સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં સરકારએ ફાળવેલ એજન્સી દ્વારા અગાઉ શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓનો ઓનલાઈન સર્વે કરવામાં આવેલ હતો અને આ સર્વે બાદ ઓળખ થયેલ કુલ ૧૩૨૦ શહેરી શેરી ફેરીયાઓને સ્માર્ટ ઓળખકાર્ડ આપવામાં આવેલ હતાં ત્યારબાદ હાલમાં સરકાર દ્વારા આ તમામ ઓળખ થયેલ શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ આપવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપિનભાઈ ટોલીયા અને ઉપ પ્રમુખ જિગ્નાબેન પંડયાના હસ્તે શહેરના શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ વિતરણ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની દીન દયાળ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન યોજના અને ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સીટી મિશન મેનેજમેન્ટ યુનિટ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં શહેરી શેરી ફેરીયાઓના સહાય ઘટક હેઠળ સરકારની જોગવાઈ મુજબની કામગીરી કરવામાં આવે છે.
આ વિતરણ પ્રસંગે સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકાના કરોબારી ચેરમેન અશોકસિંહ પરમાર, ચેરમેન ધર્મેન્દ્રભાઈ દોશી, ચીફ ઓફિસર સંજયભાઈ પંડયા, એન્જીનીયર કે.જી.હેરમા, ટેકનિકલ એક્સપર્ટ હિતેશભાઈ રામાનુંજ તથા ધર્મેન્દ્રસિહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.