માળખાકીય સુવિધા, પરિવહન સહિતના ક્ષેત્રે સરકારની પ્રોત્સાહક નીતિથી આગામી સમયમાં દેશ ઔદ્યોગિક ઉત્પાદનમાં આગવું કાઠુ કાઢી શકે તેવી ક્ષમતા
કેન્દ્ર સરકારની ઉદ્યોગોને ઉત્તેજન આપવાની પ્રોત્સાહક નીતિના કારણે છેલ્લા બેં’ક દાયકાની દેશ વિકાસના પંથે દોટ મૂકી રહ્યું છે. વિવિધ ક્ષેત્રમાં સતત થઇ રહેલા વિકાસના કારણે ભારત મોટાભાગના ઔદ્યોગિક ઉત્પાદનમાં સ્વનિર્ભર થયા બાદ હવે વિવિધ દેશોમાં નિકાસ પણ કરવા લાગ્યું છે. જેથી, આગામી દિવસોમાં ભારત ઔદ્યોગિક ઉત્પાદનમાં વિશ્ર્વ વિજેતા બને તેવી સંભાવના વેપાર ક્ષેત્રના નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં દેશને વૈશ્ર્વિક મેન્યુ ફેકયરીંગ હબ બનાવવા માટે આત્મ નિર્ભર ભારત યોજનાની જાહેરાત કરી છે. તે માટે સરકારે સુદ્રઢ માળખાકીય સુવિધા ઉભી કરવા કમર કસી છે. જે દ્વારા ખાસ કરીને ઇલેકટ્રોનિકસ વસ્તુઓ કે જેમાં અત્યાર સુધી ભારત આયાત પર નિર્ભર છે. જેમાં હવે મોટાપાયે ઉત્૫ાદન વધારીને આગામી સમયમાં ઇલેકટ્રોનકસ ક્ષેત્રે નિકાસ કરવા સુધીનું આયોજન મોદી સરકારે ઘડી કાઢયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧રમી મે એ રાષ્ટ્રજોગ ઉદબોધનમાં એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. દેશમાં ઔદ્યોગિક પ્રવૃતિઓ અને ઉત્પાદન ક્ષેત્રને એવી રીતે સદ્રઢ બનાવવાની જરૂરીયાત છે કે કોઇ તેની હરિફાઇ ન કરી શકે દેશનું ગુડઝ અને સર્વિસ ક્ષેત્ર ભારતના ઔદ્યોગિક જગતની તાકાત છે ભારતના ઉધમીઓના હાથની શકિતનો ખરો ઉપયોગ થવો જોઇએ, જો ભારતની અનુભવી અને કાબેલ માનવશકિતનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો ભારત સમગ્ર વિશ્ર્વના પુરવઠા શૃંખલાનું કડીરૂપ રાષ્ટ્ર બની શકે તેમ છે. ભારતના કામદારોનું હજાર આંતર માળખાકિય સુવિધાઓની ઉપલબ્ધી અને ઉઘોગના વિકાસ માટે જરુરી સુધારાઓ કરવાથી દેશની તરકકી શકય બને તેમ છે.
ભારત પણ અથાગ પ્રયત્નો થશી વિશ્ર્વની પુરવઠા સાંકળ અને ઉત્૫ાદન ક્ષેત્રની મુળભુત કડી બની શકે છે. દેશમાં એવી ક્ષમતા છે કે તે વિશ્ર્વનું સૌથી મોટુ ઔદ્યોગિક રાષ્ટ્ર બનવાની પુરેપુરી તાકાત ધરાવે છે.
