કોરોનાની મહામારીના પગલે લોકડાઉનના તબકકા પૂરા થયા બાદ અનલોકના પ્રથમ ચરણમા સરકારી કામગીરી શરૂ થતા બહુમાળીમાં જાતી આવકના દાખલા માટે લોકોની ચીકકાર લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટીંગ અને સાવચેતીનાં પગલાના લીરેલીરા ઉડાડયા હતા કોરોના વાયરસને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક હોય છે. ત્યારે બહુમાળીની કામગીરી શરૂ થતાની સાથેજ અરજદારોનાં ટોળા ઊમટી પડયા હતા ‘ન કરે નારાયણ’ કે કોઈ કોરોનાગ્રસ્ત અરજદાર આ ટોળામાં સામીલ થઈ જાય તો જાતી-આવકના દાખલાની કામગીરી ઠપ્પ થઈ જવા સુધીની ભીતી રહી છે. જે માટે બહુમાળી કર્મચારીના અરજદારોએ ટોકન સિસ્ટમ અથવા કોઈ પધ્ધતિ સુનિશ્ર્ચિત કરી ઓછા પ્રમાણમાં અરજદારોને એકઠા કરવા અને આવતા અરજદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે સિકયુરીટીએ પણ ધ્યાન રાખવાની માંગ ઉઠી રહી છે. (તસવીર: માનસી સોઢા)
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના