ગુજરાતમાં ૮૯૫૦ કરોડની રિકવરી પૂર્ણ થઈ
આવકવેરા વિભાગ દ્વારા નોટબંધી બાદ કરન ચુકવ્યા હોય તેવા ૩૦,૦૦૦ કરચોરોને ઓળખી તેમની પાસેથી કર વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ગઈકાલે સીબીડીટી દ્વારા જણાવવામાં આવ્યું છે તો બીજીબાજુએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિક કરવાથી અને જીએસટીના પગલે ૫૬ લાખ નવા કરદાતાઓ જોડાયા છે.
આવકવેરા ખાતા દ્વારા કર ન ચુકવ્યા હોય તેવા ૩૦,૦૦૦ કેસો નોંધાવવામાં આવ્યા છે કે જેઓ નોટબંધી બાદ કરપાત્ર થયા છે. ગત ૮ નવેમ્બર બાદ કર વસુલવાની કામગીરી હાથ ધર્યા બાદ તેઓ ધ્યાનમાં આવ્યા હતા. સીબીડીટી દ્વારા આ તમામ પાસેથી કર વસુલવાની કામગીરી માટે ખાસ પગલા ૧૫૭માં આવકવેરા દિન નિમિતે ભરવામાં આવશે એવું સીબીડીટીના ચીફ સુશીલચંદ્ર દ્વારા ગઈકાલે જણાવવામાં આવ્યું હતું. ઓપરેશન કલીન મનીના પ્રથમ ચરણ દરમ્યાન આવા ખાતાઓને ટેકસપાત્ર તરીકે ઓળખી તેમની સંદિગ્ધ ગતિવિધિઓ પર તેમના ખાતામાં જમા નાણાના આધારે નજર રાખવામાં આવી હતી. તેમજ આ ખાતેદારો દ્વારા એક કરતા વધારે ખાતાઓ મળી આવ્યા હતા. આ વર્ષે દેશભરમાં મોટા પ્રમાણમાં લોકો પાસેથી કર વસુલી થઈ હોવાનું આવકવેરા અધિકારીએ જણાવ્યું હતું. તેમજ ગત વર્ષે ૫૬ લાખ નવા લોકો દ્વારા કર ભરવામાં આવ્યો હતો. જયારે ગુજરાતમાં આયકર વિભાગને ૪૬,૪૩૮ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે પૈકી ૮,૯૫૦ કરોડની રિકવરી પુરી થઈ છે. જોકે આગામી દિવસોમાં આયકર વિભાગ દ્વારા કર વસુલવા ૧૫૭માં સ્થાપના દિવસ નિમિતે ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે.