રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૪૭૩૧.૭૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૪૮૯૨.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૮૬૮.૯૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૨.૧૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૦.૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૧૨૨.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૩૫.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૨૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૨૩૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૩૨૨.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૦૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૨૮૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૦૦૦ ના નીચા મથાળે નોંધાવી ૨૫૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૧૯૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૯૦૮૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૯૨૬૧ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૯૦૫૪ ના નીચા મથાળે નોંધાવી ૪૫૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૯૦૮૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
કોરોના મહામારી, વૈશ્વિક શેરબજારની મિશ્ર ચાલ અને ભારત-ચીન તંગદિલી વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ દેવા મુક્ત થવા સાથે શેરમાં ફંડોએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરતાં શેર નવી ઊંચાઈનો વિક્રમ સર્જતાં રિલાયન્સની આગેવાનીએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોરોના સંકટકાળ છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ કપરાંકાળમાં અંદાજીત રૂ.૧.૧૫ લાખ કરોડનું રોકાણ જિઓપ્લેટફોર્મ્સમાં આકર્ષવામાં અને રાઈટ ઈસ્યુ થકી અંદાજીત રૂ.૫૪,૧૨૪ કરોડ ઊભા કરવામાં મળેલી અભૂતપૂર્વ સફળતાએ કંપનીને નિયત સમયાવધિથી વહેલા દેવામુક્ત જાહેર થતાં આજે ફંડોએ આરંભથી જ શેરમાં આક્રમક લેવાલી કરી હતી. દિગ્ગજ શેરોની સાથે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ લેવાલી જોવા મળી રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૯% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે ટેકનોલોજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો અમેરિકન શેરબજારમાં શુક્રવારે મિશ્ર ચાલ જોવા મળી હતી. ડાઉ જોન્સ ૦.૮૦% અને જઙ ૫૦૦ ૦.૫૬% ઘટીને જ્યારે નાસ્ડેક ૦.૦૩% વધીને બંધ રહ્યા હતા. જ્યારે એશિયન માર્કેટની વાત કરીએ તો હોંગકોંગનો હેંગસેંગ ૦.૩૩% ઘટી, જાપાન નિક્કાઈ ૦.૩૩% વધી અને ચાઈના કોમ્પોઝિટ્સ ૦.૨૮% વધીને સેટલ થયા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૭૪ અને વધનારની સંખ્યા ૧૫૧૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, હેવીવેઇટ શેરોની આગેવાની હેઠળ ગયા સપ્તાહની મજબૂત તેજી બાદ આ સપ્તાહે બજાર કોરોના વાઇરસના કેસની સંખ્યા, ભારત-ચીન વચ્ચે સીમાવિવાદ અને માર્ચ ક્વાર્ટરના અર્નિંગ પર નજર રહેશે. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં જૂન ૨૦૨૦ વલણનો ચાલુ સપ્તાહમાં અંત આવી રહ્યો છે, ત્યારે આ સપ્તાહમાં અફડાતફડીની શકયતા જરૂર રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ સીઝનનો અંતિમ તબક્કો છે. આ સપ્તાહે ઇન્ફોએજ (ઇન્ડિયા), એશિયન પેઇન્ટ્સ, બેન્ક ઓફ બરોડા, બર્જર પેઇન્ટ્સ, ગેઇલ, ઇન્ડિયા સિમેન્ટ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, અશોક લેલેન્ડ જેવી કંપનીઓ તેમના માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટની જાહેરાત કરશે. રિઝલ્ટ સીઝનને કારણે આગામી ટ્રેડિસ સેશનમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ રહેશે. ગયા સપ્તાહે ભારત અને ચીન વચ્ચે તંગદિલીમાં વધારો થતાં આ સપ્તાહે ભારત અને ચીન વચ્ચેની રાજકીય અને સરહદ પરની ગતિવિધિ પર નજર રહેશે. બીજી તરફ વિશ્વમાં કોરોના વાઇરસના બીજા તબક્કાની ચિંતા છે. ચીન, ઇરાન જેવા દેશો બીજા તબક્કાના કોરોનાથી મુશ્કેલીમાં છે ત્યારે આ પરિબળો આ સપ્તાહે ભારતીય શેરબજારની ચાલને અસર કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઈના દ્વારા ૨૨,જૂન ૨૦૨૦ના જાહેર થનારા એક વર્ષ માટેના લોન પ્રાઈમ રેટ અને અમેરિકામાં જૂન ૨૦૨૦ મહિના માટેના માર્કિટ મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ અને કોમ્પોઝિટ પીએમઆઈ આંક પર નજર રહેશે. જ્યારે આ સાથે યુરોપમાં પણ યુરો એરિયા માર્કિટ મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ અને કોમ્પોઝિટ પીએમઆઈ જાહેર થનાર હોઈ એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
બાટા ઇન્ડિયા ( ૧૩૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૨૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
લુપિન લિ. ( ૯૨૫ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
સન ફાર્મા ( ૪૯૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૦૫ થી રૂ.૫૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૩૨૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!