કરતા હોય છે તેના કરતા ઓનલાઇન શિક્ષણ દ્વારા તે ભણવામાં ધ્યાન આપે અને ભણતર સાથે જોડાયેલ રહે.માતા-પીતા જ્યારે નોકરી પર જતા હોય ત્યારે તેમના બાળક ને આપવા તેની પાસે બીજો મોબાઈલ હોતો નથી ત્યારે શિક્ષણ માટે બાળક ને બીજો મોબાઈલ લઇ ને આપવો પડે છે સાથે સાથે તેને ઈન્ટરનેટ કનેક્શન પણ આપવું પડે છે જે બાળક પર ખૂબ ખરાબ અસર કરે છે કરણ કે જરૂરી નથી કે ભણતર સિવાય બાળક મોબાઈલ નો ઉપયોગ બીજી પ્રવુતિ માં ન કરે.શિક્ષક પોતાની સામે બાળક ને બેસાડી ને ભણાવે અને મોબાઈલ દ્વારા ભણાવે તેમાં ઘણો ફેર હોય છે.થોડો સમય સુધી ઓનલાઇન શિક્ષણ મળે એ સારું છે પણ ૨-૩ મહિના હજુ ચાલે તો બાળક ના આંખ પર ખરાબ અસર કરે છે અને જ્યારે મોબાઈલ ની ટેવ પડી જાશે અને મિબાઇલ નહી મળે તો ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થશે તે કહેવું મુશ્કેલ છે અને દરેક માતા-પિતા બાળક ને નવો મોબાઈલ આપી શકે તેમ નથી અને ઈન્ટરનેટ આપીએ તો પણ એક વ્યક્તિ ને બાળક સાથે રહેવું જરૂરી છે કારણ કે તે જાતે નક્કી ન કરી શકે કે મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવો જે હાલ ના સમય માં બની શકે તેમ નથી અત્યાર ના સમય માં દરેક માતા – પિતા નોકરી કરતા હોય છે.જ્યાં સુધી કોરોના ની મહામારી નો અંત ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ સિવાય બીજો કોઇ રસ્તો ન હોવાથી આ જરુરી બન્યું છે છતાં પણ ચાલું શાળા દરમિયાન જે બાળક શીખી શકતો તે હાલ માં શીખી શકતો નથી.
ઓનલાઈન શિક્ષણના પ્રણેતાઓજ બાળકોને મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર રહેવાની સલાહ આપે છે
બાળકોને સમજાય તે રીતે હાલમાં ભણાવવામાં આવે છે: આચાર્ય ભાવેશભાઇ સુવા
અબતક સાથેની વાતચીત દરમિયાન દરબારગઢ પ્રાથમીક શાળાના આચાર્ય ભાવેશભાઇ સુવાએ જણાવ્યું હતું કે કોરોનાના કહેરને કારણે વિશ્ર્વભરમાં દરેક જોગને માઠી અસર પહોંચીછે. ત્યારે શિક્ષણ ક્ષેત્રને પણ મોટી અસર થઇ છે. હાલ બાળકોને શાળાએ બોલાવી શિક્ષણ આપવું શકય નથી. ત્યારે અમે બાળકોને ઓનલાઇન એજયુકેશન આપવાનું શરૂ કર્યુ છે. જેથી બાળકોના અભ્યાસ પર અસર ન થાય. બાળકોને શિક્ષકો દ્વારા ઘર બેઠા શાળાએ પોતે આવી ઓનલાઇન લેકચર લેવામાં આવે વાલીઓને જાણ કરી તેમને હોમવર્ક આપવામાં આવે છે જેથી તેઓ શાળાએ તો નથી આવી શકતા પરંતુ ઘર બેઠા તેમને સમજાય તે રીતે ભણાવવામાં આવે છે.
એક પરિવારમાં એક ફોન હોય તો ઓનલાઇન ભણવું શકય નથી: સવિત્રીબેન અંકલેશ્વરીયા
દરબાર ગઢ પ્રાથમીક શાળાના શિક્ષક સાવિત્રીબેન અંકલેશ્વરીયાએ જણાવ્યું કે હાલમાં કોરોના મહામારી ને કારણે વિઘાર્થીઓને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે ખાસ તો ઓનલાઇન પ્રણાલી કયાંક વિકસી છે. ત્યારે હવે વિઘાર્થીઓને ઓનલાઇન ભણવામાં મુશ્કેલી પડી રહી છે. તો ખાસ કરીને હાલમાં નવા નીતી નિયમો સાથે શાળા શરુ થવી જોઇએ. જેથી બાળકો વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે, સરકારી શાળામાં મોટા ભાગનો વર્ગ એવો છે કે જેના ઘરમાં એક જ સ્માર્ટ ફોન હોય ત્યારે આવા સંજોગોમાં બે કે ત્રણ ભાઇ-બહેને સાથે ભણવું અધરૂ પડે છે.
બાળકોને સરળતાથી સમજાય તે માટે અનેક પ્રયાસો કરીએ: સેજલબેન પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન જમનાબેન માવજીભાઇ હરીભાઇ ક્ધયા વિઘાલયના આચાર્ય પટેલ સેજલબેનએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ના કારણે વિશ્ર્વ વ્યાપી મોટી અસર થઇ છે. ભારતમાં લોકડાઉનના કારણે ધંધા ઉઘોગ બંધ હતા. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રને મોટી અસર થઇ છે. બાળકોની સાવચેતીના ભાગરૂપે તેમને શાળાએ બોલાવવામાં આવતા નથી પરંતુ તેઓનો અભ્યાસ ન બગડે તે માટે હાલમાં ઓનલાઇન એજયુકેશન એક સારો વિકલ્પ છે. જેથી બાળકો અભ્યાસ પર અસર ન થાય, અમે બાળકોને સારી તેઓ સમજી શકે અને નવા નવા તરીકા અપનાવી ભણાવીએ જેથી તેઓ સરળતાથી સમજી શકે.
ઓનલાઇન એજયુ.માં બાળકો ત્વરીત પ્રશ્નો પુછી શકતા નથી: હાફિસાબાનુ લાંગડા
જ.મા.હ. ના શિક્ષક હાફિસાબાનું લાંગડાએ જણાવ્યું કે હાલમાં શિક્ષણ પ્રણાલી કયાંક કથળી છે. ત્યારે બાળકો ઘરે બેઠા ભણે છે. ત્યારે બાળકો તુરંત જ પ્રશ્ર્ન કહી શકશે. નહિ જેથી તેમના મનમાં ઉદભવેલ પ્રશ્ન કયાંક દબાઇ જાય છે. નિતીનિયમ સાથે શરુ થવી જોઇએ. જેથી બાળકોના ભાવીને અસર ન થાય. ઉપરાંત હાલમાં વાલીઓનું પણ કહેવું છે.કે હવે ઓનલાઇન એજયુકેશન બંધ થવું જોઇએ. જેથી બાળકો શાળા જઇને શિક્ષણ મેળવી શકે.
અમે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ: માધુરી મોતીવરસ(પ્રિન્સીપાલ)
૧. કોરોના વાયરસ ની પરિસ્થિતિ માં શિક્ષણ કેવી રીતે અસરગ્રસ્ત થયું છે ?
– કોરોનાવાયરસ ને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શિક્ષણ પર ખૂબ ઊંડી અસર જોવા મળી છે ભારતમાં સ્કૂલ અને કોલેજ બંધ થઈ ગયા છે તેમજ બોર્ડની પરીક્ષા અને યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પણ બંધ થઈ ગઈ છે અને આ પ્રકારના વાતાવરણને લીધે નવા શૈક્ષણિક વર્ષનો ઉત્સાહમાં ઘટાડો જોવા મળે છે.
૨. આના કારણે એજ્યુકેશન નો સાચો અર્થ જળવાઈ રહે છે કે નહીં ?
– આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા સાચું એજ્યુકેશન મહદ અંશે શક્ય ઓછું લાગે. જે માત્ર ને માત્ર શાળામાં જ શક્ય છે. તેમ છતાં અમે તેઓને ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ આપવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ છીએ. જેમાં અમોને ઘણી સારી સફળતા પ્રાપ્ત થઈ છે.
૩. વિદ્યાર્થીઓને સારું ભણતર આપવા માટે ઓનલાઈન એજ્યુકેશન કેટલી હદે સક્ષમ થયું છે
– ઓનલાઈન એજ્યુકેશન શરૂમાં ખૂબ જ કઠિન લાગતું હતું. શિક્ષકો માટે અને વિદ્યાર્થી અને વાલી દરેક માટે એક પડકાર હતો. પરંતુ અમે, શિક્ષકો દ્વારા બનાવેલા વિડિયો યમળજ્ઞમજ્ઞ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓની મોકલી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ પણ પોતાનું હોમ વર્ક આ એપ્લિકેશન દ્વારા મોકલે છે તથા શિક્ષકો આ હોમવર્ક તપાસે પણ છે. જરૂર જણાય ત્યાં ગૂગલ મીટ થી વિદ્યાર્થીઓના પ્રશ્નો નું નિરાકરણ થાય છે. જે વિદ્યાર્થીઓ માં ધગશ છે અને તેઓ સેલ્ફ લર્નર બની ખૂબ જ સારું શિક્ષણ ઓનલાઈન મેળવી રહ્યા છે.
૪. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આવેલી દુરી ના કારણે ભણતર પર શી અસર થઈ છે ?
– ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ શાળાના વાતાવરણને ખૂબ જ યાદ કરી રહ્યા છે. તેઓ શીખવા ની બાબતમાં શાળામાં ની અંદર જે રીતે રસ ધરાવે છે તે ઘરે શક્ય નથી માટે શિક્ષણ પર આ એક મોટી અસર ગણી શકાય. ઘર અને કલાસરૂમ નું વાતાવરણ જુદું હોય છે.
૫. તમારા મતે શાળાઓ ખોલવી જોઇએ કે નહીં અને ખુલે તું ક્યાં ક્યાં precaution લેવામાં આવે ?
– હાલની પરિસ્થિતિને જોતા યોગ્ય કાળજી તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ધોરણ ૯ અને ૧૦ માટે શાળાઓ શરૂ થાય એવું સૂચન કરું છું જેથી તેમના શિક્ષણ પર અસર ન થાય. આ બંને ધોરણ ૧૫ દિવસ ચલાવી તેમાં સારા પરિણામ મળે તો પછી તબક્કા વાર ખોલવી જોઈએ.
૬. સ્કૂલની ફી પર શુ અસર ?
કોરોના વાયરસના લીધે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સ્કૂલની ફી મા કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગત વર્ષની સ્કૂલ ફી જ આ વર્ષે લાગુ પાડેલ છે. મોટાભાગના વાલીઓ એ ફી ભરવાનું શરૂ કરી દીધેલ છે. ફી માટે કોઈપણ વાલીને કોઈપણ દબાણ કરવામાં આવતું નથી. વાલી ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને સરળ હપ્તા પણ કરી આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ , વાલીઓ અને સ્કુલ વચ્ચે એક પારિવારિક વાતાવરણ છે. અમે સર્વે સાથે મળી ને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કટિબદ્ધ છીએ.
૭. વાલીઓ કેટલો ભોગ દે છે ?
– વાલીઓ ખૂબ જ સહયોગ અને સહકાર આપે છે ફક્ત તેમના કારણે જ અમે આ Home based education આપવામાં સફળ રહ્યા છીએ.
૮. જે બાળકો આ વર્ષે બોર્ડમાં આવશે તેમના સિલેબસ અને ભણતર પર શી અસર પડે છે
– શરૂઆતથી જ અમારું ધ્યાન માત્ર આ વિદ્યાર્થીઓ પર જ કેન્દ્રિત કર્યું છે કે જેઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે શિક્ષકો સતત પોતાના લેક્ચરના વિડિઓ અને હોમવર્ક જે મોકલે તે હોમવર્ક વિદ્યાર્થીઓ મેઈલ દ્વારા પરત મોકલે છે. અને જો વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો ટેલિફોનિક વાતચીત દ્વારા સતત કાઉન્સિલિંગ પણ કરી રહ્યા છીએ. જેથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં કોઈપણ જાતની તકલીફ નહીં થાય. આ ઉપરાંત ૠજ્ઞજ્ઞલહ ળયયિં દ્વારા પણ તેઓને શિક્ષણ અપાય છે અને તેઓના મજ્ઞીબિં સોલ્વ કરાય છે.
૯. રેગ્યુલર એજ્યુકેશનમાં પણ વિડિયો દ્વારા ભણવાથી વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકતા હતા તો હવે વિડિયો સાથેના ભણતરમાં શી ખોટ ?
– માત્ર વીડિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી, રેગ્યુલર એજ્યુકેશનમાં માત્ર થોડા જ વીડિયો સમજૂતી માટે મદદ કરે છે. બાકીનું બધું ટીચર્સ તેમને સમજાવે છે. આ ઉપરાંત વિડિયો દ્વારા માત્ર પ્રકરણો સમજી શકાય છે પરંતુ નૈતિક મૂલ્ય, શિસ્ત, બોલતા અને તવફશિક્ષલ કરતા ફક્ત શિક્ષકો પ્રાયોગિક રીતે જ શીખવી શકે છે.
૧૦. Online education તમે તમારી શાળા માટે કઈ રીતે મુમકીન કર્યું છે ?
– અમે અમારી શાળામાં ઓનલાઈન એજ્યુકેશન માટે edmodo એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેના દ્વારા શિક્ષકો પોતે બનાવેલા વીડિયો મોકલે છે અને હોમવર્ક પણ આપે છે આ હોમ વર્ક દરરોજ વ્યવસ્થિત રીતે તપાસવામાં પણ આવે છે, તદુપરાંત વાલીઓ પણ આ વીડિયો જ્યારે ઈચ્છે ત્યારે જોઈ શકે છે તેમજ ધોરણ ૧૦ માટે અમોએ Google meet પર education આપવાનું શરૂ કર્યું છે જેથી વિદ્યાર્થીઓ પોતાના doubt ત્યારે ને ત્યારે જ સોલ્વ કરી શકે છે. તથા ગુજરાતી માધ્યમ માટે અમે લોકોએ વિદ્યાર્થીઓને TopScorer app પણ પ્રોવાઇડ કરી છે જેના dashboard નું સંપૂર્ણ નિયંત્રણ અમે કરી શકીએ છીએ. નર્સરી થી લઈ ધોરણ ૧૦ સુધીના તમામ વિદ્યાર્થીઓ આ ઓનલાઇન એજ્યુકેશન નો લાભ ખૂબ સરસ રીતે લઈ રહ્યા છે.
મધર્સ પ્રાઈડ સ્કૂલ બાળકોને સમજાય તે રીતે ભણાવવાનો પૂરો પ્રયાસ કરે છે: આનંદ વાળા(શિક્ષક)
૧. ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ સાથે તમે કનેક્ટ કઈ રીતે થાઓ છો?
– ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થવા માટે અમે edmodo એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત Google meet દ્વારા પણ તેઓના Doubt સોલ્વ કરીએ છીએ.
૨. તમે જે તમારું ૧૦૦% આપો છો, તે બાળકો સુધી પહોંચે છે કે નહીં ?
– પારંપરિક શિક્ષણની જે પદ્ધતિ છે એના કરતાં આ ઓનલાઈન શિક્ષણ સહેજ પાછળ પડે ભલે આપણે ટેક્નોલોજીનો ઉપયોગ વર્ગમાં કરીએ પરંતુ જ્યાં સુધી બાળક અમારી સમક્ષ લાઈવ ન હોય ત્યાં સુધી અમારું ૧૦૦% પહોંચવું મુશ્કેલ છે.
૩. શિક્ષક તરીકે તમે આ સ્થિતિમાં કઇ-કઈ તકલીફનો સામનો કરો છો ?
– જો ટેક્નિકલી તકલીફની આપણે વાત કરીએ તો નેટ કનેક્ટિવિટી એ એક મોટી સમસ્યા છે. આ ઉપરાંત વિડિઓ બનાવવા, પ્રશ્નો જવાબ ફાઇલ દ્વારા બાળકને પહોંચાડવા અને તે વર્ક કરીને જ્યારે ફોટો મોકલે ત્યારે તે તપાસવામાં મુશ્કેલીનો સામનો કરતા હોઈએ છે કારણ કે બધા વિદ્યાર્થીઓ પાસે સારો કેમેરો હોય તેવો મોબાઈલ હોતો નથી.
૪. તમારા મતે શાળાઓ શરૂ થવી જોઈએ ?
– પ્રાથમિક વિભાગ જો આ પરિસ્થિતિમાં શરૂ ન થાય એ જ યોગ્ય રહેશે, પરંતુ ધોરણ ૯ અને ૧૦ માં જો પૂરતી કાળજી લઈને શરૂ કરવામાં આવે તો ઓનલાઈન શિક્ષણમાં પડતી અગવડનો સામનો તેમણે કરવો ન પડે આ ઉપરાંત ધોરણ ૧૦ બોર્ડ અને ધોરણ ૯ એ ધોરણ ૧૦ નો પાયો હોવાથી બની શકે તો એ શરૂ કરી શકાય.
૫. ભણતરનો જે સાચો અર્થ છે તે કઈ રીતે જાળવવાનો પ્રયત્ન કરો છો ?
– ભણતરનો સાચો અર્થ તો વિદ્યાર્થી જ્યારે જીવનલક્ષી શિક્ષણ મેળવે ત્યારે જ શક્ય બને જે માત્ર ને માત્ર વર્ગમાં જ શક્ય બને. છતાં અમારી શાળા એટલે કે મધર્સ પ્રાઇડ સ્કૂલ – ઉપલેટા દ્વારા હેલ્થ માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાય છે તેમજ દરરોજ સવારે અતતયળબહુ દ્વારા કોઈ પણ કાર્યની શરૂઆત ઈશ્વરની આરાધનાથી જ કરવી જોઈએ તેવુ બાળકો સમજે અને શીખે તેવા અથાગ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ તેમજ આચાર્ય અને ડિરેકટર દ્વારા કરાય છે.
સાંપ્રત પરિસ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોને ભણાવવા તે સારી બાબત: નીતિ શેઠ(વાલી)
કોરોના ની આ ભયાનક પરિસ્થિતિમાં બાળકોનું એજ્યુકેશન એક ખૂબ જ વિકટ સમસ્યા છે અને પરિસ્થિતિનું નિર્માણ જ તેવું થયેલ છે કે તેનો સામનો કરવો અનિવાર્ય છે જેથી દરેક શાળાએ અલગ-અલગ માધ્યમનો ઉપયોગ કરી સ્ટુડન્ટ સાથે જોડાવાનો સફળ પ્રયત્ન કરેલ છે. તેમાં અમારી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ તે જ દિશામાં અગ્રેસર છે. વિદ્યાર્થીઓ ટેબ્લેટ દ્વારા પોતાનો અભ્યાસ કરી રહ્યા છે શરૂઆતમાં આ પદ્ધતિ બાળકો તથા તેમના પેરન્ટ્સ માટે પડકારજનક સાબિત થઇ હતી પરંતુ સમય સાથે પરિસ્થિતિને અનુકૂળ થઈ ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું છે. પેરેન્ટ્સ ને પણ સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરી સ્ટુડન્ટ અને શાળા વચ્ચે સેતુનું કાર્ય કરવું પડ્યું છે કારણકે વાલીઓના સાથ અને સહયોગ વગર આ શક્ય નથી ખાસ કરીને નાના બાળકો માટે.
શાળા સાથે કઈ રીતે વાતચીત અને કોમ્યુનિકેશન કરવામાં આવે છે ?
મધર્સ પ્રાઇડ શાળાનો સંપૂર્ણ સ્ટાફ સો ટકા કમિટમેન્ટ આપી રહ્યો છે ઓનલાઈન એજ્યુકેશન માટે કોરોના ના કેહરની વિકટ પરિસ્થિતિમાં બાળકોને સૌપ્રથમ તો પોતપોતાના ઘર સુધી જરૂરી ટેક્સ બુક પહોંચાડેલ છે. એડ મોડો એપ્લિકેશન દ્વારા બાળકોનો અભ્યાસ સહેલાઈથી થઇ રહ્યો છે શિક્ષકો તેમાં સફળતા પૂર્વક ઓડિયો તથા વીડિયો મોકલે છે અને તે પણ એકદમ સરળતાપૂર્વક જેથી કરીને બાળકોને તેવું જ અહેસાસ થાય કે તેઓ લાઈવ જ લેક્ચરર એટેન્ડ કરી રહ્યા છે સ્ટુડન્ટ પણ બધું વ્યવસ્થિત સમજીને હોમ વર્ક મેઈલ દ્વારા પરત મોકલે છે જો કોઈ પણ પ્રશ્ન પેરેન્ટ્સને સ્ટુડન્ટને ઉદ્ભવે તો ઝાલાસર તથા ફેકલ્ટી તેનું તરત જ નિરાકરણ કરી આપે છે ટૂંકમાં સમયને આધીન રહીને અત્યારે બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.
કોરોનાના કારણે અભ્યાસમાં મોટી અસર થઈ: યતીનભાઈ ગરાળા(આચાર્ય)
ખરેખર અભ્યાસમાં ખૂબ જ અસર થઈ છે. વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણેક મહિનાથી અભ્યાસથી સાવ વંચિત હોવાથી અગાઉ શીખવાડેલું બધું જ ભૂલી ગયા છે. વિદ્યાર્થીઓને સારું ભણતર આપવા માટે ઓનલાઈન એજ્યુકેશન કેટલી હદે સક્ષમ થયું છે?
સરકાર શ્રી નો પ્રયત્ન ખૂબ સારો છે પણ દરેક સ્કૂલની અને દરેક શિક્ષકોને ભણાવવાની પદ્ધતિ અલગ અલગ હોવાથી વિદ્યાર્થીઓ જોઈએ તેટલું મેળવી શકતા નથી.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન ના કારણે આવેલી દુરી ના લીધે ભણતર પર શું અસર થઈ છે??
ખરા અર્થમાં જોઈએ ને તો જે શિક્ષણ વર્ગમાં આપવામાં આવે તેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ શિક્ષણ નથી. ઓનલાઈન એજ્યુકેશન ને કારણે વિદ્યાર્થીઓમાં શિસ્ત નું ઘડતર કરી શકાતું નથી્
તમારા મતે શાળાઓ ખોલવી જોઇએ કે નહીં અને ખુલે તો કયા કયા precautions લેવામાં આવશે?
