જામનગર તાલુકાના અલિયા તથા ખીલોસ ગામના ચેકડેમની મરામત માટેની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડની રજૂઆતને સફળતા સાંપડી છે. ગ્રામજનોની સતત મળતી રજૂઆત અન્વયે વશરામભાઈ રાઠોડ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી વગેરે સુધી રજૂઆત કરવામાં આવી હતી. આખરે સુજલામ સુફલામ યોજના રેસ્ટોરેશન ઓફ સ્ટ્રેન્થનીંગ ઓફ ડેમેજ ચેકડેમ અન્વયે રૃપિયા ૧૪ લાખ ર૯ હજારના ખર્ચને સિંચાઈ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત ખીલોશ ગામ નજીકના ચેકડેમ માટેની રજૂઆત અન્વયે રૃા. ૩ લાખ ૩ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યુંછે. આમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજૂઆતને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.