સૌરાષ્ટ્ર ની સૌથી લાંબી નદી જે પાલીતાણા નજીક આવેલ શેત્રુજી ડેમનું જવાહરલાલ નહેરુ ના હસ્તે ઉદ્ઘાટન થયેલ, આ શેત્રુજી ડેમ કુલ ૩૦૮.૬૮ ઘ.મી નો જળસંગ્રહ ની ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમ માંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માં આવે છે.તેમજ જીલ્લા ના પાલીતાણા ,ગારીયાધાર તળાજા ,મહુવા તાલુકા ના ગામડાઓ ને પણ પીવાનું તેમજ પિયત નું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ માંથી ડાબા અને જમણા કાંઠા ની કેનાળો મારફતે પાલીતાણા,તળાજા,ઘોઘા મહુવા ના ગામડાઓ માં પિયત માટે પાણી આપવામાં આવે છે.
નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ચારથી પાંચ દિવસ સુધી ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા હાલ શેત્રુંજી ડેમની સપાટી ૧૯.૪ ફૂટે પહોંચી છે, શેત્રુજી ડેમ 34 ફુટે ઓવરફલો થાય છે, ત્યાતે ચોમાસાની શરૂઆત પૂર્વે જ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.