મોરબી-રાજકોટ હાઈવે પર ટ્રેલર પાછળ બાઈક ઘૂસી જતાં બાઈક પર સવાર 2 વેવાઈના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ છતર ગામ નજીક સવારે ડબલ સવારી બાઈક રાજકોટથી મોરબી તરફ આવતું હતું. ત્યારે બાઈક ટ્રેલરના પાછળના ભાગે ઘૂસી જતા બાઈક પર સવાર બંને વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ બંને વેવાઈના મોત નીપજ્યા હતા. બનાવને પગલે ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંનેને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.