સાઉથ કોરિયાની જાયન્ટ મોબાઇલ કંપની સેમસંગનું નોયડાનું કારખાનું વિશ્ર્વનું સૌથી મોટું હેન્ડસેટ ઉત્પાદનનું એકમ બની જશે અને ૩૦ ટકાથી વધુ હેન્ડસેટની નિકાસ કરશે આ ઉપલબ્ધી ભારત માટે ખુબ જ લાભકારક અને વિશ્ર્વભરમાં નામ રોશન કરનારી બનશે., ઉત્પાદન ક્ષેત્રે ભારત ચીનને ઓવરટેક કરીને સૌથી મોટુ ઉત્પાદન રાષ્ટ્ર બની શકે. માટે સરકારે શું પગલાં લેવા જોઇએ. તે અંગે ઉઘોગો નિષ્ણાંતોએ વિવિધ સુચનો કર્યા છે. સેમસંગ કંપનીના આગમનથી ભારત ઇલેકટ્રોનિકસ ક્ષેત્રે તરકદી કરી શકશે જેવી રીતે ૧૯૯૦માં ભારતના માતિ ઉઘોગો સુઝુકી સાથે હાથ મિલાવી વૈજ્ઞાનિક ધોરણે ઉત્પાદન અને ટેકનોલોજીના સમન્વયે ભારતને અપેક્ષા કરતા અનેક ગણી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. તાજેતરમાં જ આવેલા એક અભ્યાસમાં ડેલોટીએ એવો મત વ્યકત કર્યો છે કે વૈશ્ર્વિક ઉત્પાદન ક્ષેત્રે ભારત આગામી સમયમાં પ્રસિઘ્ધ કરીને ૬ માંથી પ માં નંબરે આવશે.
વિશ્ર્વની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રની હરિફાઇમાં ભારતે ૨૦૧૫ થી પ્રગતિની રફતાર પકડી છે. વર્ષ ૨૦૧૫માં અમેરિકાના ૩૮.૮૬ ડોલર પ્રતિ કલાકની તુલનાએ ભારત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૭૨ ગેલર ઉપર હતું. અને ભારત કરતાં બેવડી કમાણી કરતું હતું. ત્યારબાદ ભારત સરકારે આ આવક વધારવાનું લક્ષ્યની કવાયત કરી ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વના ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાં ૨૫ ટકા નો હિસ્સો હસ્તગત કરવા કવાયત હાથ ધરી છે.
આ લક્ષ્ય સુધી ભારત કેવી રીતે પહોંચે છે તેમાં ભારત માટે ઉઘોગીક ક્રાંતિ અને વિકાસ દર માટે ચોથા તબકકાની ક્રાંતિમાં ડિઝીટલ અને ઉત્પાદન બન્ને ક્ષેત્રે કામ કરવાનો પડકાર છે જો સોયજ્ઞવેર ક્ષેત્રે ઇન્ડરનેટ, સેન્સર રોબોટિક ઉત્પાદનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો માલતી પડતર કિંમત ઘટી શકે છે થ્રીડી પ્રિન્ટીંગ અને સ્વયમ સંચાલીત ઉત્પાદન એકમોથી સમય અને ખર્ચ ધટાડી શકાય છે અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને યુએઇ સરકાર ઉઘોગને ટેકનોલોજીના અપ્રગેડેશનમાં આથી જ કર રાહત આપે છે.
આ દેશો પાસેથી આ ટેકનીટ અપનાવીને સરકાર ભારતના ઔદ્યોગિક જગતને સ્પર્ધાત્મક યુગમાં વિશ્ર્વના નિકાસ ક્ષેત્ર અને ખાસ કરીને ઇલેકટ્રોનિક આઇટમના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં મદદપ થઇ શકે છે. સરકાર ઇલેકટ્રોનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને સેમી નોકડાઉન એસ.કે.ડી. અને સી.કે.ડી. સર્ટીફીકેટ ના ઉત્પાદનને પ્રોત્સાહન આપે તો ભારતમાં એસેમ્બર પાર્ટ અને સર્કીટોની આયાત ને બદલે સ્થાનીક ધોરણે તેનું ઉત્પાદન કરી શકાય અને રોજગારી ઉભી કરી શકાય. માત્ર એસ.કે.ડી. અને સી.કે.ડી. નું ઉત્પાદન જ પુરતુ નથી સ્થાનીક કંપનીઓને કર રાહત, નાણાંકીય સગવડ અને પ્રોત્સાહન નીતીથી ઇલેકટ્રોનિક આઇટમોના ઉત્પાદન અને નિકાસ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
દેશમાં વિદેશી મૂડી રોકાણનો માહોલ ઉભો કરી ઇલેકટ્રોનીકલ ચીજવસ્તુઓ, ઓટો પાર્ટના ઉત્પાદન વધુ સારી રીતે વધારી શકાય આ માટે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન હબ માટે ભારત વિશ્ર્વના ૧૦૦ અગ્રણી ઓૈદ્યોગિક એકમોમાં સમાવેશ થઇને ગ્લોબલ રેન્કીંગમાં સ્થાન મેળવી શકે તેમ છે.
