જાગો વિદ્યાર્થી જાગો…
આવા કાર્યકર્તાઓ વિદ્યાર્થીનાં હિતની રજુઆતનાં બદલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મેદાને પડયા છે
વિદ્યાર્થી સંગઠનનાં નામે એબીવીપીને કોણે પોતીકી સંસ્થા કરી નાખી છે?
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બની ગયા છે અભૂતપૂર્વ સંગઠનના વડા
રાજકોટમાં ભાજપનું ભગીની સંસ્થા સ્વરૂપ વિદ્યાર્થી પાંખ ગણાતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનાં કાર્યકર્તાઓ જાણે ભાદરવાનાં ભીંડા સમાન સાબિત થયા છે. ગઈકાલે એબીવીપી કાર્યકરોએ ચીનનો ઝંડો સળગાવવાનો કાર્યક્રમ યોજયો હતો જો ખરેખર આ કાર્યકરોને એટલી જ દેશદાઝ હોય તો સરહદ પર લડવા જાય. એબીવીપીનાં કાર્યકરોએ વિદ્યાર્થીઓનાં મુદાને લઈ વિરોધ કરવાનાં બદલે જાણે કોઈ પાર્ટીનાં પપેટ બની ગયા હોય તેવી તો રજુઆતો કરી રહ્યા છે. ગઈકાલે એબીવીપીનાં કાર્યકરોએ બેચરલ ડિગ્રીમાં આવતા વિદ્યાર્થીઓને એટી-કેટી હોય છતાં પણ પાસ કરવા માટે કુલપતિને રજુઆત કરી હતી જોકે વિદ્યાર્થી આગેવાનોએ પોતાની સમજ શકિતનાં બદલે અન્ય કોઈ ઈશારે કામ કરતા હોય તેઓને વિદ્યાર્થીઓનો મુદ્દો જ ખ્યાલ ન હતો અને રજુઆત કરવા જઈ બેઠા હતા. એબીવીપીનાં કાર્યકરોની આ પ્રકારની અનેક રજુઆતોને લઈ એવું લાગી રહ્યું છે કે, આ કાર્યકરો વિદ્યાર્થીઓની રજુઆત બદલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મેદાને પડયા છે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ વિદ્યાર્થીઓનાં હિત માટે કાર્યો કરતી હોય છે જોકે આવા સંગઠનોને ચીનનાં ઝંડા રાજકોટમાં સળગાવવાના બદલે દેશની સરહદે જાય તો ખરાઅર્થમાં દેશદાઝ કહી શકાય. વિદ્યાર્થીઓનાં હિતનાં નામે રોટલા શેકી રહેલા સંગઠનો વિદ્યાર્થીનું જ અહિત કરી રહ્યા છે જોકે એકબાજુ દેશની સરહદ પર જવાનો શહિદ થઈ રહ્યા છે ત્યારે બીજીબાજુ આવા સંગઠનો રસ્તા પર ઝંડા સળગાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોઈપણ દેશનાં રાષ્ટ્રઘ્વજને સળગાવવો પણ માનસિક છીંછરાપણું કહી શકાય.
ઘણીવાર તો જયારે આવા સંગઠનો યુનિવર્સિટી કે કોલેજોમાં રજુઆત માટે જાય છે ત્યારે આવા સારા વિદ્યાર્થી વગરનાં વિદ્યાર્થી સંગઠનો વામણા સાબિત થઈ રહ્યા છે. મીડિયા સામે ફોટો પડાવવા માટે પણ સંગઠનમાં પાંચ જણાને ભેગા કરવાનો વારો આવ્યો છે અને સંગઠનો વિદ્યાર્થીઓનાં હિત જોવાનાં બદલે જાણે પોતાનું હિત જોઈ રહ્યા હોય તેવી રીતે આંદોલનો અને કાર્યક્રમો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનાં હિત માટે જો ખરાઅર્થમાં આવા સંગઠનોએ કામ કરવું હોય તો સૌથી પહેલા વિદ્યાર્થીઓનાં ભવિષ્યનાં ઘડતરની ચિંતા કરવી જોઈએ નહીં કે પોતાની અને વિદ્યાર્થીઓની મુંઝવણ અને પ્રશ્ર્નો નિવારવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ જેવા સંગઠનોનો મોટો રોલ છે અને વિદ્યાર્થીના હિત માટે આવા સંગઠનો જ પોતાના માટે નહીં પરંતુ વિદ્યાર્થી અને વાલીઓનાં પ્રશ્ર્ને જાગૃત થઈને કામ કરવું ખુબ જ જરૂરી બન્યું છે.