દરેક વિદ્યાર્થી વાલી અને શિક્ષક ઈચ્છે છે કે શાળાઓ ખુલે. પણ કોરોના મહામારી ને કારણે એ શક્ય નથી એ પણ આપણે જાણીએ છીએ. છતાં પણ સરકારશ્રીની નિષ્ણાતોની ટીમ જે નક્કી કરે એ મુજબ પૂરેપૂરી સાવચેતીથી પ્રાયોગિક ધોરણે સમયાંતરે અમુક શાળાઓ શરૂ કરી શકાય. અને ત્યારબાદ બીજી શાળાઓ શરૂ કરવી કે નહીં તે વિચારી શકાય.
વાલીઓ કેટલો ભોગ દે છે?
વાલીઓની સ્થિતિ પણ મૂંઝવણભરી છે. ઘણા ઘરમાં બે સંતાનો ભણે છે અને સ્માર્ટફોન એક જ હોય છે અને બે સંતાનના ઓનલાઇન લેક્ચર ચાલુ હોય છે. ઘણા ઘરમાં નેટવર્ક ની તકલીફ છે તો ઘણા વાલીઓને સ્માર્ટફોન હેન્ડલ કરતા પણ નથી આવડતું. અને તેની સામે ઘણા વાલીઓ ઓનલાઈન એજ્યુકેશનનો આગ્રહ રાખે છે.
જે બાળકો આ વર્ષે બોર્ડ માં આવશે તો તેમને તેમના કોર્સ અને ભણતર પર શી અસર થશે?
અક્ષતૂયિ: એ તો સરકાર પર આધાર રહેશે કે શાળા શરૂ થયા પછી કેટલો કોર્સ રાખવો અને ક્યારે પરીક્ષા લેવી?? એવું પણ બને કે અત્યારે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી રહ્યા છે તે કદાચ કોર્સમાં ન પણ આવે. એટલે બોર્ડના વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે મુશ્કેલીમાં જ છે.
વિડિયો સાથેના ભણતરથી વિદ્યાર્થીમાં શું ઉણપ કે ખોટ રહે છે?
અક્ષતૂયિ: જો વર્ગમાં ક્યારેક વિડીયો લેકચર આવે ને તો વિદ્યાર્થીઓ ખરેખર એન્જોય કરે. પણ અત્યારે તો માત્ર મોબાઇલમાં જ કે ટીવી માં વિડીયો લેકચર જોઈને બાળકો કંટાળી ગયા છે. ઉપરાંત તેની આંખો બગડવાની સંભાવના છે અને બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી ગયું છે. બાળકો વિડીયો લેકચર જોતા જોતા ક્યારે ગેમ રમવા માંડે છે એ પણ વાલીને ખબર નથી હોતી.
તમે તમારી શાળામાં ઓનલાઈન એજ્યુકેશન કઈ રીતે સાર્થક કર્યું??
અમારી શાળાએ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ચિંતા કરી અને શિક્ષકો સાથે મળીને તેના વિડીયો બનાવ્યા અને ત્યારબાદ તેને youtubeમાં અપલોડ કર્યા. ઝુમ એપ્લિકેશન માં ઘણા વાલીઓની ફરિયાદ હતી એટલે યુટ્યુબના માધ્યમથી શિક્ષણ શરૂ કર્યું જેથી વિદ્યાર્થીઓ તેના સમયે અને ગમે તેટલીવાર લેક્ચર જોઈ શકે.
ઓનલાઈન શિક્ષણમાં બાળકોને પ્રશ્ર્ન ઊદ્ભવતા મેસેજ અથવા ફોન કરે છે: સંદિપ સોજીત્રા
અત્યારે બાળકો સાથે ડાયરેક્ટ કનેક્ટ થવાનો પ્રશ્ન જ નથી્. અમે ટાઈમ ટેબલ મુજબ ઓનલાઇન લેક્ચર મૂકીએ છીએ અને જે બાળકોને કંઇ પ્રશ્ન હોય તે અમને મેસેજ કરે છે અથવા ફોન કરે છે અને અમે તેની મુંઝવણ દૂર કરીએ છીએ.
શું તમે તમારું ૧૦૦ % આપો છો અને તે બાળકો સુધી પહોંચે છે કે નહીં??
ખરેખર બાળકો સામે હોય ત્યારે ભણાવવું અને કેમેરા સામે શિક્ષણ આપવું તેમાં ઘણો તફાવત છે. છતાં અમે સો ટકા આપવાની કોશિશ તો કરીએ જ છીએ પણ જ્યારે બાળકો અમારી સામે આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર તે બાળકે કેટલું ગ્રહણ કર્યું છે.
શિક્ષક તરીકે તમે હાલની સ્થિતિમાં કઈ કઈ તકલીફોનો સામનો કરો છો?
સૌથી મોટી તકલીફ તો પગારની છે. અમે જાણીએ છીએ શાળાની પણ મજબુરી છે. શાળા પાસે બાળકોની ફી નથી આવતી નથી અને શાળા અમને પૂરો પગાર કરી શકતી નથી. અને કેમેરા સામે બનાવટી હાવભાવ કરી ને ભણાવવું પણ પસંદ નથી પડતું.
તમારા મતે શાળાઓ ચાલુ થવી જોઈએ?
અમે તો ઈચ્છીએ છીએ કે શાળાઓ શરૂ થાય પણ કોરોના સંક્રમણ ન વધે એ પણ આપણે જોવું જોઈએ.
ભણતરનો જે સાચો અર્થ છે તે જાળવવા તમે કઈ રીતે પ્રયાસ કરો છો??
આના માટે અમે વાલીઓનો અને વિદ્યાર્થીઓનો ફોનમાં સંપર્ક કરીએ છીએ. અને એજ્યુકેશન નો સાચો અર્થ જળવાઈ રહે તેવી કોશિશ કરીએ છીએ.
ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ તકલીફ પડે છે: બકુભાઈ પોપલીયા(વાલી)
ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું બાળક કઈ રીતે ભણે છે અને તમારો સહયોગ શું છે? એક વાલી તરીકે સાચી વાત કહું ને તો ખરેખર ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ તકલીફ પડે છે. અમને સમય નથી હોતો અને બાળક તેની મેળે ભણે છે હવે તે કેવું ભણે છે અને શું ભણે છે તેને જ ખબર હોય છે.
ઘણીવાર નેટવર્ક ની તકલીફ અને ઘણીવાર ઇન્ટરનેટ ની તકલીફ પડે છે. છતાં શાળા તરફથી જે પ્રયાસ થાય છે તેમાં અમને સંતોષ છે.
તમે શાળા સાથે કઈ રીતે કોમ્યુનિકેશન કરો છો?
જ્યારે અમારી જાણમાં આવે કે અમારા બાળકને અભ્યાસમાં કંઇ પ્રશ્ન છે ત્યારે ફોન દ્વારા શાળાનો કે શિક્ષક નો સંપર્ક કરીએ છીએ.
ગામડામાં ઈન્ટરનેટની ખામીના લીધે ઓનલાઈન એજયુકેશન સંપૂર્ણ પણે શકય નથી: આર.આર. પંચાલ મદદનીશ (શિક્ષક)
અબતક સાથેની વાતચીત દરમિયાન કે.એન. શાહ મોડાસા હાઈસ્કુલના મદદનીશ શિક્ષક આર.આર. પંચાલએ જણાવ્યું હતુ કે કોરોનાના કારણે દરેક ક્ષેત્રને અસર થઈ છે. શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી. લોકડાઉન દરમિયાન અમે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે વોટઅપ ગ્રુપ બનાવી શિક્ષકો દ્વારા વિડિયો બનાવી યુ ટયુબ પર અપલોડ કરી તેમને મોકલાવામાં આવે છે
ઓનલાઈન ટીચીંગમાં બધા જ વિદ્યાર્થીઓ સંપૂર્ણ પણે ધ્યાન આપે તે શકય બનતું નથી. અને ગામડામાં નેટવર્ક પ્રોબ્લેમ હોય ઉપરાંત ફોન હોય નહી ત્યારે ઓનલાઈન એજયુકેશન આપવું પૂરેપૂરૂ શકય નથી.