પરિવહનના દર પણ વિદેશી મુડી રોકાણકારો માટે મહત્વના છે. વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ પરિવહન નો દર એક ટન વજનનું રોઠ મારફત પરિવહન કરવાનો ઉર્જાનો ખર્ચ ૨.૨૮ રૂ ટ્રેન મારફત ૧.૪૧ રૂ અને જળ માર્ગે ૧.૧૯રૂય નો ખર્ચ આવે છે. આથી ભારતમાં બંદરના વિકાસ માટે મૂડી રોકાણ પર ભાર આપે છે.
પરિવહન વિકાસની સુવિધાથી ખર્ચમાં ૫૦ બિલિયન અમેરિકન ડોલરનો બચાવ કરી શકાય છે. અને ૧૪ ટકા થી ૯ ટકા નીચે લાવી શકાય છે. જેનાથી ભારતના વૃઘ્ધિદરમાં ખુબ જ વધારો થાય. પરિવહન સુવિધા સરળ બનાવવાથી ભારતનો માલ વિશ્ર્વ બજારની સ્પર્ધામાં ટકી શકે તેના માટે સરકારે અનેક ક્ષેત્રમાં ઘ્યાન આપવું જરી છે. ભારત અત્યારે ૧૯૦ દેશોમાંથી ૧૬૪ મો ક્રમ ધરાવે છે. આગામી ૪ વર્ષમાં ભારત તેની સ્થિતિ સુધારે એવું દેખાઇ રહ્ય,ં છે. જો ભારત આ પડકારોનો સામનો કરવામાં વિજય મેળવી જાય તો ઉત્પાદન ક્ષેત્ર માટે ભારત સુપરપાવર બની જાય. ભારતમાં આંતર માળાકીય સુવિધાઓ આયોજન અને વેશ્ર્વિક કંપનીઓને સગડવતાઓ આપવામાં આવે છ. તો ભારત સમગ્ર વિશ્ર્વમાં ઉત્પાદન ક્ષેત્રે કાંઠુ કાઢી શકે તેમ છે. અત્યારની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીને વિશ્ર્વના ઉઘોગપતિઓ માટે લાભદાયક દેશ બને અને ઉઘોગ, ઉત્પાદન અને નિકાસના બેવડા લાભ ભારતને મળી શકે તેમ છે.
સ્થાનિક ઉત્પાદન વધારીને દેશ ચીન પરની નિર્ભરતા ઘટાડી શકે છે
ભારતમાં એવા ૫૦થી વધુ એવા ક્ષેત્ર છે કે જેમાં ઉત્પાદન વધારવાથી ચીનની આયાતમાં ધરખમ ઘટાડો કરી શકાય તેમ છે. અને દેશનો વેપાર ઉદ્યોગ મહંદ અંશે આત્મનિર્ભર બની શકે છે. સોમવારે જારી થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક વ્યાપાર ઉદ્યોગ અને ઘરેલુ નીતિ વિષયક પરિબળોમાં સાનુકુળતા સાધવામાં આવે તો દેશની વ્યાપારી સમ્યાઓ અને પરદેશની આયાતની નિર્ભરતા ઘટાડી શકાય છે. ભારત તેના સૌથી મોટા પાડોશી દેશ ચીન સાથે વાર્ષિક ૮.૫ બિલિયન ડોલરનો વ્યાપાર કરે છે.
