કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં.
ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા.