મેષ
નાના નાનાં ઔદ્યોગિક એકમ તેમજ તમામ પ્રકારના નાના તથા છુટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અધુરા રહેલ સામાજીક કાર્યો તથા વહીવટી કાર્યોને સંપન્ન કરવાનો યોગ્ય સમયગાળો. અવૈધ કાર્ય કરનારા જાતકો માટે આ સપ્તાહ કઠીન અને પ્રતિકુળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ જણાશે. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. પરિવારમાં સુમેળતા અકબંધ રહેશે. સગાં એવમ સ્નેહી જનો દ્વારા સાથ સહકારના સંયોગો. સંતાન સુખ માટે ગર્ભાધારણના સંયોગો. વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શાખાનાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૪ ૨૭ જુન સરેરાશ રહેશે.
વૃષભ
આ સપ્તાહ, શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે હળવું ઉતાર ચડાવ વાળું રહેવાની સંભાવના. નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ કદના વ્યાપાર વણિજ ના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો પૂર્ણ થઈ જવાંની શકયતાઓ. અવૈધ કે અવૈવાહિક સંબંધોમાં સાચવવું, ભાંડાફોડની સંભાવના રહેલી છે. દાંપત્યજીવનમાં મધુરતાના સંયોગો.સાસરા પક્ષ તરફથી સાથ સહકારનો અનુભવ થશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૨, ૨૩,૨૬ જુન સાધારણ રહેશે
મિથુન
ઔધોગિક એકમ તેમજ વ્યાપાર-વણિજના એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. નાના વ્યાપાર વણિજ માટે સારુ સપ્તાહ. છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. બેંકીગ, ઈંસ્યોરન્સ કે ખાનગી બેંકના કર્મીઓ માટે સંઘર્ષ વાળુ સપ્તાહ. સરકારી કે ખાનગી શૈક્ષણિક એકમ સાથે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે સપ્તાહ સંઘર્ષ વાળું નીવડશે. નોકરીયાત વર્ગ માટે સારુ સપ્તાહ. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અને સુમેળતા અકબંધ રહેશે. તેમ જ પારિવારીક સુખમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. આધ્યાત્મિક કાર્યોની સંભાવના. ૨૩ તથા ૨૪, ૨૫ જુનનાં દિવસો સરેરાશ રહેશે.
કર્ક
શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અનેક તકો વાળું રહેશે સાથોસાથ લાભદાયક પણ નીવડશે. નાનાં ઉદ્યોગ કે વ્યાપાર-વણિજ તથા નાનાં નાનાં વ્યવસાય માટે આ સપ્તાહ ઉતમ નીવડશે, સાથે તેને સંબંધિત ધંધા વ્યવસાયને પણ પુષ્કળ ફાયદો થવાની સંભાવના. સરકારી કર્મચારી માટે ઉતમ સપ્તાહ, સાથે અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પણ ઉતમ સપ્તાહ. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ નીવડવાંના સંયોગો. યુવા વર્ગ, વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. ૨૬,૨૭ જુનનાં દિવસ સામાન્ય રહેશે.
સિંહ
અગ્નિ સંબંધિત ઉત્પાદના તમામ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ કે અર્ધ ફાયદાકારક નીવડશે. વ્યાપાર, વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- મધ્યમ રહેશે, પરંતુ સાથે નવી નવી તકો સાંપડવાનાં સંયોગો. પિતા અથવા પુત્ર સાથે વિસંવાદીતા સર્જાવાના સંયોગો. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહ માટે વિશેષ કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ઊચ્ચસ્થ તથા સ્વગૃહી સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. ૨૨,૨૫ ૨૬ જુન સાધારણ રહેશે
કન્યા
હળવાં તથા કપરાં ચડાણ સાથે આ સપ્તાહ અનેક પ્રકારે બરકત આપનારુ રહેશે તથા લાભાન્વિત થવાંનાં અનેક સંયોગો. સ્વગૃહી બુધ વાળા જાતકોએ તેમના વાણી તેમજ ઉતાવળવૃતિ પર ખાસ કાબુ રાખવો, અન્યથા, પ્રતિકુળ પરિણામ આવવાની સંભાવના. વ્યાપાર, વણિજ તથા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. તમામ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ. અધુરા રહેલાં કામકાજને પૂર્ણ કરવા માટે અનુકુળ સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટ કે માનદ સંસ્થા માટે મધ્યમ સપ્તાહ. અવૈધ વહીવટ-વ્યવહાર તથા વ્હાલથી સંભાળવું. કુટુંબી જનો તથા મિત્ર વર્તુળથી વિખવાદ થવા સંભવ. ૨૬, ૨૭ જુન સરેરાશ રહેશે
તુલા
મોટા વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિકના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. જ્યારે નાનાં નાના ધધા વ્યવસાયના જાતકો માટે હળવો સંઘર્ષ રહેવાની સંભાવના. કોસ્મેટીક તથા ઈમીટેશન્સ જ્વેલરીના ઉત્પાદક એવમ વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. જમીન મકાન સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબ પરિવાર તથા નજીક સ્નેહી સંબ્ંધીઓમાં હળવાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિકજનો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૪,૨૫ જુનનો દિવસ અતિ લાભદાયક જણાશે.
વૃશ્ચિક
નીચસ્થ તથા દુષિત મંગળ શુક્ર વાળા જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે સાથોસાથો કયાંક વિવાદ સર્જાય તેવાં સંયોગો. નવા ધંધા વ્યવસાયની શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ ફેવરેબલ રહેશે. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વિદેશ વ્યાપાર તથા ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયી નીવડશે. યુવાવર્ગ, છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ૨૨,૨૩,૨૭ જુન અર્ધ મધ્યમ જણાશે.
ધન
સ્વગૃહિ ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. આ સપ્તાહ પણ અનેક પ્રકારે ફાયદાકારક જણાશે. નાનાં મોટા તમામ પ્રકારનાં ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. આ સપ્તાહે સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિવાર તથા મિત્રો તરફથી સાથ સહકારના સંયોગો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૪ તથા ૨૭ જુન સામાન્ય નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
હજુ આ સપ્તાહે પન્નોતિનો પ્રભાવ હળવો હળવો જણાશે આથી, નિષ્ણાંતોની સલાહ સૂચન હેઠળ નવા કે જુના વહીવટી કામકાજ કરવાં તેમજ કોઈ પણ અગત્યના નિર્ણય લેવાં. હેવી મેટલ, લોખંડ તથા હળવા ખનીજ સંબંધિત ઉયોગ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. પરિવાર તથા સ્નેહીઓ સાથ વાદ વિવાદનાં સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી તથા છાત્રો માટે સારુ સપ્તાહ. ૨૫ તથા ૨૭ જુન સામાન્ય જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
આ સપ્તાહે પણ રાજકીય, જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ માટે પ્રતિકુળતા જણાશે. કોઈ પણ નિર્ણય લેવાંમાં ઉતાવળ ન કરવી. ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા મિત્રો દ્વારા લાભ તેમજ નવી તકો મળવાંની સંભાવના. મહિલાકર્મી, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૨૪, ૨૫ તથા ૨૭ જુન સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
આ સપ્તાહ પણ કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે સામાન્ય રહેશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે પરંતુ સાથોસાથો હળવું પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા તથા જાહેર ટ્રસ્ટ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ લાભદાયી રહેશે. કુટુબીજનો તરફથી હળવો સાથ સહકાર મળવાં સંભવ. ધંધા વ્યવસાય માટે લાંબા પ્રવાસ થવાંની સંભાવના. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત ૨૩ તથા ૨૭ જુન સામાન્ય નીવડશે.