ભારતનાં નાણાંકીય વર્ષ ૨૦૨૨માં વ્યાપારી અધિકૃત પ્રમાણમાં ચોથાભાગનું સ્થાનિક ધોરણે ૪૦ જેટલા વિવિધ ક્ષેત્ર અને આયાતના પરિબળોને કારણે આવે છે.
ચીન સાથેના સીમાવર્તી વિવાદોનું પરિસ્થિતિ વચ્ચે લદાખમાં ઉભી થયેલી તંગદિલીમાં ભારતના ૨૦ સૈનિકોની હત્યાને પગલે સમગ્ર દેશમાં ચીન અને તેના સંલગ્ન ઉતરપૂર્વના દેશો સાથે સંબંધ ન રાખી તેમની પાસેથી વસ્તુઓને ખરીદવા સમગ્ર દેશમાં ભારે મોટોજુવાળ ઉભો થયો છે. કેટલાક સરકારી એકમો જેવા કે બીએસએનએલ ભારતીય રેલવે, શહેરી વિકાસ એકમએ ચીનની કંપનીઓ સાથના વ્યાપાર કરાર સ્થગીત કરી દીધા છે.
ભારતનું બજાર ચીન માટે ખૂબલાભનું ક્ષેત્ર બની રહ્યું છે. અહી ચીનના મોબાઈલોનું મોટુ બજાર છે. ચીન સાથેની તંગદીલી વચ્ચે લોકો હવે વધુ મોંઘા અને કિમંતી મોડલના અન્ય વિકલ્પો ખરીદી રહ્યા છે. ચીનના મોબાઈલના બદલે લોકો વદુ મોંઘા સ્વદેશી મોબાઈલ ખરીદવાનું મન મનાવી લેતા ગણતરીની મિનીટોમાં મોંઘા સ્માર્ટ મોડલ વેચાઈ રહ્યા છે.
એક આર્થિક પૃથ્થકરણના અહેવાલમાં એવું સ્પષ્ટ પણ સામે આવ્યું છે કે દેશમાં ૪૦થી વધુ એવા મુળ અને સહયોગી ક્ષેત્ર છે કે જેમાં ચીનમાંથી આયાત ઘટાડી શકાય આ ક્ષેત્રોમાં રસાયણ, ઉદ્યોગ, ઓટો મોબાઈલ, ઉદ્યોગ, સાયકલના સ્પેરપાર્ટસ, કૃષિ સલગ્ન વસ્તુઓ હાથશાળ, દવાઓનો કાચોમાલ, સૌદર્યપ્રસાધનો ક્ધઝયુમર ઈલેકટ્રોનિક આઈટમો અને ચામડા અને રેગઝીનમાંથી બનતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવી વસ્તુઓના વ્યાપાર વ્યવહારનો સરવાળો કરવામાં આવે તો દેશનાં ૩૩.૬ બિલિયન ડોલરની આયતા થાય છે. કોઈ પણ જાતનાં વધારાના મૂડી રોકાણ વગર આક્ષેત્રને પ્રોત્સાહન આપવામા આવે તો ૨૫% જેટલુ આ ક્ષેત્રની આયાત ઘટાડી શકાય અને પ્રારંભીક તબકકામાં જ દેશનું આયાતી ક્ષેત્રને સિમિત કરવાથી હુડિયામણનાં બચાવ સહિતના લાભો પ્રાપ્ત થાય તેમ છે આવી પ્રારંભીક કવાયત માત્રથી જ ભારત ચીન સામેની વ્યાપાર ખાધ ૮.૬ બીલીયન અમેરિકન ડોલરનો એક ર્વેમાં ઘટાડો કરી શકે તેમ છે.