સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા કલેકટરને રજૂઆત
કોળી સમાજના વરિષ્ઠ આગેવાન અને સિનિયર ધારાસભ્ય પુંજાભાઇ વંશને રાજનીતિના દાવપેચ સાથે રાજય પોલીસ દ્વારા યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ મામલે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
આ મામલે તેઓએ કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોળી સમાજના વરિષ્ઠ આગેવાન અને સીનીયર ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશને રાજ્ય પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવા અંગે. ગુજરાત રાજ્યમાં હાલ રાજ્યસભાની ચુંટણીઓ યોજાતી હોય ત્યારે સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે નિયમોથી પર જઈને જે રાજકીય પક્ષ દ્વારા રાજનીતિના દાવપેચ રમાઈ રહ્યા હોય તેમાં કોળી સમાજના નેતા ધારાસભ્ય પુંજાભાઈ વંશને આ ચુંટણીઓમાં ખોટી રીતે પોલીસ દ્વારા સંડોવણી કરી અને હેરાન-પરેશાન અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે આ બાબતની તમામ કાર્યવાહી અને કામગીરી સત્વરે બંધ થાય અને તેઓને સ્વમાનભેર તેઓની કાર્યપદ્ધતિથી લોકહિતના કાર્યો કરી શકે તેમજ કોઈ રાજકીય પાર્ટીના ઈશારે ખોટી રીતે દબાવવાનું બંધ કરે તેવી સમસ્ત કોળી સમાજની માંગણી કરીએ છીએ.