એબીવીપીએ વિદ્યાર્થીનાં ભવિષ્ય ઘડતરની ચિંતા કરવી જોઈએ નહીં કે પોતાની કોઈપણ વિદ્યાર્થીનાં ભાવિ ઘડતરમાં કે પછી તેના પ્રશ્ર્નોને વાંચા આપવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનો મોટો રોલ હોય છે ત્યારે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં પણ સંગઠનો વિદ્યાર્થીઓને વ્હારે આવી રહ્યા છે જોકે હાલની પરિસ્થિતિ જોતા તો એવું લાગી રહ્યું છે કે, સંગઠનો જાણે કોઈ પાર્ટીનાં આધારે કામ કરી રહ્યું હોય કે પછી પોતાની માટે કામ કરતા હોય તેવી રીતે આંદોલનો થઈ રહ્યા છે. એબીવીપીની રજુઆત અને આંદોલનમાં ૫ થી ૬ વિદ્યાર્થીઓ માંડ-માંડ ભેગા થાય છે ત્યારે એબીવીપી દ્વારા વિદ્યાર્થી ભવિષ્યનાં ઘડતરની ચિંતા કરે તે અત્યંત જરીબન્યુંછેનહીંકેપોતાની.
યુનિવર્સિટીમાં નોકરી કરતા સંગઠનનાં આગેવાનો ‘પપેટ’ બની ગયા છે!
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રશ્ર્નોનું નિરાકરણ અને વિદ્યાર્થીઓનાં હિતને લઈને અનેક આંદોલનો અને કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જોકે સંગઠનોનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભિતપૂર્વ બની ગયા હોય તેમ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે હાલનાં સંગઠનો જોતા તો એવું લાગી રહ્યું છે કે સંગઠનનાં આગેવાનો પપેટ બની ગયા છે. યુનિવર્સિટીમાં નોકરી કરવાની સાથો સાથ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ સાથે જોડાઈને વિદ્યાર્થીઓનાં મુદાને લઈ વિરોધ કરવાનાં બદલે જાણે કોઈના ઈશારે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
વિદ્યાર્થી વગરનાં વિદ્યાર્થી સંગઠનો વામણા સાબિત થઈ રહ્યા છે
આજનાં સમયમાં વિદ્યાર્થી અને વાલીઓને લગતી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે દેશમાં એબીવીપી, એનએસયુઆઈ જેવા સંગઠનો કામ કરી રહ્યા છે. જોકે આવા વિદ્યાર્થીલક્ષી પ્રશ્ર્નોને ન્યાય મળે અને વિદ્યાર્થીઓનાં હિતમાં યુનિવર્સિટી કે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણયો લેવાય તે માટે સંગઠનો દ્વારા સતત આંદોલનો અને કાર્યક્રમો થતા રહેતા હોય છે જોકે આજનાં સંગઠનો જોતા જ એવું લાગી રહ્યું છે કે, તેઓ કોઈકનાં ઈશારે કામ કરી રહ્યા હોય વિદ્યાર્થી વગરનાં જ સંગઠનો જોવા મળે છે. આંદોલન સમયે પણ માંડ-માંડ ૧૦ જેટલા લોકો ઉપસ્થિત રહી રજુઆત કરવા જતા હોય છે ત્યારે ચોકકસથી કહી શકાય કે વિદ્યાર્થી વગરનાં વિદ્યાર્થી સંગઠનો વામણા સાબિત થઈ રહ્યા છે.