મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું પાલન કરી દર્શન કરવા શહેર પોલીસ કમિશનરની પ્રજાને અપીલ
તા.ર૩મી ના રોજ અષાઢી બીજનો ધાર્મિક પર્વ હોય જે દિવસે સરકારના દ્વારા કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે અને જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી અષાઢી બીજ નીમીતે શહેર વિસ્તારમાં તમામ રથયાત્રા- ધાર્મીક સરઘસો કાઢવાની મંજુરી આપવામાં આવેલી નથીઉ જે બબતે શહેરના તમામ આયોજકો- આગેવાનો સાથે આ બાબતે મીટીંગ કરી તમામ આગેવાનો તથા ધાર્મીક આયોજકો કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે તે માટે રથયાત્રા- ધાર્મિક સરઘસ નહી કાઢવા માટે સહમત થયેલા છે.
અષાઢી બીજના પવિત્ર પર્વ પર લોકો ધાર્મિક સ્થાનો મંદીરો ખાતે પુજન અર્ચન દર્શન માટે જતા હોય છે અને મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ થતી હોય છે જે હાલના સમયમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલા હોય જેથી લોકોના મેળાવડા દરમ્યાન કોરોના વાયરસ વધુ ફેલાવાની પુરી શકયતા હોય જેથી શહેરની ધર્મ પ્રેમી પ્રજાજનોને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે તમામ ધામીર્ક પ્રસંગોની શહેર ધર્મપ્રેમી પ્રજા ખુબ જ ઉલ્લાસ ભેર ઉજવણી કરે છે પરંતુ હાલ કોરોના વાયરસ .ફેલાતો અટકાવવાની પણ આપણી ખુબ જ મહત્વની ફરજ રહે લ છે. જેથી હાલ સરકાર દ્વારા આ વર્ષ અષાઢી બીજના પર્વ પર રથયાત્રા તથા ધાર્મીક સરઘર કાઢવાની મંજુરી આપવામાં આવેલ નથી જેથી કરી ધર્મ પ્રેમી પ્રજાજનોએ કોઇ રથયાત્રા કે ધાર્મિક સરઘસ કાઢવા નહી કે તેમાં ભાગ લેવો નહીં.
તેમજ પવિત્ર અષાઢી બીજના દિવસે લોકો દ્વારા ભગવાનના દર્શન અર્થે મંદિરોમાં દર્શન માટે જતા હોય જે દરમ્યાન પોતાની નૈતિક ફરજ સમજી અને દર્શનાર્થીઓ એ સરકારની સુચનાઓ તથા શહેર પોલીસ કમિશ્ન દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ ધાર્મીક સ્થાનો- મંદિરોના સંચાલકોએ દરેક પ્રવેશ દ્વાર ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સાબુ પાણી અથવા સેનેટાઇઝર અને થર્મલ સ્કીનીંગની વ્યવસ્થા કરવાની રહેશે તેમ જ દર્શન માટે આવેલા ભકતો કે જેઓએ ચહેરાને ઢાંકેલ માસ્ક પહેરેલ હોય તેઓને ફરજીયાત પ્રવેશ આપવો તેમજ મંદિરના ભીડ થાય નહીં તે માટે તબકકાવાર જ મંદીરમાં પ્રવેશ આપી સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું સામુહિક પગરખા રાખવાની વ્યવસ્થાપર પ્રતિબંધ રાખવાનો રહેશે તેમજ સંચાલકોએ આવતા દર્શનાર્થીે ઓ જેઓની એન્ટ્રી તથા એકઝીટ અલગ અલગ રહે તેની વ્યવસ્થા કરવાની મંદીર-ધાર્મિક સ્થળોએ પ્રવેશ તથા નીકાશ માટે દર્શનાર્થીઓએ સ્વયમ સીસ્ત જાળવી કરતારમાં રહી ઓછામાં ઓછુ છ ફુટનું અંતર જાળવવું તથા સંચાલકોએ તેનું પાલન કરાવવાનું રહેશે.