સુરક્ષા દળોએ એક વર્ષમાં ૧૦૦ આતંકીઓને માર્યા
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર સુરક્ષાદળોએ આતંકીઓ સામે ઓપરેશન હાથ ધર્યું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ જંગલમા આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળતા જ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યુંહતુ.
એક રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસ આર્મીના પેરા કમાન્ડો અને સીઆરપીએફ સહિતની સુરક્ષાદળોની સંયુકત ટીમે સોમવારે સવારથી વેરીનાગના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો ઉપર ફાયરીંગ શરૂ કર્યું હતુ. હાલ બંને તરફે ગોળીબાર ચાલુ છે.
છેલ્લા ચાર મહિનામાં સુરક્ષા દળોએ લશ્કર એ તોયબા જેસએ મોહંમદ, હિઝબુલ મુજાહીદીન અને અંસાર ગજવાત ઉલ હિંદના કમાન્ડરોને ઢાળી દેવાયા છે. સુરક્ષા દળો કાશ્મીર ઘાટીમાં આતંકીઓને મારી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૦ આતંકીઓને ઠાર કર્યા છે.
રવિવારે સુરક્ષાદળોએ જમ્મુ કાશ્મીરનાં ફુલગ્રામ અને શ્રીનગરમા અલગ અલગ જગ્યાએ આતંકીઓ સામે પાકિસ્તાની સહિત ચાર આતંકીઓને ઢાળી દીધા છે.
શ્રીનગરનાં જાદિવાલ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની બાતમી મળતા જ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં સુરક્ષાદળોએ આતંકીઓને શરણે આવવા જણાવ્યું હતુ. આતંકીઓને તેમના પરિજનો તથા સમાજના લોકો મારફત શરણે થવાની કોશિષ કરવામાં આવી હતી પણ આતંકીઓ શરણે આવવાના બદલે સુરક્ષાદળો ઉપર આડેધડ ગોળીબાર શકર્યા હતા. બાદમાં સુરક્ષાદળોએ વળતા ગોળીબાર કરી ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. અને ત્રણેયના શબ કબ્જે કર્યા હતા.