રાજસ્થાનના વતની પાંચ વ્યકિતઓને સેલ્ફી પ્રેમ મોંઘો પડયો……
આજકાલ લોકોને જાણે ગમે તે જગ્યા પર સેલ્ફી લેવાનું વળગણ લાગ્યુ હોય તેમ દરેક સ્થળે સેલ્ફી ખેંચીને સાહસનું પ્રદર્શન કરતા હોય છે. ત્યારે આવા સાહસ ઘણીવાર જોખમી સાબિત થતા હોય છે. હાલ ચોમાસાની મોસમમાં ચારે કોર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેની વચ્ચે બીચનો પ્રવાસ ખેડવા શોખીનો નીકળી પડતા હોય છે. આ રીતે સેલ્ફી ખેંચતી વખતે દીવમાં ત્રણ યુવાનો નાગા બીચ ખાતે પાણીમાં તણાઇ જતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
દિવ પોલીસના જણાવ્યા મુજબ દીવના નાગાઓ બીચ પરથી ઉંચાઇ પરથી સેલ્ફી ખેંચવા જતા ત્રણ જેટલા વ્યકિતઓને ડૂબી જતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અત્ય એક વ્યકિતને પણ નાગા બીચ પરથી હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી હતી એવું દીવ પોલીસ સ્ટેશનની યાદી જણાવે છે.
મુળ રાજસ્થાનના વતની પાંચ વ્યકિતઓ દીવના કેવાડીમાં એક બાંધકામની સાઇટ પર નોકરી કરતા હતા જેમાંથી એક વ્યકિતએ તેના સેલફોન પર વિડીયો લેવાનું શરુ કર્યુ ત્યારે બીચ પરની ટોચ પર બેઠેલાઅન્ય ચાર જણાઓપણ સેલ્ફી લેવામાં મશગુલ બની જતાં રપ ફુટ ઉંચેથી પાણીમાં ખાબડયા હતા. એવું દિવ પોલીસ સ્ટેશનમાં અધિકારી ધનજી યાદવે જણાવ્યું હતું.
એક વ્યકિત તરીકે પરત ફર્યો જયારે અન્ય ત્રણ પાણીમાં ડૂબી ગયા હતા. તેમને શોધવાનીપોલીસે કોશીશ કરી હતી પણ તેમના મૃતદેહો મળી આવ્યા ન હોય ખોવાયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. આ ત્રણ વ્યકિતઓ પૃથ્વી રાજપુત (ઉ.વ.૨૫) ચંદુ સિંધ (ઉ.વ.૩૦) અને જીત રાજપુત (ઉ.વ.૪૦) ડૂબી ગયા હોવાની આશંકા હતી. પણ હજુ સુધી મળ્યાન હોય તેઓના મોત થયા હોવાનું દ્રઢ થાય