૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે જાહેર સ્થળોએ યોગા યોજી શકાય તેમ નથી જેથી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જુન ૨૦૨૦, રવિવારએ સવારે ૦૭:૦૦ કલાકે દુરદર્શન ગીરનાર (ડી.ડી. ગીરનાર) ટેલીવિઝન તથા ગુજરાત બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇઝના માધ્યમથી રાજયના તમામ નાગરિકો યોગમાં જોડાય તેવા આહવાન સાથે આયોજન કરેલ છે.
રાજ્ય સરકારના યોગ ઉજવણીના આયોજનમાં રાજકોટ શહેરના તમામ નગરજનો સવારે ૦૭:૦૦ કલાકે પોતાના ઘરેથી દુરદર્શન ગીરનાર (ડી.ડી. ગીરનાર) ટેલીવિઝન તથા ગુજરાત બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇઝના માધ્યમથી યોગમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. યોગ કરીએ, કોરોનાને હરાવીએ. જીવનમાં કાયમ માટે યોગ અપનાવી સ્વસ્થ રહીએ. ફરીને ૨૧ જુન વિશ્વ યોગા દિને સૌના ઘરેથી પરિવાર સાથે જોડાઈએ તેવી અપીલ કરવામાં આવે છે.