બાળકોની શિક્ષણ પ્રત્યેની રૂચી જળવાઈ રહે તે માટે ઓનલાઈન એજ્યુકેશન જરૂરી વિકલ્પ: મનીષભાઈ જોશી(આચાર્ય)
અબતક સાથેની વાતચીત દરમિયાન કે.એન. શાહ મોડાસા હાઈસ્કુલના પ્રિન્સીપાલ મનીષભાઈ જોશીએ જણાવ્યું હતુકે કોરોનાના કારણે તમામ ક્ષેત્રને અસર પહોચી હતી ત્યારે સરકારના આદેશ અનુસાર શૈક્ષણીક કાર્ય બંધ છે. તેથી બાળકોનાં શિક્ષણ પર તેની અસર પહોચી છે. હાલમાં ઓનલાઈન એજયુકેશન થકી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. તે કેટલું સફળ છે. તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે મને એવું લાગે છે કે કલાસ રૂમનો પર્યાય ઓનલાઈન એજયુકેશન તો બની ન શકે. કારણ કે શાળામાં શિક્ષક અને બાળક વચ્ચે ટુ વે કોમ્યુનીકેશન થતું હોય જયારે હાલ ઓનલાઈન એજયુકેશનના કારણે તેમાં થોડી અસર પહોચી છે. પરંતુ બાળકો અભ્યાસથી વંચીતન રહે તે માટે આ સારો વિકલ્પ છે.
માતા પિતા તરીકે જવાબદારી વધી ગઇ છે, ઓનલાઇન શિક્ષણ મુશ્કેલ: જતીનભાઇ (વાલી)
માતા-પિતા તરીકે, ઓનલાઇન એડયુકેશનના કારણે બાળકોની જવાબદારી વધી ગઇ હોય તેવું લાગે છે. આ અંગે અબતક સાથેની વાત ચીતમાં પહેલા ધોરણમાં ભણતા એક બાળકના પિતા જતીનભાઇએ જણાવ્યુ કે પહેલા ભણતર માટે શાળાઓ જ જવાબદાર હતી પણ હવે એમનો ભાગ શિક્ષક તરીકે વધી ગયો છે. સ્કીન સામે તેમનું બાળક વધારે સમય વિતાવે છે ચિંતા બધાના મનમાં હશે પણ આમના મતે, વિદ્યાર્થી અગર સ્ક્રીન વળે ભણશે નહી તો પણ તે બીજા પ્રવૃતિમાં ફોન નાં ઉપયોગ કરવાનો જ છે. એટલે એક રીતે આ સારું જ છે. બધી નેગેટીવીટી વચ્ચે પોઝિટીવીટી તરફ આપણુ ધ્યાન દોરવા એક વિદ્યાર્થીના પિતાએ શીખાવ્યું.
વિદ્યાર્થીઓ વગર ભણાવવું મુશ્કેલ છતા અમે અડગ: ખારાંશુ કારીયા (શિક્ષક)
ભણતર પર કોરોનાની અસર માટે અબતક સાથેની વાત ચીતમાં વેદાંત કલાસિસના ખારાંશુભાઇ જણાવ્યુ કે એક વિદ્યાર્થીની ઇચ્છા ભણાવવાની હશે તો આ સ્થિતી એને ભણતરથી દૂર નથી કરી શકતી. વિદ્યાર્થીઓની આકાનશા, માતા-પિતાનો ભોગ અને શિક્ષકોની મહેનત મળીને આવી ગંભીર સ્થિતીમાં પણ ભણતરને ચાલુ રાખવામાં મદદ રૂપ થાય છે.
ઓનલાઇન શિક્ષણથી છાત્રોને કશી ગતાગમ પડતી નથી
શિક્ષણ જગતને કોરોનાની મોટી અસરો થવા પામી છે: ધર્માબેન ઠાકર
શ્રી દ્વારીકાધીશ બાલઘરનાં ધર્માબેન ઠાકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાની સ્કુલ પર માઠી અસરો જોવા મળી છે. ખાસ તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે માટે વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોનાં ભવિષ્ય પર પણ ખરાબ અસર લાગી છે. હજુ હાલની પરિસ્થિતિમાં શાળા બંધ રહે તેજ સરળ રહેશે. સાથો સાથ ફી માટે વાલીને દબાણ કરવામાં આવતું નથી. ઓનલાઈન શિક્ષણમાં વાલીઓ સહકાર આપે છે પરંતુ અમુક લોકો પાસે ફોન પણ નથી.
આળસ ઉડાડી ફરી શાળા નિયમિત કરવી અઘરી પડશે: પાયલબેન બારાઈ
ડી.એસ.સી. પબ્લીક સ્કુલનાં પ્રિન્સીપાલ પાયલબેન બારાઈએ જણાવ્યું કે, નાના બાળકોને ચેપ લાગે છે જેથી ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ઓનલાઈન શિક્ષણ પ્રણાલી દરેક વ્યકિત માટે શકય નથી તેથી નવા નીતિ-નિયમો સાથે શાળા શરૂ થવી જોઈએ. ખાસ તો વિદ્યાર્થીઓને આળસ પણ ચડી જશે. તેથી તેમની આળસ ઉડાડી ફરી તેઓને શાળામાં લાવવા પણ મુશ્કેલ બનશે.
દરેક વાલી પાસે સ્માર્ટફોન નથી હોતા જેથી ઓનલાઈન શિક્ષણ અઘરૂ છે: વિશાલભાઈ
સાધના મંદિર વિદ્યાલયનાં પ્રિન્સીપાલ વિશાલભાઈએ જણાવ્યું કે, છેલ્લા ૩ માસથી શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ છે. જેથી બાળકો ઘરમાં જ પુરાયેલા છે. આ ઉપરાંત માસ પ્રમોશન મળતા બાળકો રાજી થયા પરંતુ ભાવિ પર અસરો થવા પામી છે. ઓનલાઈન શિક્ષણ એક રીતે સારું છે કે જેથી બાળકો સુરક્ષિત રહે પરંતુ વિચારવાની બાબત એ છે કે, ઘણા વાલીઓ પાસે સ્માર્ટફોન પણ નથી. તેની અમુક વિદ્યાર્થીઓ માટે તે શકય નથી. તેથી શાળા હવે નવા નીતિ-નિયમો સાથે શરૂ થવું જોઈએ. બાળકો બોર્ડમાં આવવાના છે ત્યારે આવનાર સમયમાં બાળકોને ફ્રેસ ટુ ફ્રેસ શિક્ષણ મળે તે આવશ્યક છે.
ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન શિક્ષણ પણ જરૂરી: નીયા રેજી-આદિત્યબિરલા પબ્લીક સ્કૂલ (પ્રિન્સીપાલ-ગીર સોમનાથ)
આદિત્યબિરલા પબ્લીક સ્કૂલના પ્રીન્સીપાલ નીયા રેજીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે.. ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીત મહેનત કરીને નોલેજ આપે છે. વિદ્યાર્થીઓને પ્રશ્ર્નોતરી પણ કરે છે. વિદ્યાર્થીઓને જે કાઇ પ્રશ્ર્ન હોય તો તેમનું નિરાકરણ પણ શિક્ષકો ઓનલાઇન કરે છે હવે ફકત જરૂર છે તે એ માત્ર વાલીઓના સહકારની અત્યારે ટેકનોલોજીની સમય ત્યાંના બાળકો પણ ઓનલાઇન શિક્ષણ
મેળવે છે આપણા બાળકો કેમ નહી! અત્યારનો સમય એવો છે કે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માટે થોડી સહયોગ આપવા વિનંતી અમે ઓનાઇન કલાસમાં અમે નાના બાળકોને જોડયા નથી ફકત મોટા બાળકોને જ જોડીયા છે.
જે જ્ઞાન વર્ગખંડમાં મળે તે ઓનલાઇન ન મળી શકે: પરેશ કપુરીયા (શિક્ષક-આત્મીય વિદ્યા સંકુલ-પડધરી)
આત્મીય વિદ્યા સંકુલના શિક્ષક પરેશભાઇ કપુરીયા એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં જે સ્કુલો બંધ છે. જે જ્ઞાન વિઘાર્થી કલાસમાં બેસીને મેળવી શકે છે તેવું જ્ઞાન કદાચ ઓનલાઇનથી ન મળવી શકે પરંતુ વિઘાર્થીઓનું શિક્ષણ ના બગડે તેમ જ વિષયથી વિમુખના થાય તે માટે શાળા સંકુલ દ્વારા આ ઓનલાઇન વિડીયો મારફતે શિક્ષણ આપવામાં આવે છે.
ઓનલાઇન એજયુકેશનમાં વિઘાર્થીઓની મુંઝવણ દુર કરી શકાતી નથી: સુમિત રાઠોડ (શિક્ષક-આત્મીય વિદ્યા સંકુલ-પડધરી)
આત્મીય વિદ્યા સંકુલ ના શિક્ષક સુમિત રાઠોડ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં શાળાઓ સઁપૂર્ણ રીતે બંધ હતું ત્યારે શાળા તરફથી ઓનલાઇન એજયુકેશન આપવામાં આવે છે. વિઘાર્થીઓ ઓનલાઇન કલાસમાંથી શિક્ષણ મેળવે છે. પરંતુ જે કલાસમાં ભણાવીને પ્રતિસાદ મળે છે તે મળી શકતું નથી.
ગ્રામ્ય વિસ્તારના વાલીઓ ઓછા શિક્ષિત હોવાથી બાળકની મદદ નથી કરી શકતા: દિનેશ જરીયા (વાલી-પડધરી)
દિનેશભાઇ જારીયા (વાલી) એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે આત્મીય વિઘા સંકુલમાં મારું બાળક ભણે છે. વાલીઓ ઓછા શિક્ષિત હોય છે જેનાથી ઓનલાઇન એજયુકેશનમાં બાળકોને પ્રોત્સાહન આપી શકતા નથી. તેમજ બાળકો મોબાઇલ સામે લાંબો સમય બેસે તો તેમની આંખોને અને સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.
અમારૂ બાળક હાજર ન હોય તો પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે: હિરલબેન પટેલ (વાલી-ગીર સોમનાથ)
વિદ્યાર્થીના વાલી હિરલબેનએ અલબત સાથેની વાતમાં જણાવ્યું હતું કે.. કોરોનાની મહામારીમાં વાલીઓને એક પ્રશ્ર્ન મુંજવે છે કે બાળકોને શિક્ષણ કેવી રીતે મળશે પરંતુ ઓનલાઇન એજયુકેશન શરૂ થવાથીએ પ્રશ્ર્ન પણ હલ થઇ ચુકયો છે. પરંતુ બધા વિદ્યાર્થીઓ એન્ડરોઇડ મોબાઇલ લઇ શકતા નથી જેથી તેઓ વંચીત રહે છે. પરંતુ સરકાર પણ ઓનલાઇન એજયુકેશનમાં મદદરૂપ થાય છે. દુરદર્શન જેવી ચેનલોમાં ઓનલાઇન ચલાવે છે. સ્કૂલ દ્વારા ખૂબ
સારૂ એજયુકેરસન આપે છે. કોઇ વિદ્યાર્થી ઓનલાઇન કલાસમાં હાજર ન રહી શકયો હોય તો તરત જ વોટસએપ મારફતે પિડીએફ મોકવીને નોલેજ આપે છે. સાવ ન ભલે તેના કરતાં ઓનલાઇન થોડું ભણે નોલેજ તો મેળવી શકે ને.
ઓનલાઈન શિક્ષણ જ્યારે બાળકોને મળે ત્યારે બાળક તે મુદ્દાને સમજી શકે છે કે કેમ? એ જાણવું જરૂરી: યોગેશભાઈ સથવારા (વાલી)
ઇડરમાં ઓનલાઈન શિક્ષણને લઇ વાલી એ અબતક સત્યે વાતચીત કરી હતી જેમાં તેવો એ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને લઈને પોતાના બાળક ઘરેથી ભણે તો વધારે સારું હોવાનું કહી રહ્યા છે. જયારે ડિસીપ્લીન અને કડકાઈ શાળામાં શિક્ષકની હાજરીમાં જ અભ્યાસ મળે તેવું પણ માની રહ્યા હતાં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન એકલા ભારત પુરતો નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે છે, જેથી વૈશ્વિક સ્તરે વિશ્વના દેશો જે રીતે ઓનલાઈન બાળકોના અભ્યાસ માટે પગલાં લે તેવા પગલાં આપણી સરકારે પણ લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.હાલ ઓનલાઈન શિક્ષણ જ્યારે બાળકોને મળે તયારે બાળક તે મુદ્દાને સમજી શકે છે કે કેમ ? એ જાણવું જરૂરી .જો આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઘણી સમસ્યાનું નિવારણ ત્વરિત થઈ જશે. હાલ ની સ્થિથી માં જ્યારે શાળા કોલેજો અને કલાસીસ બંધ છે તયારે ઓનલાઇન શિક્ષણ એ તેની કમી દૂર કરી છે.
બાળકોને ઓનલાઈન શિક્ષણથી ખૂબ મજા આવે છે અને નવું નવું શીખવા માટે બાળક ઉત્સુક હોય છે: રાજુલબેન રાવલ (શિક્ષિકા)
અબતક સાથે વાતચીત કરતા ઇડરના રાવલ રાજુલા બેનને જણાવ્યું હતું કે, બાળકો ભણે છે અમે પણ બાળકોને વોટશોપની માધ્યમથી જરૂરી માહિતી આપીએ છીએ. તેવોના જાણવા મુજબ બાળકોને ઓનલાઈન શિક્ષણથી ખૂબ મજા આવે છે અને નવું નવું શીખવા માટે બાળક ઉસુખ હોય છે સામાન્ય દિવસ કરતા બાળક વધુ અભ્યાસ કરે છે અને નવું જાણવા ઉત્સુક પણ રહે છે. આ સમય ઓનલાઇન શિક્ષણ આપવાથી વિધાર્થી ટેકનો સેવી પણ થજ રહ્યો છે જે આગામી દિવસોમાં બાળકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
ગામડાઓમાં નેટના પ્રોબ્લેમ અને વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોવાથી અભ્યાસ પર પડે છે અસર : હિતેન્દ્ર પરમાર (આચાર્ય)
સાબરકાંઠાના ઇડર તાલુકાના સ્ટેશન શાળા ૩ ના આચાર્ય હિતેન્દ્ર ભાઈ પરમાર ઓનલાઈન શિક્ષણ વિસે માહિતી આપતા જંવ્યું હતું કે હાલની સ્થિથીમાં આ શિક્ષણ બાળકો માટે અત્યંત ઉપયોગો સભીત થયું છે. બાળકો ઓનલાઈન થી ભણે છે તથા શિક્ષક પણ બાળકોને સમજાય તે દિશા માં ભણાવે છે. સાથે શિક્ષકો પણ વોટશોપ ધ્વરા જોડાઈ ને યોગ્ય મારર્ગદર્શન પૂરું પાડે છે. તેમના જણાવ્યા મુજબ વાલીઓ નો સાથ અને સહકાર પણ ખૂબ વધુ પ્રમાણ માં માડી રહયો છે. આમ ઓનલાઈન શિક્ષણ હાલમાં ચાલતી મહામારીમો ઉત્તમ સાબિત થઈ છે આ બાબતે વાલીએ પણ સજાગ રહેવું પડે વધુમો ઘણા ગામડાઓમો નેટના પ્રોબ્લેમ હોય છે અને વાલીઓ પાસે એંરોઇડ મોબાઈલ પણ હોતા નથી ત્યારે બાળકોને કેવી રીતે અભ્યાસ કરવો તે પણ એક પ્રસન્ન છે.
ઓનલાઇન શિક્ષણથી માસુમ વિદ્યાર્થીઓની જિંદગી દોઝખ બની જશે: ડો. પરકીન રાજા
સૌરાષ્ટ્રયુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય, રાજકોટ બાર એશોસીએશનના પુર્વ સભ્ય ને ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી ડો.પરકીન રાજા જણાવ્યુ છે કે ગઈ કાલે શહેરની ધોરણ ૮ની વિદ્યાર્થીની એ ઓનલાઈનશિક્ષણ થી કંટાળી ત્રાસી ને આપઘાત કરી લીધો. આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબતી સમાન છે. અને જો શિક્ષણ વ્યવસ્થા માં પરિવર્તન ન કરાય તો અજંપો વધશે ને આવા બનાવોનુ પુનરાવર્તન થશે. કોઈ પણ પ્રકારે સંસ્થા ચાલુ ન હોયતો
વાલી પાસેથી તગડી ફી કેમ વસુલવી તેનો આ ઓનલાઈનશિક્ષણ ના નામે તોડ કાઢયો છે.! આના માટે કોઈ જ માર્ગદર્શીકા નથી ઘડાઈ. સૌ સંસ્થા ઓ મનસ્વીપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરીને પોતાની દુકાન ચાલુ કરી દીધી છે. જેનો ભોગ હજારો વિદ્યાર્થીઓ અને વાલી ઓ બન્યા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ઓનલાઈન શિક્ષણ માટે વાલી ઓ પાસે સગવડતા હોય કે ન હોય મોંઘો આઈ ફોન કે એન્ડોઈડ ફોન લેવો પડે છે, જે લોકડાઉન જેવી વિષમ પરિસ્થિતિમાં કેટલું આકરું છે તે વાલી જ જાણે…!,લોકડાઉન થી સતત ત્રણ મહીના થી ધંધા રોજગાર વિના ના વાલી ઓ માટે આ નવી આફત છે, ઓનલાઈન શિક્ષણ માટે જેને ઈન્ટરનેટ નુ જ્ઞાન નથી એવા વાલી ઓ ને વિદ્યાર્થીઓ ને ભયંકર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, ોટા ભાગે બધાજ નેટવર્કમાં ખામી ઓ ને અનિયમિતતા ને લઈ ને વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંવાદ ન સ્થાપિત થતા વિદ્યાર્થી ઓ તણાવ માં રહે છે ને તેનુ અધુર કાર્ય તેને જાતે કરવુ પડે અથવા વાલી ની મદદ લેવી પડે એ ઉલ્લેખનીય છે કે દરેક પરિવાર માં બધા જ શિક્ષિત નહોય, નિયમિત ઓનલાઈન શિક્ષણ થી એક કે બે જીબી કે વધુ ડેટા વપરાય છે ! જે સામાન્ય કે ગરીબ પરિસ્થિતિ ના વાલી ઓ માટે અસહ્ય છે. યા તો કોઇ ની પાસે ઉછીના પૈસા લઇ આ પ્રણાલી ને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. મારી સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ઓનલાઈન શિક્ષણની ચોકકસ માર્ગદર્શીકા ઘડવી જોઈએ…અને તેને તાતકાલિક મરજિયાત ઘોષિત કરવુ જોઈએ. માનો કે અભ્યાસના દિવસો બગડયા તો બાકીના સત્ર માં શનિ રવિ કે તહેવારો ની રજા માં એડજેસ્ટમેન્ટ કરી શકાય. કોઇ અશકય નથી. માત્ર વિજ્ઞાનપ્રવાહ સિવાય બધાજ ધોરણોમાં આ શકય છે. એક બાજુ ભારવિનાનુભણતરનો દાવોને બીજી બાજુ ભણતરના ભારથી વિદ્યાર્થી ને મોત વ્હાલું કરવુ પડે?સરકાર વાલી ઓ ને વિદ્યાર્થીસંગઠનો એ આ બાબતે અવાજ ઉઠાવવો જ રહયો.
બાળકોને સારા – ખરાબનું જ્ઞાન નહીં હોવાથી ભાવિ પેઢી બગડી શકે: દેવચંદ આલગિયા-વાલી (દામનગર)
દામનગરના દેવચંદભાઈ આલગિયાએ વાલી તરીકે જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણથી બાળકો નું ચરિત્ર બગડશે તેવું લાગી રહ્યું છે. જિજ્ઞાસા વૃત્તિ વધુ હોવા થી બાળકો ઓન લાઈન શિક્ષણ કરતા ગેમ કે અન્ય રવાડે ચડી જશે તેનું સહજ કારણ એ છે કે બાળકો ની જિજ્ઞાશા વૃત્તિ સતેજ હોય છે અને સારા – ખરાબ નું જ્ઞાન નહીં હોવાથી ભણતર ને બદલે અન્ય રસ્તે વળી શકે છે. આ મહામારી માં વિકલ્પરૂપે આ નિર્ણયને સ્વીકારીએ છીએ પણ કાયમી ધોરણે તો ખુબ જ વિસંગગતા ભરેલી પદ્ધતિ હોવાથી સ્વીકાર કરી જ શકીએ. તેમણે કહ્યું હતું કે ગરીબ પરિવાર ના ત્રણ સંતાનો અભ્યાસ કરતા હોય તો નેટ, ઓન લાઈન ઇન્સ્ટ્રુમેન્ટની સગવડ ક્યાંથી કરી શકે તે એક મોટો સવાલ છે.
ઘરમાં ચૂલો સળગાવવો મુશ્કેલ છે ત્યારે ઓનલાઈન બાળકોને ક્યાંથી ભણાવીએ?: વિનુભાઈ બારડે – વાલી (દામનગર)
દામનગરના દેવચંદભાઈ આલગિયાએ વાલી તરીકે જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણથી બાળકો નું ચરિત્ર બગડશે તેવું લાગી રહ્યું છે. જિજ્ઞાસા વૃત્તિ વધુ હોવા થી બાળકો ઓન લાઈન શિક્ષણ કરતા ગેમ કે અન્ય રવાડે ચડી જશે તેનું સહજ કારણ એ છે કે બાળકો ની જિજ્ઞાશા વૃત્તિ સતેજ હોય છે અને સારા – ખરાબ નું જ્ઞાન નહીં હોવાથી ભણતર ને બદલે અન્ય રસ્તે વળી શકે છે. આ મહામારી માં વિકલ્પરૂપે આ નિર્ણયને સ્વીકારીએ છીએ પણ કાયમી ધોરણે તો ખુબ જ વિસંગગતા ભરેલી પદ્ધતિ હોવાથી સ્વીકાર કરી જ શકીએ. તેમણે કહ્યું હતું કે ગરીબ પરિવાર ના ત્રણ સંતાનો અભ્યાસ કરતા હોય તો નેટ, ઓન લાઈન ઇન્સ્ટ્રુમેન્ટની સગવડ ક્યાંથી કરી શકે તે એક મોટો સવાલ છે.
ટૂંક સમયમાં સરકારે યોગ્ય વિચારણા કરી શાળા – કોલેજ શરૂ કરવી જોઈએ: બટુકભાઈ શિયાણી (સંચાલક – નવજ્યોત શાળા)
દામનગરની નવજ્યોત શાળાના સંચાલક બટુકભાઈ શિયાણીએ જણાવ્યું હતું કે ઓન લાઈન શિક્ષણમાં અનેકવિધ મુશ્કેલીઓ છે જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર માધ્યમિક કે પ્રાથમિક અભ્યાસ કરતી હોય તો મોબાઈલ કેમ આપવો તે પણ એક સવાલ વાલીઓને સતાવી રહ્યો છે અને આ પ્રકારની મુંજવણ વાલીઓમાં હોવી પણ એક સહજ બાબત છે. તેમ છતાં જો વાલીઓ પોતાની દીકરીને મોબાઈલ ફોન સહિતની વ્યવસ્થા કરે તો પણ વારંવાર તેઓ મોબાઈલ ચેક કરતા હોય છે કે બાળક શુ ભણે છે ? શુ કરી રહ્યો છે તેની દેખરેખ રાખતા હોય છે. ઉપરાંત સામાન્ય પરિવાર ના બે ત્રણ સંતાનો હોય તો ખર્ચના પ્રશ્ન સાથે અનેક સવાલો અમારી સમક્ષ મુકતા હોય છે જેનો અમે શાંતિપૂર્વક જવાબ આપી સમજણ આપવાની કોશિશ કરતા હોઈએ છે પરંતુ આ બાબતે ટૂંક સમયમાં યોગ્ય લઈને શાળા કોલેજો શરૂ કરવી જોઈએ તેવું મારુ સ્પષ્ટપણે માનવું છે.
જેવું જ્ઞાન વર્ગખંડમાં મળે તેવું ઓનલાઇન મળવું અઘરૂ: અલ્પેશ ભટ્ટ-સંચાલક (વલ્લભ વિદ્યાલય-ગારીયાધર)
સૌપ્રથમ તો જે બાળક શિક્ષકની સાથે રહીને શિક્ષણ મેળવી શકે છે તેવું જ્ઞાન ઓનલાઇન મળી શકતુ નથી. અત્યારે કોરોના વાઇરસને કારણે અમે પણ ઓનલાઇન શિક્ષણ આપીયે છીએ. બાળકોને સંપૂર્ણ રીતે જ્ઞાન આપીએ છીએ. પરંતુ બાળક શિક્ષકની સાથે રહીને જે જ્ઞાન મેળવી શકે છે તેવું ઓનલાઇન જ્ઞાન મેળવી શકતા નથી. ઓનલાઇન કલાર્સને બાળકો સહકાર મળતો નથી.
ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થી મુંઝવણ અનુભવે છે: પીંજાભાઇ રાવલ-વાલી (ગારીયાધર)
રાવલ પીંજાભાઇ (વાલી)એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન કલાર્સ ચલાવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી કલાસરૂમમાં હાજર રહીને જ્ઞાન મેળવતી હોય તે અહીં મેળવી શકતો નથી. શાળા તરફથી મહેનત કરીને ભણાવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને જે સફળતા મળવી જોઇએ તે મળતી નથી.
વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અભ્યાસ કરાવવો જ શ્રેષ્ઠ વિકલ્પ : શબ્બીરભાઈ ભારમલ (પૂર્વ પ્રોફેસર – શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ – દામનગર)
દામનગરની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલના પૂર્વ પ્રોફેસર શબ્બીરભાઈ ભારમલ કે જેમણે અનેકવિધ આઇપીએસ – આઈએએસ તૈયાર કર્યા છે. એક સમયે જે તેમના વિદ્યાર્થી હતા આજે તેઓ સચિવ તરીકે બિરાજમાન છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ કાર્યમાં પ્રત્યક્ષ શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી જ મહત્વ ની છે. વર્ગખંડમાં શિક્ષકની નજર સતત બાળકો પર ફરતી હોય છે અને બાળકો જાગૃત અવસ્થામાં જ્ઞાન મેળવતા હોય છે. ઉપરાંત વર્ગખંડના વાતાવરણ અને ઘરના વાતાવરણમાં અનેકવિધ તફાવત હોય છે જેના કારણે બાળકો શિક્ષણ કાર્યમાં પૂરતો ધ્યાન આપી શકે નહિ. તેમણે કહ્યું હતું કે વર્ગખંડમાં જે વિષયાંગ ની ચર્ચા કરવામાં આવે છે, તેમજ શિક્ષક દ્વારા સમજાવવામાં આવે છે તેમાં તરત જ વિદ્યાર્થીને કઈ સમજણ ન આવે તો તે પૂછી શકે છે જેથી તમામ મૂંઝવણો તરત જ દૂર થાય છે તેમજ અંતે શિક્ષક દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા છે તેનો તરત જ તાગ મળી જાય છે જે ઓનલાઈન એજ્યુકેશનમાં શક્ય નથી. તેમજ શાળા ખાતે જે તે વિષયનું અનુકાર્ય કરવામાં આવતું હોવાથી વિષયાંગનું દ્રઢીકરણ થતું હોય છે જે સૌથી મોટો ફાયદો થાય છે.
ઓનલાઈન પદ્ધતિનો અભિગમ સકારાત્મક અને તેના કારણે અમારી શાળાનું પરિણામ હકારાત્મક: વસંત ડોબરીયા (પ્રિન્સિપાલ – સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ – દામનગર)
દામનગરની સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ગુરુકુલના પ્રિન્સિપાલ વસંત ડોબરીયાએ કહ્યું હતું કે ઓન લાઈન શિક્ષણ ખૂબ સારી વ્યવસ્થા છે. નવીનતમ ટેક્નોલોજી વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદ રૂપ છે. ઓનલાઈન શિક્ષણ પ્રાથમિક થી લઈ ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમકે આ પદ્ધતિનો ઉલ્લેખ આપણા ધર્મ ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. મહાભારતમાં એકલવ્યે કહી શકાય કે આ પ્રકારે જ ગુરુ દ્રોણ પાસે જ્ઞાન મેળવ્યું હતું. અમારા પરિસર ખાતે પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં અમારે ત્યાં ઘણા સમય થી ઓન લાઈન શિક્ષણ આપવામા આવે છે. જેના પરિણામે વિદ્યાર્થી ગમે તે સ્થળેથી શિક્ષણ મેળવી શકે છે અને ડિસ્ટન્સ લર્નિંગનો અભિગમ આગામી સમયમાં આપણે સૌએ સ્વીકારવો જ પડશે. આ અભિગમને કારણે ખૂબ હકારાત્મક પ્રતિસાદ અને સકરાત્મક પરિણામ વિવિધ પરીક્ષાઓમાં અમારી શાળાનું આવે છે. આ પદ્ધતિ હર હંમેશ માટે ઉત્તમ સાબિત થશે.