સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની વીરસિંહ રામકિશન અને પ્રિયાંકભાઈ લાલાણી તથા અમદાવાદ જિલ્લાના વસ્ત્રાલ વિસ્તારના વતની હસમુખભાઈ તેમજ વિરમગામ તાલુકાના નુરજહાંબેન અને સલીમભાઈ બેલીમને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ પાંચ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૨ જુન, ૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ – સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.